• Gujarati News
 • Utility
 • Automobile
 • If You Are Buying A Car For The First Time, Do Not Forget To Check 6 Features Including Power Window And Airbag In A Hurry, Otherwise Big Damage Can Happen.

ફ્રંટ ગિયર:પહેલીવાર ગાડી ખરીદી રહ્યા હો તો ઉતાવળમાં પાવર વિન્ડો અને એરબેગ સહિત 6 ફીચર્સ ચેક કરવાનું ન ભૂલો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સેફ્ટી માટે કારમાં ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) હોવી જરૂરી છે
 • પાવર વિંડો કમ્ફર્ટ માટે જ નહીં પણ સેફ્ટી માટે પણ ખૂબ જ જરૂરી ફીચર છે

નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવાં વર્ષને યાદગાર બનાવવા માટે ઘણા લોકો તેમની પહેલી ગાડી ખરીદશે. જો કે, નવી ગાડી ખરીદવાના ઉત્સાહમાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને અવગણવી યોગ્ય નથી. અહીં ગાડીમાં મળતાં કેટલાંક એવાં સ્પેશિયલ ફીચર્સની વાત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આજકાલ દરેક કંપની તેની ગાડીમાં એકથી એક ચઢિયાતા ફીચર્સ આપી રહી છે. તેમ છતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફીચર્સ ગાડીઓમાં નથી મળતાં અને ગ્રાહક પણ નવી માર્ગ દ્વારા, આજકાલ દરેક કંપની તેમની કારમાં એક કરતા વધારે સુવિધાઓ આપી રહી કાર ખરીદવાની આતુરતામાં આ ફીચર્સ પર ધ્યાન નથી આપતાં. તેનો અભાવ અને મહત્તવ થોડા સમય પછી સમજાય છે.
1. ABS અને એરબેગ

 • સૌપ્રથમ સેફ્ટી વિશે વાત કરીએ તો ગાડીઓમાં ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) એક મહત્ત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે. આ ફાસ્ટ સ્પીડમાં ઇમરજન્સી બ્રેકિંગ દરમિયાન કારને તમારા કન્ટ્રોલમાં રાખે છે અને તેને સ્લીપ થઈ જવા નથી દેતી. આ અકસ્માતની સંભાવના ઘટાડે છે.
 • બીજું મહત્ત્વપૂર્ણ ફીચર એરબેગ છે. આ ફીચર ગંભીર અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર અને મુસાફરોને ઈજાથી બચાવે છે. હજી પણ અનેક ગાડીઓમાં આ ફીચર સ્ટાન્ડર્ડ તરીકે મળી રહ્યું છે. જો તમે તમારી અને તમારા પરિવારને સુરક્ષાને મહત્ત્વ આપતા હો તો થોડી વધારે કિંમત આપીને એક સુરક્ષિત કાર ખરીદીને ઘરે લાવી શકે છે.

2. રિઅર પાર્કિંગ સેન્સર/કેમેરા અને સેન્સર્સ

 • ગીચ અથવા ભીડવાળી જગ્યાએ કાર પાર્ક કરવું એ સરળ કાર્ય નથી. આ સ્થિતિમાં રિઅર પાર્કિંગ સેન્સર અથવા કેમેરા તમારી સમસ્યાઓ ઘટાડી શકે છે અને તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફીચર તમને કારની પાર્ક કરતી વખતે કારની પાછળની પરિસ્થિતિથી વાકેફ રાખે છે. જ્યારે કારની નજીક કંઇક આવે ત્યારે તે તમને અલર્ટ કરી દે છે.
 • આ રીતે રિઅર પાર્કિંગ સેન્સર/કેમેરાની મદદથી તમે સરળતાથી કોઈપણ મુશ્કેલી વિના પાર્કિંગની જગ્યામાં કાર પાર્ક કરી શકો છો. આની મદદથી તમે તમારી જાતને અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડવાથી બચાવી શકો છો.

3. સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ

 • આ એક પ્રકારનું સેફ્ટી ફીચર છે, જે તમારી મહેનતની કમાણીથી ખરીદેલી કારને ચોરી થતાં બચાવે છે. સમય સાથે ચોર પણ એડવાન્સ્ડ થઈ ગયા છે. તેથી, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ તમારી કારની ચોરીની સંભાવનાને ઘણી હદ સુધી ઘટાડે છે.
 • આ ઉપરાંત, આ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન ચારેય દરવાજા પણ લોક કરે છે, જેથી ચાલતી કારમાં બાળકો આકસ્મિક રીતે દરવાજો ન ખોલી શકે. આ ફીચર્સ ઉપરાંત તે તમારી પાર્કિંગમાં પાર્ક થયેલી કારને શોધવામાં પણ મદદ કરે છે.

4. એન્ટરટેનમેન્ટ સિસ્ટમ વિથ બ્લુટૂથ કનેક્ટિવિટી

 • ઘણી કાર કંપનીઓએ મ્યુઝિક સિસ્ટમની સાથે બ્લુટૂથ, ઓક્સ અને USB કનેક્ટિવિટી આપવાનું શરૂ કર્યું છે. જર્ની લાંબી હોય કે નાની કારમાં સારી મ્યુઝિક સિસ્ટમ હોવી જોઈએ. આજકાલ ઘણી ગાડીઓમાં માત્ર મ્યુઝિક સિસ્ટમની જગ્યાએ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હોય છે.
 • આ કારમાં બીજા ફંક્શનની જાણકારી ઉપરાંત ફોનને કનેક્ટ કરવાની સુવિધા મળે છે. ઘણી સિસ્ટમ કોલિંગ, મેસેજિંગ અને નેવિગેશન સપોર્ટ કરે છે.

5. પાવર વિન્ડો

 • પાવર વિન્ડો પહેલાં એડવાન્સ ફીચરમાં સામેલ હતું પરંતુ હવે આ સામાન્ય ફીચર બની ગયું છે. તે આશરે દરેક કારમાં મળે છે. મોટાભાગની કારમાં આગળની વિન્ડો માટે આ ફીચર સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. માત્ર આરામ જ નહીં પણ સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ફીચર ખાસ છે.
 • તમારી કારમાં પણ આગળ પાછળ એમ બંને તરફ પાવર વિન્ડો હોય તેવા પ્રયત્નો કરો. બહારથી પણ તમે પાવર વિન્ડો લગાવી શકો છો, પણ સસ્તાને બદલે સારી ક્વોલિટી અને સર્વિસને ધ્યાનમાં રાખીને શો રૂમમાં લગાવવી વધારે યોગ્ય છે.

6. અડજસ્ટેબલ ORVM

 • કારમાં બહારની તરફના કાચને આઉટસાઈડ રિઅર વ્યૂ મિરર (ORVM)કે પછી વિંગ મિરર પણ કહેવાય છે. સુરક્ષિત અને સ્મૂધ ડ્રાઈવિંગ માટે તે મહત્ત્વના છે. હાલની મોટાભાગની કારમાં આ સ્ટાન્ડર્ડ ફીચર તરીકે અવેલેબલ હોય છે.
 • પરંતુ ઘણી કંપનીઓ એવી પણ હોય છે જે બેઝ વેરિઅન્ટમાં માત્ર ડ્રાઈવર સાઈડમાં જ અડજસ્ટેબલ વિંગ મિરર આપી રહી છે. બંને બાજુ વિંગ મિરર હોય તેવી કાર સિલેક્ટ કરો અને જો તમારા બજેટમાં બંને ઈલેક્ટ્રીકલી એડજસ્ટેબલ ORVM મળે તો તે બેસ્ટ છે.