તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રંટ ગિયર:બાઇક લઇને લોન્ગ રાઇડ પર જઈ રહ્યા હો તો સેફ્ટી સૂટ પહેરો, ધૂળ અને વરસાદની સાથે ઇજા થતાં પણ અટકાવશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ઋતુમાં જો તમે લોન્ગ રાઇડ પર જવાનું વિચારી રહ્યા હો તો સેફ્ટીનું સંપૂર્ણ ધ્યાન રાખો. એટલે કે બાઇકની સર્વિસિંગ સાથે તમારે રોડ સેફ્ટી સંબંધિત એક્સેસરીઝ પણ સાથે રાખવી જોઈએ. રેસિંગ સૂટ અથવા જેકેટ સેફ્ટી એક્સેસરીઝનો સૌથી મહત્ત્વૂર્ણ ભાગ છે. તમે ઘણીવાર જોયું હશે કે જે લોકો બાઇક લઇને લોન્ગ રાઇડ પર જતા હોય તેઓ મોટાભાગે આ સૂટ પહેરતાં હોય છે. આ સૂટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે તમારા રાઇડિંગને ઇઝી અને સેફ બનાવી દે છે. આ સંપૂર્ણપણે કમ્ફર્ટેબલ હોય છે. શિયાળાની ઋતુમાં તે ઠંડા પવન સામે પણ રક્ષણ પૂરું પાડે છે. ચાલો આ સૂટ વિશે જાણીએ...

બાઇકિંગ રેસિંગ સૂટ શું છે?
આ સૂટ એવા બાઇકર્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે, જે રેસિંગ અને લોન્ગ રાઇડિંગના શોખીન હોય છે. આ સૂટમાં સેલ્ફી એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ભૂલથી પણ તમે રાઇડિંગ દરમિયાન પડી જાઓ અથવા તમારો એક્સિડન્ટ થઈ જાય તો તમને ઇજા થવાથી બચી શકે છે. આ તમારી સંપૂર્ણ બોડીને સારી રીતે કવર કરી લે છે. જો કે, તમારા સૂટ સાથે હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે.

  • આ સૂટમાં બેન્ડ થતી જગ્યા પર સોફ્ટ પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે.
  • તમારી કોણી, ઘુંટણ, ખભા, પીઠવાળા ભાગને વધારે પ્રોટેક્ટ કરવામાં આવે છે.
  • સૂટ પર નાના-નાના ભાગમાં હવાવાળી જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી, અંદર ગરમી ના લાગે.
  • ઘણાં સૂટ વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ મટિરિયલ સાથે આવે છે જેનાથી તમારું રાઇડિંગ ચાલતું રહે છે.
  • સૂટ સાથે રાઇડિંગ ગ્લોવ્ઝ પહેરવાં પણ જરૂરી છે, તેમાં હાર્ડ પ્લાસ્ટિક હોય છે, જે ફિંગરને સેફ રાખે છે.

બાઇકિંગ સૂટની કિંમત
આ સૂટની ઓનલાઇન કિંમત 800થી 900 રૂપિયા વચ્ચે શરૂ થાય છે. જો કે, આ કિંમત ફક્ત અપર અથવા જેકેટ માટે હોય છે. આખા સૂટની મિનિમમ કિંમત આશરે 1,500 રૂપિયા છે. આ પછી, સારી ક્વોલિટી અને બ્રાંડ અનુસાર, તેની કિંમત 30 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. તેને ઓફલાઇન પણ ખરીદી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો