તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલકમ 2021:નવી કાર લેવાનું પ્લાનિંગ કરતા હો તો ઉતાવળ ન કરો, નવાં વર્ષના પહેલા મહિનામાં જ 7 નવી ગાડીઓ લોન્ચ થઈ રહી છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં અસમાન આર્થિક મંદીને બાજુએ મૂકીને વર્ષ 2020 એ ​​ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ માટે વર્ષો માટે આ એક હળવું વર્ષ રહ્યું. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓછામાં ઓછી નવી કાર લોન્ચિંગની દૃષ્ટિએ વર્ષ 2021 સારું વર્ષ રહેશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષના પહેલા મહિનામાં જ ગાડીઓની એક સિરીઝ દેશમાં લોન્ચ થવા તૈયાર છે. અહીં એ 7 ગાડીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે જાન્યુઆરી 2021 માં ઇન્ડિયન માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે.

1. MG હેક્ટર પ્લસ 7-સીટર (MG Hector Plus 7-seater)

 • MG મોટરે હાલમાં જ જાહેર કર્યું છે કે, ભારતીય માર્કેટમાં આવતા મહિને હેક્ટર પ્લસનું સાત સીટવાળું વર્ઝન લોન્ચ કરવામાં આવશે. ભારતીય માર્કેટમાં હેક્ટર એ MGની પ્રથમ પ્રોડક્ટ હતી અને SUVએ પોતાના જોરદાર ફીચર લિસ્ટથી દેશમાં લોકપ્રિયતા મેળવી છે. MG કંપનીને લાગ્યું કે કારનું 7 સીટર વર્ઝનથી સફળતામાં એક પગલું આગળ જઈ શકાય છે.
 • જો કે, નવા 7 સીટ વર્ઝનમાં વચ્ચે એક બેંચ ટાઈપ હોય છે. કારને સમાન 1.5 લીટર પેટ્રોલ, હળવા હાઈબ્રિડની સાથે 1.5 લીટર પેટ્રોલ અને 2.0 લીટર ટર્બો ડીઝલ પાવરટ્રેન સાથે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત SUVના નવા 7 સીટને 6 સીટ હેક્ટર પ્લસની સમાન પ્રાઈઝ બેન્ડમાં રાખવામાં આવશે. તેની હાલની કિંમત 13.73 લાખ રૂપિયાથી 18.68 લાખ રૂપિયા વચ્ચે છે. કંપની હેક્ટર પ્લસ 6 સીટર 4×4 વેરિઅન્ટ પણ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે અને તેનું 7 સીટર વર્ઝન પણ જોવા મળશે.

2. ટાટા અલ્ટ્રોઝ ટર્બો (Tata Altroz Turbo)

 • અત્યાર સુધી ટાટા અલ્ટ્રોઝે 1.2 લીટર ત્રણ સિલિન્ડર નેચરલી ઈસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવ્યા છે જે 83Ps અને 113Nm ટોર્ક જનરેટ કરે છે, સાથે જ 1.5 લીટરનું સિલિન્ડર ડીઝલ એન્જિન 90Ps અને 200Nm ટોર્ક પર રેટેડ છે. બંને એન્જિન સ્ટાન્ડર્ડ રૂપે મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે રજૂ કરવામાં આવે છે. જો કે, ટાટા મોટર્સે પ્રીમિયમ હેચ માટે ટર્બો પેટ્રોલ એન્જિન રજૂ કરવાની પોતાની યોજનાની પુષ્ટિ કરી છે સાથે જ એક ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે પણ.
 • નવી પાવરટ્રેન 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ યુનિટ હશે જે 5500Rpm પર 110Psનો મેક્સિમમ પાવર અને 140Nmનો પીક ટોર્ક આપશે જે 1500-5500Rpm વચ્ચે ઉપલબ્ધ હશે. અલ્ટ્રોઝ ટર્બો આવતા મહિને વેચાણ માટે અવેલેબલ થશે અને તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી લઈને 8.75 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) સુધી હશે.

3. ટોયોટા ફોર્ચ્યુનર ફેસલિફ્ટ (Toyota Fortuner facelift)

 • ભારતમાં ઈનોવા ક્રિસ્ટા ફેસલિફ્ટને રજૂ કર્યા બાદ, ટોયોટાનું ફોકસ ફોર્ચ્યુનર પર છે. જ્યારે SUV માત્ર એક મિડ લાઈફ મેકઓફર પ્રાપ્ત કરવા માટે નિર્ધારિત છે. આશા છે કે કેટલીક નવી સુવિધાઓ સાથે નવી વિઝ્યુલ અપડેટ પણ કરી શકાય છે.
 • તેમાં 2.7 લિટર પેટ્રોલ અને 2.8 લિટર ડીઝર પાવરટ્રેન મળવાની સંભાવના છે, પરંતુ એન્જિનને પહેલાં કરતા વધુ સારી રીતે ટ્યુન કરવામાં આવી શકે છે. ડીઝલ મિલ હાલ 177PS અને 420Nm (6-સ્પીડ AT સાથે 450 Nm) પ્રોડ્યુસ કરે છે. જોકે અપડેટ થયા પછી તેને 204PS/500Nm પર રેટ કરવામાં આવશે. પેટ્રોલ પાવરટ્રેનને તે જ ટ્યુન સ્થિતિમાં રાખવામાં આવશે અર્થાત 166PS/245Nm.

4. ટોયોટા ફોર્ચ્યુનર લેજેન્ડર (Toyota Fortuner Legender)

 • ટોયોટાએ ઓફિશિયલી કેટલાક મહિના પહેલાં જ ફેસલિફ્ટેડ ફોર્ચ્યુનરનો ખુલાસો કર્યો હતો અને કંપની અપડેટેડ SUVને 6 જાન્યુઆરી, 2021એ ભારતમાં લોન્ચ કરશે. જોકે ફોર્ચ્યુનર ફેસલિફ્ટ આવ્યા બાદ કંપની સ્પેશિયલ લેજેન્ડર વેરિઅન્ટ રજૂ કરશે.
 • લેજેન્ડર ફોર્ચ્યુનર ફેસલિફ્ટનું એક સ્પોર્ટિયર વેરિઅન્ટ છે અને વધારે પ્રીમિયમ ઓફરને લીધે તે 7 સીટર SUVની લિસ્ટમાં ટોપ પર રહેશે. રેગ્યુલર ફોર્ચ્યુનરની સરખામણીએ ન માત્ર તેમાં કેટલાક એડિશનલ ફીચર્સ મળશે, બલકે તેમાં ઘણા કોસ્મેટિક ફેરફાર પણ જોવા મળશે. પાવરટ્રેન વિકલ્પ ફોર્ચ્યુનર ફેસલિફ્ટ જેવાં જ હોઈ શકે છે.

5. BMW 3 સિરીઝ ગ્રેન લિમોઝિન (BMW 3 Series Gran Limousine)

 • 3 સિરીઝ એ ભારતમાં સૌથી વધુ વેચાયેલી BMW કારમાંની એક છે અને જર્મન ઓટોમોબાઇલ કંપનીએ હવે દેશમાં કારનું લાંબું-વ્હીલબેઝ વર્ઝન લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. બીએમડબલ્યુ 3 સિરીઝ ગ્રેન લિમોઝિન તરીકે ઓળખાતી આ કાર આવતા મહિને ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. સ્ટાન્ડર્ડ મોડેલ કરતાં ગ્રેન લિમોઝિન વેરિઅન્ટમાં 110mm લાંબું વ્હીલબેઝ આપ્યું છે, જ્યારે રેગ્યુલર 3 સિરીઝ કરતાં 120mm લાંબુ છે.
 • ફીચર લિસ્ટ સાથે જ 2.0 લિટરનું ટર્બો પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન બધાને સ્ટાન્ડર્ડ 3 સિરીઝ સાથે શેર કરવામાં આવશે. બીએમડબ્લ્યુએ પુષ્ટિ કરી છે કે, 3 સિરીઝ ગ્રેન લિમોઝિન 21 જાન્યુઆરી, 2021ના ​​રોજ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે, નવું વેરિઅન્ટ રેગ્યુલર 3 સિરીઝ કરતાં થોડી વધુ મોંઘી હશે.

6. ઓડી A4 HsmnfHd' (Audi A4 Facelift)

 • 1, એપ્રિલ, 2020થી લાગુ થયેલા BS6 એમિશન નોર્મ્સ માટે ઓડીએ A4 લક્ઝરી સિડેનને અપગ્રેડ નથી કરી અને તેથી તેને ભારતમાં બંધ કરવામાં આવી હતી. જો કે, ઓટોમેકર પાસે સ્પષ્ટ રીતે તેને 2021 માટે લોન્ચ કરવાની યોજના છે અને તે નવા વર્ષમાં કંપનીનું પહેલું લોન્ચિંગ હશે.
 • જૂનાં મોડેલ કરતાં આગામી 2021 A4 ફેસલિફ્ટમાં મોટી સિંગલ ફ્રેમ ગ્રિલ DRL સાથે નવા હેડલેમ્પ, ટ્વિસ્ટેડ ફ્રંટ અને રિઅર બંપર સાથે નવા LED ટેલલેમ્પ જેવા કેટલાક ફેરફાર થશે. આ ઉપરાંત, તે 2.0-લિટરનું TSI એન્જિન હશે, જે મેક્સિમમ 190PS પાવર અને 320Nm પીક ટોર્ક આપે છે. તે 7-સ્પીડ DSG સાથે સ્ટાન્ડર્ડ જોડવામાં આવશે.

7. જીપ કમ્પસ (Jeep Compass)

 • જીપે વર્ષ 2017માં ભારતમાં કમ્પસ SUV 2017માં લોન્ચ કરી હતી અને નવાં વેરિઅન્ટ સિવાય વાહનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આવતા વર્ષે અમેરિકન કંપની આખરે કમ્પસને ખૂબ જરૂરી ફેસલિફ્ટ આપશે. જ્યારે એક્સટિરિયરમાં પણ કેટલાક ફેરફાર થશે. આ સાથે જ ઇન્ટિરિયરમાં પણ કેટલાક ફેરફાર જોવા મળશે.
 • ડેશબોર્ડની ડિઝાઇન અલગ હશે અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મોટી હશે અને એક ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ ઉમેરવામાં આવશે. અત્યારે જીપ કમ્પસની કિંમત 16.49 લાખ રૂપિયાથી 24.99 લાખ રૂપિયા છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ફેસલિફ્ટ મોડેલ થોડું વધારે મોંઘું હશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો