હ્યુન્ડાઇએ તેનો સ્માર્ટ કેર ક્લિનિક પ્રોગ્રામ શરૂ કર્યો છે. 10 દિવસ સુધી ચાલનારો આ પ્રોગ્રામ 14થી 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ પ્રોગ્રામ દેશમાં 1288 હ્યુન્ડાઇ સર્વિસ પોઇન્ટ પર શરૂ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને ઘણા લાભ આપવામાં આવી રહ્યા છે, જેમાં ઓફર્સ સાથે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને સ્પેશિયલ ચેકઅપ સામેલ છે.
હ્યુન્ડાઇના સ્માર્ટ કેર ક્લિનિક દરમિયાન ફ્રી ટોપ વોશ, મિકેનિકલ પાર્ટ્સ પર 10% ડિસ્કાઉન્ટ, કોમ્પ્લિમેન્ટ્રી 50 પોઇન્ટ ચેર, નવી ગાડીની ખરીદી પર 70,000 રૂપિયાનું આકર્ષક ડિસ્કાઉન્ટ, તમામ વેલ્યુ એડેડ સર્વિસ પર 20% ડિસ્કાઉન્ટ, મિકેનિકલ લેબર પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
200 લકી ગ્રાહકોને ગિફ્ટ મળશે
આ પ્રોગ્રામમાં 200 લકી ગ્રાહકોને કોમ્પ્લીમેન્ટ્રી 1 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી, લકી 1000 ગ્રાહકો માટે કોમ્પ્લીમેન્ટ્રી 100 રૂપિયા સુધીનું એમેઝોન વાઉચર/ફ્યુલ કાર્ડ આપવામાં આવશે. આ સ્કીમ 14 ડિસેમ્બર, 2020ના રોજ શરૂ થવાની છે. કંપની આ વર્ષના અંતમાં ગ્રાહકોને આકર્ષવા માટે આ સ્માર્ટ કેર ક્લિનિક પ્રોગ્રામ શરૂ કરી રહી છે.
હ્યુન્ડાઇ સર્વિસ ફેસિલિટીને કંપનીની 360૦ ડિગ્રી ડિજિટલ અને કોન્ટેક્ટ લેસ સર્વિસનો અનુભવ થઈ શકે છે. ઓનલાઇન સર્વિસ બુકિંગથી લઇને વ્હીકલ સ્ટેટસ અપડેટ, પિક અને ડ્રોપ ઘર અથવા ઓફિસથી લઇને ઓનલાઇન પેમેન્ટ ફેસિલિટી સુધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
આ પ્લેટફોર્મ પર વધુ 1 લાખ ગ્રાહકો જોડાયા
કંપનીએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગ્રાહકો સબ્સ્ક્રાઇબ થયા છે. કંપનીએ 'મોબિલીટી મેમ્બરશિપ પ્રોગ્રામ' હેઠળ સર્વિસ આપવા માટે 31 બ્રાંડ્સ સાથે ભાગીદારી કરી છે. કંપની તેને ભારતીય માર્કેટમાં તેના પ્રકારનો ફર્સ્ટ મેમ્બરશિપ પ્રોગ્રામ ગણાવી રહી છે.
હ્યુન્ડાઇ મોબિલિટી મેમ્બરશીપ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને તેમના સ્માર્ટફોન પર ઓફર વિશે જાણ કરવામાં આવી રહી છે. કંપનીએ કારની એક્સેસરીઝ, લુબ્રિકન્ટ અને ટાયર માટે હ્યુન્ડાઇ મોબિસ, શેલ અને જેકે ટાયર્સ સાથે ભાગીદારી કરી છે. તેમજ, કંપનીએ મોબિલિટી ઓફર માટે રેવ, ઝૂમકાર, એવિસ અને સવારી જેવા રાઇડ પાર્ટનર સાથે હાથ મિલાવ્યો છે.
આ ઉપરાંત, કંપનીએ મનોરંજન માટે ગાના અને Zee5, ફૂડ માટે ડાઇનઆઉટ અને ચાયોસ, હેલ્થ માટે 1MG, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ માટે પોર્ટ્રોનિક્સ અને લર્નિંગ માટે વેદાંતુ એપ્લિકેશન સાથે ભાગીદારી કરી છે. કંપનીના ગ્રાહકો એપ દ્વારા તેનો લાભ લઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.