તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દર વર્ષની જેમ ફોર્ડે આ વર્ષે પણ 4 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2020 દરમિયાન ભારતના ગ્રાહકો માટે તેનું મેગા સેલ્સ કેમ્પેન મિડનાઇટ સરપ્રાઇઝ શરૂ કર્યું છે. કેમ્પેન હેઠળ ફોર્ડના સમગ્ર પોર્ટફોલિયો પર અટ્રેક્ટિવ ડીલ્સ અને 5 લાખ રૂપિયા સુધીની ગિફ્ટ્સ આપવામાં આવશે, જેમાં ફોર્ડ ફીગો, ફોર્ટ એસ્પાયર, ફોર્ડ ફ્રીસ્ટાઇલ, ફોર્ડ ઇકો સ્પોર્ટ અને ફોર્ડ એન્ડેવર સામેલ છે.
આઇપેડ, આઇફોન, સ્માર્ટવોચ સહિત અનેક ગિફ્ટ્સ મળશે
ફોર્ડ કાર બુક કરનારા તમામ ગ્રાહકોને ત્રણ દિવસના કેમ્પેન અંતર્ગત એક ડિજિટલ સ્ક્રેચ કાર્ડ મળશે, જેને સ્ક્રેચ કરીને તેઓ ગિફ્ટ્સ જીતી શકશે. મિડનાઈટ સરપ્રાઈઝ દરમિયાન કરવામાં આવતી બુકિંગ પર ઉપલબ્ધ ગિફ્ટ્સમાં LED ટીવી, ડીશ વોશર, એર પ્યૂરિફાયર, માઇક્રોવેવ ઓવન, લેટેસ્ટ જનરેશનનું આઇપેડ, આઇફોન 11, બ્રાંડેડ સાઇકલ, ફિટનેસ સ્માર્ટવોચ, 25,000 રૂપિયા સુધીનું ગિફ્ટ કાર્ડ અને 3 ગ્રામ, 5 ગ્રામ સોનાના સિક્કા તથા 1 લાખ રૂપિયા સુધીનું ગોલ્ડ વાઉચર સામેલ છે. ડિસેમ્બરમાં ડિલીવરી લેનારા ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીનું બંપર ઇનામ જીતવાની તક પણ મળશે.
કેમ્પેનમાં સેફ્ટી-સુવિધાને પ્રાથમિકતા
ડીલરશિપ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
આ સમયગાળા દરમિયાન દેશમાં ફોર્ડ ડીલરશિપ સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જેથી, ફોર્ડની ટેસ્ટ ડ્રાઇવ અને બુકિંગ ગ્રાહકો માટે વધુ સુવિધાજનક બનશે.
સર્વિસ કરાવવા જતા પહેલાં ખર્ચ કેટલો થશે એ જાણી શકાશે
ફોર્ડની ગાડીઓ લાઇફ સાઇકલમાં એક્સ્ટ્રા મેન્ટેનન્સ ખર્ચ અને જંગી બચત સાથે પરવડે તેવી ઓનરશિપના કિસ્સામાં નવા ધોરણો નિર્ધારિત કરી રહી છે. કંપની અનેક ઇનોવેટિવ અને પોતાના કેમ્પેન્સ જેવાં કે, સર્વિસ પ્રાઈસ કેલક્યુલેટર દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે. આ કેલ્ક્યુલેટર દ્વારા ગ્રાહકો ડીલરશિપ પર જતાં પહેલાં જ સર્વિસનો ખર્ચ અને પાર્ટ્સની કિંમત વિશે જાણી શકે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.