• Home
  • Utility
  • Automobile
  • If the power steering oil goes into the brake system the brake fails, the engine may lock if the car is running without oil

ઓટો ટીપ્સ / પાવર સ્ટીઅરીંગ ઓઇલ બ્રેક સિસ્ટમમાં જતું રહે તો બ્રેક ફેલ થઈ જાય છે, કાર ઓઇલ વગર ચાલતી રહે તો એન્જિન લોક થઈ શકે છે

If the power steering oil goes into the brake system the brake fails, the engine may lock if the car is running without oil

Divyabhaskar.com

Sep 09, 2019, 12:16 PM IST

ઓટો ડેસ્કઃ પાવર સ્ટીઅરિંગ ફ્લૂઇડ દેખાવમાં બ્રેક ફ્લૂઇડ જેવું લાગે છે. બેમાંથી કોઈ એકને બદલતી વખતે લોકો બીજાને થોડું ખાલી જુએ તો ટોપ-અપ કરી દે છે. આ ભૂલ હજારો રૂપિયાના રિપેરિંગ બિલનું કારણ બની શકે છે. જો પાવર સ્ટીઅરીંગ ઓઇલ બ્રેક સિસ્ટમમાં જતું રહે તો પછી બ્રેક ફેલ થવી નિશ્ચિત છે. આના કારણે ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ) પણ બદલવું પડી શકે છે.

બ્રેક ઓઇલ હળવું બળે તો પણ ગાડી ચલાવતા રહો
લગભગ દરેક કારને ‘લો ઓઇલ પ્રેશર’ના સમયે વોર્નિંગ લાઇટ બાળી દે છે. જો આ લાઇટ ચાલતી ગાડીમાં બળી જાય તો તેનો અર્થ એ કે ઓઇલ પ્રેશર ઝડપથી ઘટ્યું છે. આના ઘણા કારણો હોઈ શકે છે. આવું લીકના કારણે થઈ શકે છે. ઓઇલ પેસેજમાં આવેલા કોઈ અવરોધને કારણે અથવા ઓઇલ પંપમાં ખામીને લીધે હોઈ શકે છે. આવી સ્થિતિમાં કાર તાત્કાલિક બંધ કરવી જોઈએ. જો કાર ઓઇલ વગર ચાલતી રહે તો એન્જિન થોડીવારમાં લોક થઈ શકે છે.

ખોટાં ઓઇલનો ઉપયોગ કરવો
કારનાં એન્જિનને સારી એવરેજ આપવાની હોય છે, પિકઅપ સારું રાખવાનું હોય છે, સ્પીડ અને સ્મૂધનેસ જાળવવાની હોય છે. જો એન્જિન ઓઇલ યોગ્ય હોય તો આ બધા કાર્યો યોગ્ય રીતે ચાલશે. દરેક ઓઇલ દરેક એન્જિનમાં નથી નાખી શકાતું. કારનું ઓઇલ યુઝર મેન્યુઅલથી જાણવું પડશે અને તે જ વાપરવું પડશે.

X
If the power steering oil goes into the brake system the brake fails, the engine may lock if the car is running without oil
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી