વિશ્વનાં છઠ્ઠા સૌથી શ્રીમંત વ્યક્તિ અને માઈક્રોસોફ્ટનાં કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ગઈકાલે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ગેટ્સ કિશોર કુમાર અને મન્ના ડેનાં ક્લાસિકલ સોન્ગ ‘બાબૂ સમજો ઈશારે’ની સાથે મહિન્દ્રા ઈ-રિક્ષા ટ્રિયો (Treo) ચલાવતા નજરે પડ્યા હતા, જે આજે વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં બિલ ગેટ્સ સરળતાથી ઈલેક્ટ્રિક ઓટો ચલાવતા નજરે પડ્યા. આ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં એક હિન્દી ગીત ‘બાબૂ સમજો ઈશારે હોરન પુકારે પમ પમ પમ’ વાગી રહ્યુ છે. આ વીડિયોમાં ટ્રિયોનાં ફીચર્સ વિશે જણાવવામાં આવી રહ્યું છે.
ગેટ્સે પોતાની પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યુ કે, ‘ઈનોવેશન માટે ભારતનો જૂનૂન ઘણો સારો છે. મે એક ઈલેક્ટ્રિક રિક્ષા ચલાવી, જે 131 કિમી (લગભગ 81 મીલ) સુધીની યાત્રા કરવામાં અને 4 લોકોને લઈ જવામાં સક્ષમ છે. મહિન્દ્રા જેવી કંપનીઓનું પરિવહન ઉદ્યોગનાં ડી કાર્બોનાઈઝેશનમાં યોગદાન ખરેખર પ્રેરણાદાયક છે.’
મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ રેસ માટે આમંત્રિત કર્યા
તે પછી મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટની સાથે ગેટ્સનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, ‘ચલતી કા નામ બિલ ગેટ્સ કી ગાડી’, બિલ ગેટ્સને ટ્રિયો ચલાવતા જોઈને તેઓને ખુશી થઈ. તે કહે છે, હવે તમારી નેક્સ્ટ ટ્રીપનો એજેન્ડા ઈલેક્ટ્રિક થ્રીલર ડ્રેગ રેસ હોવો જોઈએ, જે બિલ ગેટ્સ, સચિન તેંડુલકર અને મારી વચ્ચે થશે.’
સચિનનને મળ્યા હતા બિલ ગેટ્સ
ગેટ્સ આ દિવસોમાં ભારતની યાત્રા પર છે અને પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર અપડેટ્સ નિરંતર પોસ્ટ કરી રહ્યા છે. બિલ ગેટ્સને પાછલા એક અઠવાડિયાની અંદર દેશનાં સૌથી ચર્ચિત ચહેરાઓ આનંદ મહિન્દ્રા અને રતન ટાટાથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોવામાં આવ્યા. આ મુલાકાતો તેમની ભારતયાત્રાનો જ એક ભાગ હતી. અગાઉ ગેટ્સે ટાટા સન્સનાં ચેરમેન રતન ટાટા અને વર્તમાન ચેરમેન નટરાજન ચંદ્રશેખરન, ભારતીય ક્રિકેટ જગતનાં પૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકર, RBIના ગવર્નર શક્તિકાંત દાસ અને મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રા સાથે પણ મુલાકાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.