• Home
  • Utility
  • Automobile
  • In India, this car from present day Maruti Suzuki to Mercedes Benz is compatible with BS6 norms.

BS6 કાર / ભારતમાં વર્તમાન સમયમાં મારુતિ સુઝુકીથી લઈને મર્સડીઝ બેન્ઝની આ કાર BS6 નોર્મ્સ અનુરૂપ આવે છે

In India, this car from present-day Maruti Suzuki to Mercedes-Benz is compatible with BS6 norms.

  • BS6 નોર્મ્સ અમલીકરણ માટે હવે ફક્ત 5 મહિના જ બાકી છે
  • વર્તમાન સમયમાં આ કારો BS6એન્જિનની સાથે આવે છે
  • મારુતિ સુઝુકીની લગભગ 70 ટકા કાર પેટ્રોલ પર ચાલે છે

Divyabhaskar.com

Nov 30, 2019, 04:23 PM IST

ઓટો ડેસ્ક. ભારત સ્ટેજ 6 (BS6) નોર્મ્સ અમલીકરણ માટે હવે ફક્ત 5 મહિના જ બાકી છે. કેટલીક મોટી વખત કાર નિર્માતા કંપનીઓ BS6ની સાથે પોતાની કાર લોન્ચ કરી ચૂકી છે. ભારત સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે BS4 કાર તેમના રજિસ્ટ્રેશન સમાપ્ત (15 વર્ષ) સુધી રોડ પર ચાલી શકશે. જો કે,વર્તમાન સમયમાં આ કારો BS6એન્જિનની સાથે આવે છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયા
મારુતિ સુઝુકીની લગભગ 70 ટકા કાર પેટ્રોલ પર ચાલે છે. એન્ટ્રી લેવલ અલ્ટો 800થી લઈને ફ્લેગશિપ મોડેલ XL6 સુધીની કંપનીની મોટાભાગની કાર હવે BS6 કમ્પ્લાયન્ટ છે. કંપનીના BS6 લાઈનઅપમાં 800cc થ્રી સિલિન્ડર યુનિટ, 1.0 લીટર થ્રી સિલિન્ડર મોટર, 1.2 લીટર ફોર સિલિન્ડર એન્જિન અને 1.5 લીટર K15 ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે.


હ્યુન્ડાઈ ઈન્ડિયા
હ્યુન્ડાઈ ઈન્ડિયાની પાસે વર્તમાન સમયમાં બે BS6 કમ્પ્લાયન્ટ મોડેલ ‘Grand i10 Nios’ અને અપડેટેડ 2020 ‘Hyundai Elantra’ છે. ગ્રાન્ડ i10 નિયોસમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આવે છે.

ટોયોટા ઈન્ડિયા
ટોયોટાની પાસે વર્તમાન સમયમાં માત્ર એક BS6 કમ્પ્લાયન્ટ મોડેલ છે. Toyota Glanza કાર BS6ની સાથે આવે છે. આ કાર મારુતિની બલેનોનું ટોયેટા વર્ઝન છે. આ કારમાં 1.2 લીટર ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે.

કિઆ મોટર્સ
આ સાઉથ કોરિયન કાર બ્રાન્ડે ભારતમાં એક માત્ર કાર કિઆ સેલ્ટોસ લોન્ચ કરી છે. આ કાર BS6 નોર્મ્સ અનુરૂપ છે. ભારતમાં આ કાર લોકપ્રિય બની રહી છે. આ એક કનેક્ટેડ કાર છે અને ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચરની સાથે આવે છે.


મર્સડીઝ બેન્ઝ ઈન્ડિયા

મર્સડીઝે ભારતમાં BS6 કમ્પ્લાયન્ટ કાર લોન્ચ કરનારી પહેલી બ્રાન્ડ હતી. કંપનીએ Mercedes-Benz S350d કાર BS6 સાથે લોન્ચ કરી હતી. આ કાર 2987 cc એન્જિનથી સજ્જ છે.

X
In India, this car from present-day Maruti Suzuki to Mercedes-Benz is compatible with BS6 norms.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી