• Gujarati News
  • Utility
  • Automobile
  • If You Are Thinking Of Buying An SUV During The Festive Season, Check Out The List Of 5 Best Compact SUVs, Getting The Highest Discount Of Rs 44,000 On Mahindra XUV300

ન્યૂ ટ્રેન્ડ:ફેસ્ટિવ સિઝનમાં SUV ખરીદવાનું વિચારી રહ્યા હો તો 5 બેસ્ટ કોમ્પેક્ટ SUVનું લિસ્ટ ચેક કરી લો, મહિન્દ્રા ₹XUV300 પર સૌથી વધુ 44,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં હેચબેક અને સિડેનની સરખામણીએ SUV સેગમેન્ટી ગાડીઓ લોકોએ વધુ ખરીદી છે. સિયામના આંકડા અનુસાર, સપ્ટેમ્બર 2021માં 87,720 SUVનું વેચાણ થયું હતું, જ્યારે આ દરમિયાન માત્ર 64,235 સિડેન અને હેચબેક ગાડીઓનું વેચાણ થયું હતું. તેમજ, 2021-22ના ત્રીજા માસિકગાળામાં પણ આ ટ્રેન્ડ કાયમ રહ્યો અને 3,67,457 યૂનિટ SUVનું વેચાણ થયું.

આને ધ્યાનમાં રાખીને અહીં તમને કોમ્પેક્ટ SUV પર ઓક્ટોબરમાં મળી રહેલા ડિસ્કાઉન્ટ વિશે જણાવવામાં આવ્યું છે. આ ગાડીઓને ખરીદવા પર તમે પણ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો.

તેમાં મહિન્દ્રા XUV300 ખરીદવા પર સૌથી વધુ 44,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં 15 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયા સુધીની ફ્રી એક્સેસરીઝ સાથે જ 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હોન્ડા WR-Vમાં 10 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 12,158 રૂપિયા સુધીની ફ્રી એક્સેસરીઝ, 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 4 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, 5 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ અને 9 હજાર રૂપિયાનું હોન્ડાના ગ્રાહકને એડિશનલ એક્સચેન્જ મળી રહ્યું છે.

મારુતિ વિટારા બ્રેઝાની SUVમાં 5 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 2,500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

ટાટા નેક્સન અને રેનો પર કંપની કેશ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. પરંતુ કંપની જ્યાં નેક્સન પર 15 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. તેમજ, રેનો કાઇગર પર 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ બોનસ અને 95 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ પણ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...