તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • If You Are Thinking Of Buying A Maruti Blaeno In The Hatchback In August, A Honda Amaze In The Sedan, SUV And MPV, Check Which Car Is At The Top Of The List.

ટોપ સેલિંગ કાર:ઓગસ્ટમાં હેચબેકમાં મારુતિ બલેનો તો સિડેનમાં હોન્ડા અમેઝનું વર્ચસ્વ, SUV અને MPV ગાડી ખરીદવાનું વિચારતા હો તો કઈ ગાડી લિસ્ટમાં ટોપ પર છે ચેક કરી લો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર પછી ઓટોમોબાઇલ સેક્ટરના વેચાણમાં ઉછાળો નોંધાયો છે. તેમાં પણ ફેસ્ટિવ સિઝને આ ઇન્ડસ્ટ્રીના વેચાણમાં ચાર ચાંદ લગાવી દીધા છે. દેશમાં ગાડીઓના વેચાણના 4 સેગમેન્ટની વાત કરીએ તો તેનાં 3 સેગમેન્ટમાં મારુતિ સુઝુકીનું વર્ચસ્વ રહ્યું છે. મારુતિની કાર હેચબેક, SUV સહિત MPV સેગમેન્ટમાં પણ ટોપ પર રહી છે. તેમજ, સિડેન સેગમેન્ટમાં હોન્ડા અમેઝ જગ્યા બનાવવામાં સફળ રહી છે.

જો આ ફેસ્ટિવ સિઝનમાં તમે પણ નવી ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમામ સેગમેન્ટની ટોપ-5 ગાડીઓ ચેક કરી લો અને પછી કઈ ગાડી લેવી એ પસંદ કરો...

મારુતિ સુઝુકી બલેનો ઓગસ્ટ 2021માં 15,646 યૂનિટ અને 46%ના ગ્રોથ સાથે સૌથી વધુ વેચાનારી કાર બની ગઈ છે. બીજીબાજુ, અલ્ટોએ ગયા મહિને 13,236 યૂનિટ, જ્યારે ઓગસ્ટ 2020માં 14,397 યૂનિટ સાથે 8%નું નેગેટિવ વેચાણ નોંધાવ્યું છે. સ્વિફ્ટ કોમ્પેક્ટ હેચબેક 12,483 યૂનિટ સાથે ત્રીજા નંબરે હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન તેનું વેચાણ 16% વધીને 14,869 યૂનિટ થયું હતું. વેગનઆર લોન્ગ રાઇડિંગ હેચબેક દેશમાં ચોથી સૌથી વધુ વેચાતી હેચબેક હતી. હ્યુન્ડાઇની ગ્રાન્ડ i10 નિયોસ ઓગસ્ટ 2021માં 8,023 યૂનિટના વેચાણ સાથે પાંચમા નંબરે રહી હતી.

હોન્ડા અમેઝે ઓગસ્ટ 2021માં મારુતિ સુઝુકી ડિઝાયરના 6,591 યૂનિટ વેચીને ટોપ પર રહી. મારુતિ સુઝુકી ડિઝાયર ઓગસ્ટ 2021માં માત્ર 5,714 યૂનિટનું વેચાણ જ કરી શકી. હોન્ડા સિટી 2020માં આ સમયગાળા દરમિયાન 2,299 યૂનિટની સરખામણીએ 3,284 યૂનિટ સાથે ત્રીજા નંબરે રહી. હ્યુન્ડાઈ ઓરા ગત મહિને 3,094 યૂનિટનું વેચાણ કરવામાં સફળ રહી, જ્યારે 2020માં આ જ મહિના દરમિયાન 3,228 યૂનિટનું વેચાણ થયું હતું. ઓગસ્ટ 2021માં મારુતિ સુઝુકી સિયાઝ દેશમાં બીજી સૌથી વધુ વેચાનારી મિડસાઇઝ સિડેન હતી.

મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાએ ઓગસ્ટ 2021માં 12,906 યૂનિટ્સ નોંધાવ્યાં, જ્યારે 2020માં આ સમાન સમયગાળા દરમિયાન 6,903 યૂનિટના વેચાણ સાથે 87%નો વધારો નોંધાવ્યો હતો. ટાટા મોટર્સની નેક્સને ગયા મહિને 10,006 યૂનિટ વેચ્યાં હતાં, જ્યારે 2020માં સમાન મહિના દરમિયાન વેચવામાં આવેલા 5,179 યૂનિટની સરખામણીએ આમાં 93%નો વધારો નોંધાયો છે. હ્યુન્ડાઇ વેન્યૂ ત્રીજા નંબરે રહી, ગયા વર્ષે 8,377 યૂનિટ નોંધાયા હતા. ગયા મહિને કિઆ સોનેટ ચોથી સૌથી વધુ વેચાતી SUV બની હતી, જ્યારે મહિન્દ્રાની XUV300 2,990 યૂનિટની સરખામણીએ 5,861 યૂનિટ સાથે પાંચમા નંબરે રહી.

મારુતિ સુઝુકી ઇકોની ઓમની દેશમાં સૌથી વધુ વેચાતી MPV બની. તેમાં વાર્ષિક 17%નો વધારો થયો છે. તેણે ગયા વર્ષે 9,115 યૂનિટની સરખામણીએ 10,666 યૂનિટ વેચ્યાં હતાં. અર્ટિગા વેચાણમાં 33%ના ઘટાડા સાથે બીજા નંબરે આવી. અર્ટિગાએ ઓગસ્ટ મહિના દરમિયાન 9,302 યૂનિટ સામે 2020માં 6,251 યૂનિટ વેચ્યાં હતાં. ટોયોટા કિર્લોસ્કર મોટરે ઓગસ્ટ 2020માં 2,943 યૂનિટની સરખામણીએ કુલ 5,755 યૂનિટ વેચ્યાં હતાં. આ સાથે તેણે વેચાણમાં 96%નો વધારો નોંધાવ્યો હતો. આ રેસમાં તેણે રેનો ટ્રાઇબર અને હ્યુન્ડાઇ અલ્કાઝારને પણ પાછળ પાડી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...