ટેક ન્યૂઝ:સ્માર્ટફોનનો પાસવર્ડ ભૂલી ગયા હો તો કરો આ પ્રોસેસ, સર્વિસ સેન્ટરનો નહીં થાય ધક્કો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના જમાનામાં લોકો પોતાના ફોનને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ અને પેટર્ન રાખે છે. લોકો એવું માને છે કે અજાણ્યા લોકો પાસે ફોન હોય તો એની કોઈ અંગત જાણકારી લોકો સુધી પહોંચે નહીં એ માટે પાસવર્ડ અને પેટર્નનો ઉપયોગ કરે છે, પરંતુ ક્યારેક સ્થિતિ એવી આવે છે કે આપણે સ્માર્ટફોનનો પાસવર્ડ અને પેટર્ન ભૂલી જઈએ છીએ. જો તમે પણ ફોનનો પાસવર્ડ, પિન કે પેટર્ન ભૂલી જાઓ છો અને ફોનને અનલોક નથી કરી શકતા તો પરેશાન થવાની જરૂર નથી. તમારે આ પ્રોસેસ માટે કોઈ સર્વિસ સેન્ટર પર જવાની જરૂર નહીં રહે.

અલગ-અલગ ડિવાઇસમાં અલગ-અલગ રીતે અનલોક કરી શકાય છે.

Android ડિવાઇસ માટે

 • ગૂગલ એકાઉન્ટથી ફોનને અનલોક કરો
 • એન્ડ્રોઇડ સ્માર્ટફોન સેટ કરીએ છીએ ત્યારે આપણે ગૂગલ એકાઉન્ટની મદદથી લોગ ઇન કરીએ છીએ. જો તમે પાસવર્ડ અથવા પેટર્ન ભૂલી જાઓ તો આ એકાઉન્ટનો ઉપયોગ ડિવાઇસને અનલૉક કરવા માટે થઈ શકે છે.
 • ઘણી વખત ખોટો પાસવર્ડ કે પિન નાખ્યા બાદ સ્ક્રીન પર દેખાશે કે તમે થોડા સમય બાદ ટ્રાય કરી શકો છો અને આ સાથે 'Forgot Pattern /Password' બટન દેખાશે. એના પર ક્લિક કર્યા બાદ તમને ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરવાનું કહેવામાં આવશે, જે ફોન સાથે રજિસ્ટર્ડ છે.
 • આ પ્રોસેસથી તમારો ફોન અનલોક થઇ જશે અને નવો પાસવર્ડ અથવા પેટર્ન સેટ કરી શકશો. આ પ્રોસેસ માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે.

ફેક્ટરી રિસેટ પણ કરી શકો છો
જો ગૂગલ એકાઉન્ટથી ફોનને અનલોક નથી થતો તો ફેક્ટરી રિસેટ પણ કરી શકો છો
આ રહી પ્રોસેસ

 • સૌથી પહેલા ફોનને સ્વિચ ઓફ કરો.
 • થોડા સમય માટે વોલ્યુમ અપ અથવા ડાઉન બટનની સાથે પાવર બટનને પણ દબાવીને રાખો.
 • હવે ફોન રિકવરી મોડમાં આવી જશે અને ફેક્ટરી રિસેટ વિકલ્પ પસંદ કર્યા બાદ ક્લીન અથવા ઈરેઝ ડેટા પર ક્લિક કરો.
 • લગભગ એક મિનિટ રાહ જોયા બાદ જ્યારે તમે ફોન ચાલુ કરશો તો એમાં કોઈ પાસવર્ડ કે પેટર્ન નહીં માગે અને શરૂઆતથી જ ફોન સેટ કરવાનો ઓપ્શન મળશે.

આઈફોન યુઝર્સ માટે આ રહી પ્રોસેસ

આઈફોન યુઝર્સ પાસવર્ડ ભૂલી જાય છે તો કરો આ પ્રોસેસ

 • જો તમે તમારા આઇફોનનો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમારે પહેલા ફોનને સ્વિચ ઓફ કરવો પડશે. તમે પાવર બટનથી ફોનને સ્વિચ ઓફ કરી શકો છો.
 • તમારા ફોનને રિકવરી મોડમાં રાખવા માટે તમારા મેકબુક અથવા પીસી સાથે કનેક્ટ થયા પછી iPhoneના પાવર બટનને પ્રેસ કરો. તમારે આઇફોન 7 સિરીઝ પર વોલ્યુમ ડાઉન બટન અને જૂના આઇફોન્સમાં હોમ બટન પ્રેસ કરવાની જરૂર રહેશે.
 • આ માટે તમારે તમારા પીસી અથવા મેક પર આઇટ્યૂન્સ ઇન્સ્ટોલ કરેલુ હોવું જોઈએ, જે પછી તમે ડિવાઇસની રિકવરી મોડ સ્ક્રીન પર જોશો અને તમે આઇટ્યૂન્સ સોફ્ટવેરથી કંટ્રોલ કરી શકશો.
 • પીસી અથવા મેક પર આઇટ્યૂન્સમાં મળેલા રિસ્ટોર ઓપ્શન પર ક્લિક કરવાથી આઇફોનનો તમામ ડેટા ડિલિટ થઈ જશે અને પાસવર્ડ પણ ડિલિટ થઈ જશે.
 • હવે તમે નવો પાસવર્ડ સેટિંગ્સ કરીને ફરીથી બેકઅપ લઈ શકો છો.