મેડ ઇન ઇન્ડિયા:SUV ખરીદવાનું વિચારી રહ્યા હો તો થોડી રાહ જુઓ, માર્કેટમાં ટૂંક સમયમાં ઇન્ડિયન કંપનીઓની 5 પાવરફુલ ગાડીઓ આવી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કોર્પિયો ભારતમાં સૌથી વધુ વેચાનારી SUVમાંની એક છે, 2021ના મધ્યમાં તેનું નેક્સ્ટ જનરેશન મોડેલ આવવાની ધારણા છે
  • ઓટો એક્સ્પોમાં શોકેસ કરવામાં આવેલી BS6 ફોર્સ ગુરખા આ ફેસ્ટિવ સિઝન દરમિયાન લોન્ચ થશે, જે સીધી મહિન્દ્રા થારને ટક્કર આપશે

ભારતીયોમાં SUVનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે અને તેને જોતાં ઓટોમોબાઇલ કંપનીઓએ પણ આ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સેગમેન્ટમાં મોખરે રહેવા માટે ઇન્ટરનેશનલ બ્રાંડ્સ પણ સમયાંતરે નવી SUV રજૂ કરી રહી છે. તો ઇન્ડિયન ઓટોમેકર્સ પણ આમાં પાછળ નથી. અત્યારે ભારતમાં બનેલી SUV વિદેશી બ્રાન્ડ્સની SUVને કડી ટક્કર આપી રહી છે.

આવનારા મહિનાઓમાં દેશમાં લોન્ચ થનારી ટોપ ઇન્ડિયન ઓટોમેકર કંપનીઓની SUVનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. આ અપકમિંગ મેડ-ઇન-ઇન્ડિયા SUV વિશે વિગતવાર વાંચો....

1. 2021 મહિન્દ્રા સ્કોર્પિયો​​​​​​​

સ્કોર્પિયો ભારતની સૌથી વધુ વેચાયેલી મહિન્દ્રા ગાડીઓમાંની એક છે અને SUVને વર્ષ 2021ના ​​મધ્ય સુધીમાં એક મોટું જનરેશનલ અપડેટ મળવાની શક્યતા છે. તેને વધુ લેટેસ્ટ બનાવવા માટે કોસ્મેટિક અપડેટ્સ ઉપરાંત મહિન્દ્રા નેક્સ્ટ-જનરેશન સ્કોર્પિયો સંપૂર્ણ રીતે રિ-ડિઝાઇન કેબિન અને નવાં ફીચર્સથી સજ્જ હશે.

નવી સ્કોર્પિયોને પાવર આપવા માટે તેમાં 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન તેમજ 2.0 લિટરનું ડીઝલ એન્જિન હશે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને પ્રકારના ટ્રાન્સમિશન મળશે. આવતા વર્ષે લોન્ચ થવા પર નેક્સ્ટ જનરેશન સ્કોર્પિયો, કિઆ સેલ્ટોસ સાથે હ્યુન્ડાઇ કરેટા સાથે તેની હરીફાઈ જાળવી રાખશે.

2. BS6 2020 ફોર્સ ગુરખા

તેને સૌપ્રથમ ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી. BS6 2020 ફોર્સ ગુરખા આ વર્ષે ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયન માર્કેટમાં તે મહિન્દ્રા થારની સામે જોવા મળશે. આઉટગોઇંગ મોડેલની તુલનામાં નવી ગુરખામાં LED હેડલાઇટ, નવી ફ્રંટ ગ્રિલ અને નવા બંપરનો ઓપ્શન છે.

આ 4 સીટર ઓફ-રોડરને ફક્ત 2.6 લિટર ડીઝલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે, જે 90PS પાવર પેદા કરે છે. તે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે ઓછી રેન્જ ટ્રાન્સફર કેસ સાથે જોડવામાં આવશે. તેમાં એક ઇન્ડિપેન્ડરન્ટ ફ્રંટ સસ્પેન્શન સેટઅપ આપવામાં આવ્યું છે, જે તેની ઓફ-રોડિંગ કેપેસિટીને વધુ સારી બનાવે છે. ફોર્સ ગુરખાની કિંમત આશરે 13 લાખ રૂપિયા થવાની શક્યતા છે.

3. 2021 મહિન્દ્રા XUV500

મહિન્દ્રા XUV500 ફર્સ્ટ જનરેશન મોડેલ અત્યારે વેચાણ માટે ઉપલબ્ધ છે. પહેલીવાર લોન્ચ થયેલી તુલનામાં હવે મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં વધારે સ્પર્ધાત્મક છે. તેથી, મહિન્દ્રા SUV સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે તેની નેક્સ્ટ જનરેશન મોડેલ રજૂ કરવા પર કામ કરી રહી છે.

મહિન્દ્રાએ હજી સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ નેક્સ્ટ જનરેશન XUV500 ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર સ્પોટ થઈ ચૂકી છે, જેના કારણે તેનાં ઘણાં ફીચર્સ જેવાં કે ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ એમઆઈડી, ફ્લેટ બોટમ સ્ટિયરિંગ, ફ્લશ ટાઇપ ડોર હેન્ડલ્સ વગેરે જોવાં મળ્યાં છે. નેક્સ્ટ જનરેશન XUV500માં 2.0-લિટર ટર્બો પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો એક સેટ હશે. તે વર્ષ 2021ની શરૂઆતમાં લોન્ચ થાય એવી શક્યતા છે.

4. ટાટા ગ્રેવિટાસ

2020 ઓટો એક્સપોમાં ટાટાએ હેરિયરની બેઝ્ડ થ્રી-રો ગ્રેવિટાસ શોકેસ કરી હતી. ઇવેન્ટમાં ગ્રેવિટાસને ફક્ત 6 સીટર તરીકે રજૂ કરી હતી. પરંતુ ગ્રેવિટાસ 7 સીટર વેરિઅન્ટમાં પણ લોન્ચ થાય એવી શક્યતા છે.

ગ્રેવિટાસમાં 2.0 લિટરનું Kryotec ડીઝલ એન્જિન (170PS/350Nm) આપવામાં આવે એવી શક્યતા છે, જે હેરિયરમાં મળે છે. તેને 6 સ્પીડ મેન્યુઅલ સાથે જ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. એક પેટ્રોલ પાવરટ્રેન પણ ગ્રેવિટાસમાં આપવામાં આવી શકે છે.

5. 2020 મહિન્દ્રા થાર

મહિન્દ્રાએ ઓગસ્ટ 15, 2020ના રોજ થારની નેક્સ્ટ જનરેશન વેરિઅન્ટ ઓફિશિયલી રજૂ કર્યું અને આ વર્ષે 2 ઓક્ટોબરે અપડેટ થયેલી આ SUV લોન્ચ થવાની છે. મહિન્દ્રાએ નિશ્ચિતરૂપે SUVની નેક્સ્ટ જનરેશન વેરિઅન્ટને ગેમ ચેન્જર તરીકે ડિઝાઇન કરી છે અને આ કાર થર નેમપ્લેટમાં ચોક્કસ વધુ સફળતા લાવશે.

જૂનાં મોડેલ કરતાં નેક્સ્ટ-જનરેશન થાર માત્ર એક સારી ઓફ-રોડર જ નહીં પરંતુ મહિન્દ્રાએ પણ તેને એક સારી સિટી કાર પણ બનાવી છે. SUVનાં ફીચર્સ લિસ્ટમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી અને એડવેન્ચર સ્ટેટિસ્ટિક્સ ડિસ્પ્લે, મહિન્દ્રાની બ્લુ સેન્સ એપ કનેક્ટિવિટી, એક TFT MID, ક્રુઝ કંટ્રોલ, સ્ટિયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ, ફ્રંટ-ફેસિંગ રિઅર સીટ, રૂફ માઉન્ટેડ સ્પીકર્સ, ડ્રાઇવર સીટ, હાઇટ અડજસ્ટમેન્ટ અને ઇલેક્ટ્રિકલી અડજસ્ટમેન્ટ ORVMs સામેલ છે.