તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઈંગ ગાઈડ:ડીઝલ કાર લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જુઓ 10 એવી કારનું લિસ્ટ, જેની ગત મહિને સૌથી વધારે ડિમાન્ડ હતી

3 મહિનો પહેલા

BS6 એમિશન નોર્મ્સ લાગુ થયા બાદથી ડીઝલ કારની લોકપ્રિયતા પહેલા કરતાં ઘટી ગઈ હતી અને ઘણા કારણોથી તેનો ઉપયોગ માત્ર અમુક સેગમેન્ટ સુધી મર્યાદિત થઈ ગયો હતો- જેમાં એક કારણ એ પણ હતું કે ડીઝલ વેરિઅન્ટને નવા અને કડક નિયમોના અનુસાર અપગ્રેડ કરવી કંપનીઓ માટે ફાયદાનો સોદો નહોતો

જો કે, કેટલીક કાર કંપનીઓએ હજી પણ ડીઝલ કાર પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો અને પ્રીમિયમ સેગમેન્ટમાં તેજીના કારણે તેમને સમયની સાથે અપગ્રેડ પણ કરી. નીચે જુઓ ગત મહિને સૌથી વધારે વેચાયેલી ડીઝલ કારનું લિસ્ટ...

લિસ્ટમાં ટોપ પર ક્રેટા

  • ફેબ્રુઆરી 2021માં હ્યુન્ડાઈએ દેશમાં પોતાની સૌથી વધુ વેચાયેલી SUV ક્રેટાના કુલ 12,428 યુનિટ વેચ્યા, જેમાં 7,558 ડીઝલ અને બાકીના 4,870 પેટ્રોલ યુનિટ હતા.
  • આંકડા દર્શાવે છે કે, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા ગત મહિને ઘરેલુ માર્કેટમાં બીજી સૌથી વધુ વેચાયેલી ડીઝલ કાર હતી. ફેબ્રુઆરીમાં કંપનીએ કુલ 6,018 ઈનોવા ક્રિસ્ટા વેચી હતી. જેમાં 5,886 ડીઝલ અને 137 પેટ્રોલ યુનિટ હતા.
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની બોલેરો ત્રીજા સ્થાન પર છે. કંપનીએ બોલેરોના કુલ 4,843 યુનિટ વેચ્યા. સ્કોર્પિયો 3532 યુનિટની સાથે ચોથા સ્થાન પર હતી. બંને SUV માત્ર ડીઝલ એન્જિનમાં રજૂ કરવામાં આવે છે.
  • કિઆ સોનેટ કોમ્પેક્ટ SUV દેશમાં પાંચમી સૌથી વધુ વેચાયેલી ડીઝલ કાર હતી. ફેબ્રુઆરી 2021માં સોનેટના 3,397 ડીઝલ અને 4,600 પેટ્રોલ યુનિટ વેચાયા હતા. કુલ મળીને કંપનીએ ગત મહિને 7,997 સોનેટ વેચી. તેમજ કિઆએ આ જ સમયગાળામાં કુલ 8,305 સેલ્ટોસનું વેચાણ કર્યું હતું, જેમાં 3,150 ડીઝલ અને 5,155 પેટ્રોલ યુનિટ હતા. બંને SUVના વેચાણમાં પેટ્રોલ વેરિઅન્ટનું વધારે યોગદાન રહ્યું.
  • સાતમા ક્રમે મહિન્દ્રા થારે જગ્યા બનાવી. ગત મહિને 2228 ડીઝલ અને 614 પેટ્રોલ થાર વેચાઈ હતી. જ્યારે ટોયોટા ફોર્ચ્યુનર, ટાટા હેરિયર અને ફોર્ડ ઈકોસ્પોર્ટ ક્રમશઃ આઠમા, નવમા અને દસમા સ્થાન ક્રમે હતી.
ટોપ- 10 ડીઝલ કારડીઝલ સેલ્સપેટ્રોલ સેલ્સકુલ
1.હ્યુન્ડાઈ ક્રેટા7,5584,87012,428
2.ટોયોટા ઈનોવા5,8861326,018
3.મહિન્દ્રા બોલેરો4,84304,843
4.મહિન્દ્રા સ્કોર્પિયો3,53203,532
5.કિઆ સોનેટ3,3974,6007,997
6.કિઆ સેલ્ટોસ3,1505,1558,305
7.મહિન્દ્રા થાર2,2286142,842
8.ટોયોટા ફોર્ચ્યુનર2,030232,053
9.ટાટા હેરિયર2,03002,030
10.ફોર્ડ ઈકોસ્પોર્ટ1,9481,2233,171

*વેચાણના આંકડા ફેબ્રુઆરી 2021ના