કેટલાક લોકો રશ ડ્રાઈવિંગ કરે છે, જેનાથી કારના પાર્ટ્સ સમય કરતાં પહેલાં ખરાબ થઈ જાય છે. રશ ડ્રાઈવિંગની સૌથી ખરાબ અસર બ્રેક સિસ્ટમ પર પડે છે કારણ કે સ્પીડમાં વારંવાર બ્રેક લગાવવા પર બ્રેક સિસ્ટમ જલ્દી ખરાબ થઈ જાય છે. ભલે તે કાર હોય કે બાઈક રશ ડ્રાઈવિંગની અસર બ્રેક સિસ્ટમ પર જરૂર થતી હોય છે.
સામાન્ય રીતે આપણે બ્રેક માટે વધારે ગંભીરતા દર્શાવતા નથી, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન રાખીને આપણે બ્રેક લાઈફ વધારી શકીએ છીએ અને મેન્ટેનન્સનો ખર્ચો પણ ઓછો કરી શકીએ છીએ. આવો જાણીએ તેની ટિપ્સ...
1. બ્રેક સિસ્ટમ ગરમ ન થવા દો
જો બ્રેક સિસ્ટમ વધારે સુધી ગરમ રહે છે તો તેના પાર્ટ્સની ઉંમર તો ઓછી થાય જ છે અને તે ખરાબ થઈ જાય છે. તમારે બ્રેકનું તાપમાન ઓછું રહે તેનું ધ્યાન રાખવાનું છે. બ્રેકનું તાપમાન સ્પીડમાં વારંવાર બ્રેક મારવાથી અને ઢાળ ઉતરવા પર વધે છે. તેથી ધ્યાન રાખો કે અનાવશ્યક વારંવાર બ્રેક ન લગાવો.
2. બ્રેક સમયાંતરે ચેક કરો
તમે ભલે ગાડી સર્વિસમાં આપતા રહેતા હો પરંતુ તો પણ સમયાંતરે બ્રેક સિસ્ટમ ચેક કરી લેવી આવશ્યક છે. જે લોકો ગાડી માટે સંપૂર્ણ રીતે મેકેનિક પર નિર્ભર રહે છે તેમણે ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે.
3. રસ્તા પર અન્ય કારથી નિશ્ચિત અંતર રાખો
જો તમે રસ્તા પર તમારી આગળ રહેલી કારની એકદમ નજદીક ગાડી ચલાવશો તો તમારે વારંવાર બ્રેક મારવી પડશે. જેટલું વધારે બ્રેકિંગ એટલો વધારે ઘસારો. તેથી ધ્યાન રાખો કે રસ્તા પર આગળ રહેલી કારથી નિશ્ચિત અંતરે જ કાર ચલાવો.
4. ગિયર ડાઉન કરવાના ફાયદા
ગાડીની સ્પીડ ઓછી કરવા માટે તેને ઓછા ગિયરમાં લઈ જવાની ટ્રિક પણ બેસ્ટ છે. એક નિશ્ચિત સ્પીડ પર જ્યારે ગિયર ઓછું કરીએ છીએ તો તેના પર ગિયર બોક્સ પર ખરાબ અસર થતી નથી. ઢાળ ઉતરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.