ઓટો બાઈંગ ગાઈડ:પેટ્રોલના વધતા ભાવ તમને પરેશાન કરી રહ્યા છે, તો આ 9 CNG કાર તમારા માટે ઉપલબ્ધ છે; 33.54 કિમીની માઈલેજ આપશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લિસ્ટમાં સૌથી સસ્તી CNG કાર અલ્ટો 800 છે, તેની પ્રારંભિક કિંમત 4.33 લાખ રૂપિયા છે
 • 33.54km/kgની સાથે વેગનઆર CNG, લિસ્ટમાં સૌથી વધુ માઈલેજ આપતી કાર છે

કોરોનાના ડરથી લોકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ પોતાનું વાહન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ એક તરફ મંદીનું વાતાવરણ અને બીજી બાજુ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક વાહનો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર થયું નથી. આવી સ્થિતિમાં દરરોજ રનિંગ વધારે છે અને વધારે માઈલેજ તમારી પ્રાથમિકતાની આવશ્યકતા જ નહીં, તો CNG કાર એક સારો ઓપ્શન હોઈ શકે છે. અહીં અમે તમારા માટે 9 એવી CNG કારોનું લિસ્ટ તૈયાર કર્યું છે...

1. મારુતિ સુઝુકી અલ્ટો S-CNG (Maruti Suzuki Alto S-CNG)
પ્રારંભિક કિંમતઃ 4.33 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)
માઈલેજ: 31.59 km/kg*​​​​​​​

 • ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે હવે CNG મોડેલ માર્કેટમાં ઉતાર્યા છે. તેમાંથી એક છે અલ્ટો. તે કંપનીની સૌથી વધુ વેચાયેલી કાર પણ છે. CNGમાં તેના બે ટ્રિમ LXI CNG અને LXI(O) CNG ઉપલબ્ધ છે. સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, પેટ્રોલ અને CNG બંને મોડેલમાં જ 796ccનું એન્જિન છે. પેટ્રોલમાં 6000rpm પર 47hp અને 69nmનું એન્જિન આઉટપુટ મળે છે, જ્યારે CNGમાં 40hp અને 60nm એન્જિન આઉટપુટ મળે છે. બંનેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. તેમાં 32 લિટરની પેટ્રોલ ટેંક અને CNG માટે 60 લિટર કેપેસિટીની ટેંક છે.
 • CNG અલ્ટોમાં AC વિથ હીટર, પાવર સ્ટીઅરિંગ, ફ્રન્ટ પાવર વિંડો જેવા ફીચર્સ મળે છે જ્યારે સેફ્ટી માટે તેમાં એન્જિન ઈમોબિલાઈઝર, ડ્યુઅલ ફ્રંટ એર બેગ્સ, રિવર્સ પાર્કિંગ, સેન્સર, ABS વિથ EBD અને સ્પીડ અલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 31.59 km/kgનું માઈલેજ મળે છે. તેના LXI CNGની કિંમત 4.33 લાખ રૂપિયા, અને LXI(O) CNGની કિંમત 4.37 લાખ રૂપિયા છે. (તમામ કિંમત એક્સ-શોરૂમ, દિલ્હી)​​​​​​​

2. મારુતિ સુઝુકી વેગનઆર S-CNG (Maruti Suzuki WagonR S-CNG)
પ્રારંભિક કિંમતઃ 5.25 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)
માઈલેજ: 33.54km/kg*‎

વેગનઆર S-CNG બે ટ્રિમ LXI CNG અને LXI(O) CNGમાં ઉપલબ્ધ છે. CNG વેરિઅન્ટ પણ K10B 998ccનું એન્જિન છે, જે 5500rpm પર મેક્સિમમ 58hp પાવર અને 78nm ટોર્ક મળે છે. જો કે, તેના પેટ્રોલમાં એન્જિન આઉટપુટ 5500rpm પર 67hp અને 90nm છે. તેમાં પણ 32 લિટરનું પેટ્રોલ ટેંક અને CNG માટે 60 લિટર કેપેસિટીવાળી ટેંક છે.

સેફ્ટી અને સિક્યોરિટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ (ડ્રાઈવર અને પેસેન્જર), ABS અને EDB, સીટ બેલ્ટ રિમાઈન્ડર વિથ બઝર, સ્પીડ અલર્ટ સિસ્ટમ, રિઅર પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ લોકિંગ, ચાઈલ્ડ પ્રૂફ રિઅર ડોર લોક અને સીટ બેલ્ટ પ્રી-ટેન્શનર્સ જેવા ફીચર્સ મળે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 33.54km/kg* સુધી માઈલેજ મળે છે. તેના LXI CNGની કિંમત 5.25 લાખ રૂપિયા અને LXI(O) CNGની કિંમત 5.32 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હી)

3. મારુતિ સુઝુકી S-Presso S-CNG (Maruti Suzuki S-Presso S-CNG)
પ્રારંભિક કિંમત: 4.84 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત)
માઈલેજ: 31.2 km/kg*

 • મારુતિની માઈક્રો SUV તરીકે પોપ્યુલર એસ-પ્રેસોમાં ચાર CNG મોડેલ, LXI CNG,LXI(O) CNG, VXI CNG અને VXI(O) CNG ઉપલબ્ધ છે. બધામાં એક જેવું K10B 998ccનું એન્જિન છે, જેમાં CNGમાં 5500rpm પર 45hp અને 78nm ટોર્ક જ્યારે પેટ્રોલમાં 5500rpm પર 67hp અને 90nmનું ટોર્ક એન્જિન આઉટપુટ મળે છે. CNG માટે તેમાં 55 લિટરનું ટેંક મળે છે.
 • CNG એસ-પ્રેસોમાં AC વિથ હીટર, પાવર સ્ટીઅરિંગ, રિમોટ કીલેસ એન્ટ્રી અને ફ્રન્ટ પાવર વિંડોઝ જેવા ફીચર્સ મળે છે. જ્યારે સેફ્ટી અને સિક્યોરિટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS વિથ EBD, સીટ બેલ્ટ રિમાઈન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ અલર્ટ સિસ્ટમ અને એન્જિન ઈમોબિલાઈઝર સહિત ઘણા ફીચર્સ મળે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 31.2 km/kg* માઈલેજ મળે છે. CNG LXI: 4.84 લાખ રૂપિયા, LXI(O): 4.90 લાખ રૂપિયા, VXI: 5.07 લાખ રૂપિયા અને VXI(O): 5.13 લાખ રૂપિયા છે. (તમામ કિંમત એક્સ-શોરૂમ દિલ્હી)

4. મારુતિ સુઝુકી સેલેરિયો S-CNG (Maruti Suzuki Celerio S-CNG)
પ્રારંભિક કિંમત: 5.60 લાખ રૂપિયા(એક્સ-શો રુમ, દિલ્હી)
માઈલેજ: 30.47 km/kg*

 • સુઝુકીની કાર ઘણા સમયથી ભારતીય માર્કેટમાં એક્ટિવ છે અને પોપ્યુલર ફેમિલી કારમાંથી પણ એક છે. CNGમાં તેના બે મોડલ VXI CNG અને VXI(O) CNG અવેલેબલ છે. એન્જિનની વાત કરીએ તો તેમાં K10B 998ccનું એન્જિન મળે છે. CNGમાં તે 58hp અને 78 Nmનો ટોર્ક અને પેટ્રોલમાં 67hp અને 90Nmનો એન્જિન આઉટપુટ જનરેટ કરે છે.
 • તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. પેટ્રોલ માટે તેમાં 35 લીટર અને CNG માટે તેમાં 60 લીટરની ટેંક મળશે. સેફ્ટી અને સિક્યોરીટી માટે તેમાં ડ્યુઅલ એર બેગ્સ, એબીએસ વિથ ઈબીડી, સીટ બેલ્ટ રિમાઈન્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર, Pedestrian પ્રોટેક્શન સહિત ઘણા ફીચર્સ મળે છે. કંપનીનો દાવો છે કે, તેમાં 30.47 km/kg*નું માઈલેજ મળે છે. તેની VXI CNG કિંમત 5.60 લાખ રૂપિયા અને VXI(O) CNGની કિંમત 5.68 લાખ રૂપિયા છે. (દરેક કિંમતો એક્સ-શોરૂમ, દિલ્હી)

5. મારુતિ સુઝુકી ઇકો CNG(Maruti Suzuki Eeco CNG)
પ્રારંભિક કિંમત: 4.95 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)
માઈલેજ:20.88 km/kg*

 • મારુતિ સુઝુકીની એક સસ્તી મલ્ટી યુટિલિટી વ્હીકલ તરીકે માર્કેટમાં અવેલેબલ છે. CNGમાં તેના ત્રણ મોડલ 5-સીટર AC CNG, ઇકો CNG અને ઇકો કાર્ગો AC CNG અવેલેબલ છે. ત્રણમાં જ 1196ccનું G12B એન્જિન મળે છે. CNGમાં તે 61hp/86Nmનો આઉટપુટ અને પેટ્રોલમાં તે 72hp/98Nmનો એન્જિન આઉટપુટ જનરેટ કરે છે. પેટ્રોલ માટે તેમાં 40 લીટરની ટેંક અને CNG માટે તેમાં 65 લીટરની ટેંક મળે છે.
 • કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 20.88 km/kg* માઈલેજ મળશે. તેના ઇકો કાર્ગો CNG મોડલની કિંમત 4.64 લાખ રૂપિયા, 5 સીટર AC CNGની કિંમત 4.95 લાખ રૂપિયા અને ઇકો કાર્ગો AC CNGની કિંમત 5.06 લાખ રૂપિયા છે. (દરેક કિંમતો એક્સ-શો રુમ, દિલ્હી)

6. મારુતિ સુઝુકી અર્ટિગા S-CNG (Maruti Suzuki Ertiga S-CNG)
પ્રારંભિક કિંમત: 8.95 લાખ રૂપિયા (એક્સ-શો રુમ, દિલ્હી)
માઈલેજ: 26.08 km/kg*

 • CNGમાં અર્ટિગાનું આ એક જ મોડલ VXI CNGમાં અવેલેબલ છે. તેમાં 1462ccનું K15B એન્જિન છે. CNGમાં 91hp/122Nmનો આઉટપુટ જ્યારે પેટ્રોલમાં 103hp/138Nmનો એન્જિન આઉટપુટ મળે છે.
 • CNG માટે તેમાં 60 લીટરની ટેંક મળે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમાં 26.08 km/kgનું માઈલેજ મળે છે. તેના VXI CNG વેરિઅન્ટની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 8.95 લાખ રૂપિયા છે.

7. હ્યુન્ડાઈ સેન્ટ્રો સીએનજી (Hyundai Santro CNG)
પ્રાંરભિક કિંમત: 5.85 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)
માઈલેજ: 30.48 km/kg*

 • ફેક્ટ્રી ફિટેડ CNG કિટ સાથે હ્યુન્ડાઈ સેન્ટ્રોના 2 ટ્રિમ-મેગ્ના અને સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે. બંનેમાં 1.1 લિટરનું Epsilon MPi BS6 એન્જિન મળે છે, જે 59hpનો પાવર અને 85Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઓપ્શન મળે છે. પેટ્રોલ માટે તેમાં 35 લિટર અને CNG માટે તેમાં 60 લિટરનું ટેન્ક મળે છે.
 • કંપનીનો દાવો છે કે તેમાં 30.48 km/kg માઈલેજ મળે છે. તેના મેગ્ના CNGની કિંમત 5.85 લાખ રૂપિયા અને સ્પોર્ટ્સ CNGની કિંમત 5.99 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો એક્સ-શો રૂમ, દિલ્હી)

8. હ્યુન્ડાઈ ગ્રેન્ડ આઈ10 નિઓસ સીએનજી (Hyundai Grand i10 NIOS CNG)
પ્રારંભિક કિંમત: 6.65 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)
માઈલેજ: 20.7 km/kg*

 • આ કારમાં પણ CNGના મેગ્ના અને સ્પોર્ટ્સ વેરિઅન્ટ અવેલેબલ છે. તેમાં 1.2 લિટરનું ડ્યુઅલ VTVT બાય ફ્યુલ CNG એન્જિન છે, જે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે અટેચ છે. પેટ્રોલ+CNG મોડેલમાં 68hpનો પાવર અને 95Nm ટોર્ક મળે છે.
 • સેફ્ટી અને સિક્યોરિટી માટે રિયર પાર્કિંગ સેન્સર, ડ્યુઅલ એરબેગ્સ વિથ પ્રીટેન્શનર્સ ABS વિથ ઈબીડી જેવાં ફીચર્સ મળે છે. તેનું માઈલેજ 20.7 km/kg જેટલું છે. તેના મેગ્ના CNGની કિંમત 6.64 લાખ રૂપિયા અને સ્પોર્ટ્સ CNGની કિંમત 7.18 લાખ રૂપિયા છે. (તમામ કિંમતો એક્સ-શો રૂમ, દિલ્હી)

9. હ્યુન્ડાઈ ઓરા સીએનજી (Hyundai Aura CNG)
કિંમત: 7.29 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)
માઈલેજ: 28 km/kg*

 • તાજેતરમાં જ હ્યુન્ડાઈએ એક્સેન્ટના રિપ્લેસમેન્ટ તરીકે ઓરા લોન્ચ કરી છે. આ કોમ્પેક્ટ સેડાનમાં પણ CNGનો ઓપ્શન મળે છે. જોકે તેમાં એક જ વેરિઅન્ટ ઓરા S CNG મળે છે. તેમાં 1.2 લિટર VTVT બાય ફ્યુલ એન્જિન મળે છે, જે 68hp અને 95Nm ટોર્ક જનરેટ કરે છે, જેને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે અટેચ કરવામાં આવ્યું છે.
 • સેફ્ટી અને સિક્યોરિટી માટે તેમાં એન્જિન ઈમોબિલાઈઝર, ઈમર્જન્સી સ્ટોપ સિગ્નલ, સેન્ટ્રલ લોકિંગ, ડ્યુઅલ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર અને ABS વિથ ઈબીડી સહિત અનેક ફીચર્સ મળે છે. તેમાં આશરે 28 km/kg* સુધીનું માઈલેજ મળે છે. આ કારની દિલ્હી એક્સ-શો રૂમ કિંમત 7.29 લાખ રૂપિયા છે.
અન્ય સમાચારો પણ છે...