• Gujarati News
  • Utility
  • Automobile
  • If You Want To Get A New Two wheeler For Personal Use, Check The List Of Top 5 Scooters, It Will Be Stylish In Look And Very Comfortable In Riding.

ટોપ-5 પર્સનલ વ્હીકલ્સ:પર્સનલ યુઝ માટે નવું ટૂ-વ્હીલર લેવું હોય તો ટોપ-5 સ્કૂટરનું લિસ્ટ ચેક કરી લો, લુકમાં સ્ટાઇલિશ અને રાઇડિંગમાં એકદમ કમ્ફર્ટેબલ રહેશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને કારણે લોકડાઉન થવું એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. વધતા રોગને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે છેલ્લાં વર્ષમાં બાઇક અને સ્કૂટર્સના વેચાણમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, લોકો હવે પર્સનલ યુઝલ માટે નવું ટૂ-વ્હીલર ખરીદવા માગે છે જે બજેટમાં આવી જાય અને સાથે રાઇડિંગમાં પણ એકદમ કમ્ફર્ટેબલ હોય. જો તમે પણ નવું ટૂ-વ્હીલર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો અહીં તમને ટોપ-5 સ્કૂટર્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે, જે એડવાન્સ ફીચર્સથી સજ્જ છે અને સાથે તેનો લુક પણ સ્ટાઇલિશ છે.

1. TVS ntorq 125
TVS ntorq 125ની કિંમત 71,095 રૂપિયાથી શરૂ થાય છે, જે 81,075 રૂપિયા સુધી જાય છે. TVS ntorq 125ના 4 વેરિઅન્ટ છે, જેમાં ડ્રમ વેરિઅન્ટ 71,095 રૂપિયા, ડિસ્ક વેરિઅન્ટ 73395 રૂપિયા, રેસ એડિશન 78,375 રૂપિયા અને સુપર સ્કોડ એડિશન 81,075 રૂપિયામાં આવે છે.

રેસ એડિશનમાં સ્પોર્ટી ગ્રાફિક્સ સાથે રેડ અને બ્લેક કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલીવાર એન્ટોર્કમાં નવા LED હેડલેમ્પ્સ, LED (ડેટાઇમ રનિંગ લેમ્પ) અને હેઝાર્ડ લેમ્પ સામેલ છે. સસ્પેન્શન ડ્યૂટી માટે તેમાં ફ્રંટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિઅરમાં ગેસ-ચાર્જ શોક અબ્ઝોર્બ આપવામાં આવ્યા છે.

બ્રેકિંગ માટે તેમાં આગળના ભાગમાં 220mmની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને પાછળના ભાગમાં 130mmની ડ્રમ બ્રેક આપવામાં આવી છે. તેમાં લેપ-ટાઈમર, 0-60 ટાઈમર, ત્રણ ટ્રિપ મીટર અને ઇકો ઇન્ડિકેટર જેવાં બિલ્ટ-ઇન ફીચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં બ્લૂટૂથ ફીચર પણ છે.

2. હીરો XPulse 200
Hero XPulse 200ની કિંમત 1,11,790 રૂપિયા છે. ફ્યુલ ઇન્ડિકેટર સિસ્ટમ સાથે 199.9 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,500 rpm પર 17.8 bhp પાવર અને 6,500 rpm પર 16.45 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

હીરોએ બાઇકના એક્ઝોસ્ટ સિસ્ટમને અપડેટ કરી છે, જે હવે વધારાના કેટલિટીક કન્વર્ટર સાથે આવે છે. નવા કમ્પોનન્ટ માટે એક્ઝોસ્ટ ટ્યુબ અને બેશ પ્લેટને રિવાઇઝ્ડ કરવામાં આવી છે.

3. એપ્રિલિયા SXR 160
તેની કિંમત 1.26 લાખ રૂપિયા છે. આ મેક્સી સ્કૂટરમાં ટ્વીન-ક્રિસ્ટલ LED હેડલેમ્પ્સ સાથે LED DRLs આપવામાં આવ્યા છે. તેમાં ડબલ બ્લિંકર, વાઇડ ફ્રંટ અપ્રોન, લાંબી ફ્લાય સ્ક્રીન, ઊભું થયેલું હેન્ડલ બાર અને વિશાળ સીટ આપવામાં આવી છે, જે ગ્રે અને લાલ કલર સાથે આવે છે.

સ્કૂટરમાં મેટ બ્લેક ડિઝાઇન સાથે ડાર્ક ક્રોમ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને પ્રીમિયમ લુક પણ આપે છે. સ્કૂટરમાં ફુ્લ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં સ્પીડ માટે રેડ ડોટ્સ, ટેક્નો મીટર, ઓડોમીટર, એવરેજ, ટોપ સ્પીડ, ફ્યુલ ગેઝ, એન્જિન માલફંક્શન ઇન્ડિકેટર, ABS ઇન્ડિકેટર જેવી ઇન્ફોર્મેશન મળે છે.

રાઇડિંગ દરમિયાન તમે તેનાથી સ્માર્ટફોન પણ કનેક્ટ કરી શકો છો. સ્કૂટરની સિક્યોરિટી માટે તેમાં અલાર્મ અને લોકેશન ટ્રેકર જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. એપ્રિલિયા SXR 160માં 160cc, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે.

સેફ્ટી માટે ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને રિઅરમાં ટ્વીન પોટ હાઇડ્રોલિક બ્રેક સિંગલ ચેનલ ABS આપવામાં આવ્યું છે. તેને મેટ બ્લુ, ગ્લોસી વ્હાઇટ, મેટ બ્લેક અને ગ્લોસી રેડ કલરમાં ખરીદી શકાય છે.

4. અપાચે RTR 200
આમાં બે વેરિઅન્ટ છે. પહેલું RTR 200 4V સિંગલ ચેનલ ABS, જેની કિંમત 1.25 લાખ રૂપિયા છે અને બીજું RTR 200 4V ડ્યુઅલ ચેનલ ABSની કિંમત 1.31 લાખ રૂપિયા છે.

આમાં સ્પોર્ટ, અર્બન અને રેન એમ ત્રણ રાઇડિંગ મોડ્સ મળશે. તેમાં ફ્લાય મોડ પર જવા માટે સ્વીચ પણ આપવામાં આવી છે. તેમાં ક્લચ અને લિવર અડજસ્ટેબલ છે.

આમાં ફ્યુઅલ ઇન્જેક્શન, સ્લિપર ક્લચ, બ્લૂટૂથ, LED હેડલેમ્પ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. બાઇકનું ફ્રંટ સસ્પેન્શન અપગ્રેડ કરવામાં આવ્યું છે અને પાછળના ભાગમાં મોનોશોક યૂનિટ આપવામાં આવ્યું છે. આ સિવાય, તેમાં ફ્રંટ અને રિઅરમાં ડિસ્ક બ્રેક્સવાળી સિંગલ ચેનલ અને ડ્યુઅલ ચેનલ ABSનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

5. યામાહા MT-15
યામાહા MT-15 3 કલર મેટાલિક બ્લેક, ડાર્ક મેટ બ્લુ અને આઇસ આઇસ ફ્લૂ વર્મિલિયનમાં મળે છે. તેના આઇસ ફ્લુઓ વર્મિલિયન કલર મોડેલની કિંમત 1,39,900 રૂપિયા છે, જ્યારે બીજા કલરથી સજ્જ આ બાઇકની કિંમત 1,38,900 રૂપિયા છે.

આમાં LED ડે-ટાઇમ રનિંગ લેમ્પ્સ (DRL), LED હેડલાઇટ, LED ટેલલેમ્પ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (નેગેટિવ LCD), સિંગલ ચેનલ ABS, VVA અને ફ્યુલ ઇન્જેક્શન ટેકનોલોજી આપવામાં આવી છે.

MT-15માં R 15 જેવું જ એન્જિન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આમાં પણ VVA (વેરિયેબલ વાલ્વ એક્ચ્યુએશન) સિસ્ટમ આપવામાં આવી છે, જે વધુ સારી ટોર્ક રેન્જ આપે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સ આસિસ્ટ એન્ડ સ્લિપર ક્લચ સાથે આવે છે. આ બાઇકનું વજન માત્ર 138 કિલો છે.

અન્ય સમાચારો પણ છે...