તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Automobile
 • If There Is Confusion Between Aprilia SXR 160 And Suzuki Bergman Street 125 Scooters Compare Specifications And Find Out Which Scooter Is The Best

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમ્પેરિઝન:અપ્રિલિયા SXR 160 અને સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 સ્કૂટર વચ્ચે કન્ફ્યુઝન હોય તો સ્પેસિફિકેશન્સ કમ્પેર કરો અને કયું સ્કૂટર બેસ્ટ છે જાણો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને સ્કૂટરમાં સ્માર્ટફોન ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યાં છે
 • અપ્રિલિયા SXR 160 સિંગલ-ચેનલ ABSથી સજ્જ છે

અપ્રિલિયાના સ્કૂટર્સ હંમેશાં રાઇડિંગ માટે મજેદાર હોય છે અને તે દેખાવમાં પણ અટ્રેક્ટિવ હોય છે. કંપનીએ તાજેતરમાં જ ઇન્ડિયન માર્કેટમાં SXR 160 લોન્ચ કર્યું હતું, જેમાં SR 160 જેવું જ એન્જિન આપવામાં આવ્યું છે. પરંતુ તેમાં મેક્સી-સ્કૂટર ડિઝાઇન આપવામાં આવી છે. ભારતમાં આ સ્કૂટરની સીધી સ્પર્ધા માર્કેટમાં અન્ય મેક્સી-સ્કૂટર સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 સાથે છે. અહીં અમે તમને આ બંને સ્કૂટર્સનાં સ્પેસિફિકેશન્સની કમ્પેરિઝન જણાવી રહ્યાં છીએ...

સ્ટાઇલ બાબતે કયું વધારે સારું?
સ્ટાઇલિંગમાં આ બંને સ્કૂટર્સ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ એપ્રિલિયા આ સંદર્ભમાં થોડું સારું કામ કરે છે. તેમાં 12 ઇંચના વ્હીલ્સ અને લાંબું વ્હીલબેસ આપવામાં આવ્યું છે, જે એકદમ સારી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જ્યારે સુઝુકી તેના 12 ઇંચના ફ્રંટ અને 10 ઇંચના રિઅર વ્હીલ કોમ્બો અને લાંબા રિઅર ઓવરહાંગથી અસંતુષ્ટ લાગે છે. આનો અર્થ એ નથી કે તે સ્કૂટર સારું નથી દેખાતું. પરંતુ SXR આ સંદર્ભમાં થોડું સારું લાગે છે.

ઇક્વિપમેન્ટ્સ બાબતે કોણ આગળ?

 • ઇક્વિપમેન્ટ બાબતે બંને એકદમ સમાન છે. બંનેમાં LED હેડલાઇટ્સ અને ટેલલાઇટ્સ, ટેલિસ્કોપિક ફ્રંટ સસ્પેન્શન, મોનોશોક રિઅર સસ્પેન્શન અને ફ્રંટ વ્હીલ પર ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે. અપ્રિલિયાને સિંગલ ચેનલ ABSનો વધારાનો લાભ મળે છે.
 • દુર્ભાગ્યે આ બંનેમાંથી કોઈપણ સ્કૂટરમાં એક્સટર્નલ ફ્યુલ ફિલર કેપ આપવામાં નથી આવી, જે થોડું નિરાશાજનક છે.
 • આ બંને મેક્સી-સ્કૂટર્સ LCD ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપે છે. પરંતુ અપ્રિલિયા SXR 160માં ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ વાંચવા માટે વધુ મોટું અને સરળ છે.
 • બંને સ્કૂટર્સમાં તમારા સ્માર્ટફોન માટે એક ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યો છે, જે એક મોટું ફીચર છે.
 • બર્ગમેન 125 બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપે છે, જ્યારે SXR 160 એક્સ્ટ્રા ઓપ્શન તરીકે આ ફીચર આપે છે.

એન્જિન પર્ફોર્મન્સ કેટલું પાવરફુલ?

 • એન્જિનની બાબતમાં બંને વચ્ચે મોટો તફાવત છે. અપ્રિલિયા SXR 160 એ 160cc, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિનથી સજ્જ છે, જે 10.9PSનો પીક પાવર અને 11.6Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
 • બીજીબાજુ, સુઝુકી બર્ગમેન સ્ટ્રીટમાં બહુ નાની મોટર આપવામાં આવી છે. તેમાં 124ccનું એર-કૂલ્ડ સિંગલ સિલિન્ડર છે, જે 8.7PS અને 10Nm ટોર્ક જનરેટ કરે છે.

વેલ્યૂ ફોર મની સ્કૂટર કયું છે?

 • અપ્રિલિયા SXR 160ની કિંમત 1.25 લાખ રૂપિયા છે, જ્યારે સુઝુકી બર્ગમેન 125 સસ્તું છે, જેની કિંમત 81,286 રૂપિયા છે. (બંને કિંમતો એક્સ-શો રૂમ, દિલ્હી)
 • ચોક્કસપણે એવું લાગે છે કે બર્ગમેન 125 એ એક સારું વેલ્યૂ ફોર મની સ્કૂટર છે. જો કે, અપ્રિલિયા એક મોટા એન્જિન અને સારા ઇક્વિપમેન્ટ લિસ્ટ સાથે તેના હાઇ-પ્રાઇસ ટેગને યોગ્ય ઠેરવે છે. જો તમારું બજેટ મોટું હોય તો SXR 160 સ્કૂટર ચોક્કસપણે એક સારો ઓપ્શન છે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો