• Gujarati News
 • Utility
 • Automobile
 • If You Want To Go On A Bike Trip With Friends, 5 Cruiser Bikes With Powerful Engines Are Coming In The Market Soon, Find Out Which Bike Is The Best

અપકમિંગ:ફ્રેન્ડ્સ સાથે બાઇક પર ટ્રિપ મારવા જવું હોય તો માર્કેટમાં ટૂંક સમયમાં પાવરફુલ એન્જિનવાળી 5 ક્રૂઝર બાઇક્સ આવી રહી છે, કઈ બાઇક બેસ્ટ છે જાણો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રોયલ એન્ફિલ્ડ ટૂંક સમયમાં જ માર્કેટમાં થંડરબર્ડના રિપ્લેસમેન્ટ તરીકે મિટીઅર 350 લોન્ચ કરશે
 • TVS ક્રૂઝર બાઇક ઝેપલિન લોન્ચ કરશે, તેને ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવી હતી

ઇન્ડિયન ઓટોમોબાઈલ માર્કેટ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે કંપનીઓને સસ્તાં અને પાવરફુલ વ્હીકલ્સ લોન્ચ કરવાની જરૂર પડી છે. આનાથી ટૂ-વ્હીલર માર્કેટને પણ ભારે અસર થઈ છે. લગભગ તમામ નવી બાઇક્સના લોન્ચિંગ પોસ્ટપોન થઈ રહ્યા છે. જો કે, લોકડાઉન ખૂલ્યા પછી હવે બધું નોર્મલ થવા લાગ્યું છે અને ટૂંક સમયમાં નવા પ્રોડક્ટ લોન્ચ થાય એવી શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં બાઇક્સનું માર્કેટ ઘણું પરિપક્વ થયું છે. બાઇક ટૂરિંગ કમ્યુનિટી વધી રહી છે, જેના કારણે કંપનીઓ નવી બાઇક્સ લાવી રહી છે. હવે માર્કેટમાં કેટલીક નવી ક્રુઝર બાઇક્સ રોયલ એનફિલ્ડ, હોન્ડા, સુઝુકી અને TVS જેવી બ્રાંડ્સ ઇન્ડિયન માર્કેટમાં તેની નવી બાઇક્સ લોનચ કરવા માટે તૈયાર છે.

1. રોયલ એન્ફિલ્ડ મિટીઅર 350 (Royal Enfield Meteor 350)

 • રોયલ એન્ફિલ્ડ ટૂંક સમયમાં ઇન્ડિયન માર્કેટમાં થંડરબર્ડના રિપ્લેસમેન્ટ તરીકે મિટીઅર 350 લોન્ચ કરવા જઈ રહી છે. અગાઉ આ વર્ષની શરૂઆતમાં આ બાઇક લોન્ચ થવાની ધારણા હતી. પરંતુ રોગચાળાને કારણે પોસ્ટપોન થઈ હતી. બાઇક હવે ઓક્ટોબરમાં લોન્ચ થવાની સંભાવના છે. આ ત્રણ વેરિઅન્ટ ફાયરબોલ, સ્ટેલર અને સુપરનોવામાં ઉપલબ્ધ થશે.
 • મિટીઅર રોયલ એન્ફિલ્ડના નેક્સ્ટ જનરેશન 350cc એન્જિન સાથે ડેબ્યૂ કરશે. આ નવી મોટરમાં SOHC સેટએપની સુવિધા હશે. તેનાથી સ્મૂધ પાવર ડિલિવરી મળશે અને ઓછું વાઇબ્રેશન પેદા થશે. નવો પાવરપ્લાન્ટ મેક્સિમમ 20.2hp પાવર અને 27Nm ટોક ટોર્ક જનરેટ કરશે અને 5-સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવશે.

2. હોન્ડા રિબેલ (Honda Rebel)

 • વર્ષ 2017થી હોન્ડા ઇન્ડિયન માર્કેટમાં રોયલ એન્ફિલ્ડની કોમ્પિટિટર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હવે એવું લાગે છે કે કંપની આ યોજનાને અમલમાં મૂકવા માટે આખરે તૈયાર છે. તાજેતરમાં હોન્ડાએ ઓડિયો ક્લિપ દ્વારા નવી બાઇકનું ટીઝલ લોન્ચ કર્યું. આ નવી બાઇક રેટ્રો-સ્ટાઇલ ક્રુઝર બાઇક હોઈ શકે છે. અથવા તો તે હોન્ડા રિબેલ 300 અથવા રિબેલ 500 હશે.
 • રિબેલ 300માં CB300R જેવું જ 286cc એન્જિન હશે. પરંતુ તેને લો-રેંજવાળો ટોર્ક આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. પાવર આઉટપુટ વિશે વાત કરીએ તો તેમાં 27hp પાવર અને 27Nm ટોર્ક મળવાની સંભાવના છે. રિબેલ 500 માટેનું આ પાવર આઉટપુટ 47.1hp અને 43.3Nm હોઈ શકે છે. બંને એન્જિનમાં 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવી શકે છે.

3. સુઝુકી ઇન્ટ્રુડર 250 (Suzuki Intruder 250)

 • આ વર્ષની શરૂઆતમાં ઇન્ટ્રુડર 250ની પેટન્ટની ઇમેજ ઇન્ટરનેટ પર વાઇરલ થવા લાગી હતી. આ તસવીર મુજબ, દેખાવમાં તો 250cc મોડેલ 150cc મોડેલ જેવું જ લાગે છે, જેમાં હેવી ફેરિંગ અને લાંબી કમ્ફર્ટેબલ સીટ આપવામાં આવી છે. જો કે, એક્ઝોસ્ટ સિસ્ટમ નવી આવશે. 150cc મોડેલ પર જોવા મળતા શોર્ટ અને બલ્કી યૂનિટને બદલે 250cc મોડેલમાં સિમ્પલ અને રાઉન્ડ ડિઝાઇન એક્ઝોસ્ટ યૂનિટ મળશે.
 • 250cc મોડેલમાં મળતું ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, રાઇડિંગ એર્ગોનોમિક્સ પણ 150cc મોડેલ જેવું જ હશે. એચલે કે, તેમાં સિંગલ સિલિન્ડર 249cc એન્જિન હશે, જે 26.5hp મેક્સિમમ પાવર અને 22.2Nm ટોર્ક જનરેટ કરશે, જે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે.

4. ટીવીએસ ઝેપેલિન (TVS Zeppelin)

 • TVS Zeppelinને 2 વર્ષ પહેલાં 2018ના ઓટો એક્સ્પોમાં પ્રથમ વાર શોકેસ કરવામાં આવી હતી. ત્યારથી તેનું પ્રોડક્શન અનિશ્ચિત સ્થિતિમાં ફસાઈ ગયું છે. કંપનીએ કહ્યું કે માર્કેટમાં મંદી હોવા છતાં કંપની પર્ફોર્મન્સ બાઈક પર ફોકસ કરશે. તેથી, આશા છે કે ભારતના રસ્તા પર ઝેપેલિનનું પ્રોડક્શન વર્ઝન 2021 સુધી જોવા મળી શકે છે.
 • આ વર્ષની શરૂઆતમાં TVSએ અપકમિંગ બાઇક માટે 'Ronin' નામનું ટ્રેડમાર્ક બનાવ્યું હતું. ઘણા સોર્સિસે દાવો કર્યો છે કે તે ઝેપેલિન કોન્સેપ્ટનું પ્રોડક્શન નામ પણ હોઈ શકે છે. કોન્સેપ્ટ બાઈકમાં 220cc સિંગલ સિલિન્ડર એન્જીન હતું, જે 20hp અને 18.5nm પાવર આઉટપુટ જનરેટ કરે છે. તેને 5 સ્પીડ ગિયરબોક્સ સાથે અટેચ કરવામાં આવ્યું હતું. પ્રોડક્શન મોડેલનું એન્જીન મોટું હોય એવી શક્યતા છે.

5.રોયલ એન્ફિલ્ડ અપકમિંગ 650cc ક્રૂઝર (KX 650) [Royal Enfield’s upcoming 650cc cruiser (KX 650)]

 • તાજેતરમાં જ એક નવી રોયલ એન્ફિલ્ડ બાઈકને ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે. આ નવી બાઈક મિટીઅરથી વિપરિત એક લો-સ્લંગ ક્રૂઝર હતી, જેની ડિઝાઈન મહદઅંશે KX 838 બોબર કોન્સેપ્ટની ડિઝાઈનથી પ્રેરિત હતી, જેને EICMA 2018માં શોકેસ કરાઈ હતી. કોન્સેપ્ટ બાઈકથી વિપરિત આ બાઈકમાં વી-ટ્વિન એન્જીન હતું, ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવેલા મોડેલમાં એક પેરેરલ ટ્વિન એન્જીન હતું.
 • કોઈપણ અલગ ટ્યુનિંગ વગર તેનો પાવરપ્લાન્ટ ઈન્ટરસેપ્ટર અને જીટી 650 સમાન હશે એવી ધારણા છે. પીક પાવર અને ટોર્કનો આંકડો અનુક્રમે 47hp અને 5Nm હોઈ શકે છે. તે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે અટેચ હશે. ટેસ્ટ મોડેલમાં અપકમિંગ મિટીઓર 350 સમાન લોપ સાઈડેડ ટ્વિન પૉડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હતું. તેનો અર્થ એ થાય છે કે તેમાં બ્લુટૂથ ઈનબિલ્ટ નેવિગેશન સિસ્ટમ સપોર્ટ પણ મળશે.
અન્ય સમાચારો પણ છે...