• Gujarati News
  • Utility
  • Automobile
  • If The Vehicle Is Scrapped, You Will Get 25% Discount In Road Tax, If The Registration Of An Old Vehicle Is Renewed, You Will Have To Pay 8 Times More Charge.

નિયમ:વ્હીકલ સ્ક્રેપ કરી નાખ્યું તો રોડ ટેક્સમાં 25% છૂટ મળશે, જૂની ગાડીનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવ્યું તો 8 ગણો વધુ ચાર્જ ચૂકવવો પડશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે જૂનું વ્હીકલ કબાડમાં આપવા અથવા સ્ક્રેપ કરાવવા પર સરકાર તરફથી રોડ ટેક્સ પર 25% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ નિર્ણય કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ થશે.

મંત્રાલયનું કહેવું છે કે, કબાડ માટે વાહન જમા કરાવવા પર સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના આધારે વાહન માલિકોને આ છૂટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ પર્સનલ વ્હીકલ્સ પર 25% અને કોમર્શિયલ વ્હીકલ્સ પર 15% સુધીનું રહેશે. મંત્રાલયે કહ્યું કે, આ ડિસ્કાઉન્ટ કોમર્શિયલ વ્હીકલના કિસ્સામાં 8 વર્ષ અને નોન-કોમર્શિયલ વ્હીકલ્સ માટે 15 વર્ષ સુધી રહેશે.

ગાડીઓનું રજિસ્ટ્રેશન અગાઉ કરતાં 8 ગણું મોંઘું થઈ જશે
નેશનલ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રોડ ટેક્સમાં 25% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે જૂના વાહનોને સ્ક્રેપમાં આપવામાં આવે તો નવાં વાહનોની ખરીદીમાં મળશે. જો તમારી ગાડી 15 વર્ષ જૂની થઈ ગઈ હોય અને તેનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું હોય તો તમારે 5,000 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ વર્તમાન રિન્યુઅલ ચાર્જ કરતાં 8 ગણો વધારો છે.

ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર સાથે જોડાયેલા નિયમો 1 ઓક્ટોબર 2021થી લાગુ
સ્ક્રેપેજ પોલિસી હેઠળ ફિટનેસ ટેસ્ટ અને સ્ક્રેપિંગ સેન્ટર સંબંધિત નિયમો 1 ઓક્ટોબર 2021થી અમલમાં આવ્યા છે. સરકાર અને PSU સાથે જોડાયેલા 15 વર્ષ જૂનાં વાહનોને કાઢી નાખવાના નિયમો 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. કોમર્શિયલ વ્હીકલ્સ માટે જરૂરી ફિટનેસ ટેસ્ટ સંબંધિત નિયમો 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે. અન્ય વાહનો માટે જરૂરી ફિટનેસ ટેસ્ટ સંબંધિત નિયમો 1 જૂન, 2024થી લાગુ થશે.

જૂની ગાડીઓ સ્ક્રેપ થઈ તો જ નવી ગાડીઓ પર ડિસ્કાઉન્ટ
સ્ક્રેપેજ સેન્ટરને નેશનલ ક્રાઈમ બ્યુરો સાથે પણ જોડવામાં આવશે. વ્હીકલ પોર્ટલ સાથે લિંક કરવાનો નિયમ એટલે રાખવામાં આવ્યો છે જેથી જૂના વાહનોને સરળતાથી ડી-રજિસ્ટર્ડ કરી શકાય અને તેના આધાર પર નવાં સર્ટિફિકેટ મેળવી શકાય. આ તમામ રેકોર્ડ ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ થશે. જૂની ગાડીઓ સ્ક્રેપ કર્યાં બાદ જ નવી ગાડીઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

15 વર્ષ જૂની ગાડીઓ પર નિયમ લાગુ
અત્યારે જૂની ગાડીઓનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાનો ચાર્જ 600 રૂપિયા છે. પરંતુ 15 વર્ષ જૂની ગાડીઓ માટે આ 5,000 રૂપિયા થઈ જશે. નવો નિયમ આવતા વર્ષે એપ્રિલમાં લાગુ થશે. અત્યારે જૂની બાઇકનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવા માટે 300 રૂપિયા આપવા પડે છે. પછથી નિયમ પ્રમાણે, 1,000 રૂપિયા ચૂકવવા પડશે. 15 વર્ષથી વધુ જૂની બસ અથવા ટ્રકનાં ફિટનેસ રિન્યૂઅલ સર્ટિફિકેટ માટે 12,500 રૂપિયા આપવા પડશે. અત્યારે આ દર 1,500 રૂપિયા છે. જો ગાડી મીડિયમ ગુડ્સ અથવા પેસેન્જર મોટર વ્હીકલ છે તો તેનો ચાર્જ 10,000 રૂપિયા રહેશે.

અન્ય સમાચારો પણ છે...