તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓટો ઉદ્યોગ સંગઠન સિયામે તાજેતરમાં જાન્યુઆરી 2021ના વેચાણના આંકડા જાહેર કર્યાં છે. જે મુજબ ગયા મહિને 3. 3.03 લાખથી વધુ પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. જાન્યુઆરી 2020ની તુલનામાં આ 17.7%નો ગ્રોથ છે. મારુતિ સુઝુકીએ આ સમયગાળા દરમિયાન 1.39 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. 45.8% સાથે મારુતિની સૌથી વધુ ભાગીદારી રહી, જ્યારે 17% ભાગીદારી સાથે હ્યુન્ડાઇ બીજા નંબરે રહી. પરંતુ શું તમે જાણો છો કે સિડેન, હેચબેક અને કોમ્પેક્ટ SUVમાં સૌથી વધુ વેચાણ કોનું રહ્યું છે? ચાલો જાણીએ....
હેચબેક: અલ્ટોના વેચાણમાં -3.45%નો ઘટાડો, તેમ છતાં ટોપ પર
ગયા મહિને સૌથી વધુ વેચાયેલી હેચબેક મારુતિ અલ્ટો હતી. તેનું 18,260 યૂનિટનું વેચાણ થયું હતું. જો કે, ગત વર્ષ કરતાં આ -3.45%નો ઘટાડો છે. સ્વિફ્ટ 17,180 ગાડીઓ સાથે બીજા નંબરે વેચાયેલી હેચબેક હતી. અલ્ટ્રોઝના વેચાણમાં સેગમેન્ટમાં સૌથી વધુ 64%નો વધારો જોવા મળ્યો છે. ગયા મહિને ટાટાએ 7,378 અલ્ટ્રોઝનું વેચાણ કર્યું હતું.
કોમ્પેક્ટ SUV: હોન્ડા WR-Vનાં વેચાણમાં 943.96%નો વધારો
સેગમેન્ટમાં સૌથી વધુ 943.96%નો ગ્રોથ હોન્ડા WR-Vનો રહ્યો. હોન્ડાએ ગયા મહિને 1,211 WR-V વેચી, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં માત્ર 116 WR-V વેચાઇ હતી. હ્યુન્ડાઇ વેન્યૂ 11,779 યૂનિટ સાથે સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV હતી. આ વાર્ષિક 74.94%નો ગ્રોથ છે. નેક્સનના વેચાણમાં 143.19% ગ્રોથ રહ્યો છે.
સિડેનઃ ડિઝાયરના ગ્રોથમાં 32%નો ઘટાડો, તેમ છતાં ટોપ પર
ગયા મહિને મારુતિએ 15,125 ડિઝાયરનું વેચાણ કર્યું હતું. વાર્ષિક આમાં 32% ઘટાડો થયો હોવા છતાં ડિઝાયર લિસ્ટમાં ટોપ પર છે. હોન્ડા અમેઝ 5,477 યૂનિટ સાથે બીજી સૌથી વધુ વેચાનારી સિડેન રહી. ટાટા ટિગોરના વેચાણમાં સેગમેન્ટમાં સૌથી વધુ 127% વૃદ્ધિ નોંધાઈ છે. ગયા મહિને 2,025 ટાટા ટિગોરનું વેચાણ થયું હતું. સ્કોડા સુપર્બના વેચાણમાં 68.46%નો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.