અપકમિંગ:હ્યુન્ડાઇની નવી i20 કાર જૂનમાં લોન્ચ થઈ શકે છે, નવી સ્ટાઇલિંગ, ઇન્ટિરિયર અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ઇન્ડિયન માર્કેટમાં નવી i20 લાવવાની તૈયારી કરી રહી રહી છે. આ પ્રીમિયમ હેચબેક જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે. ન્યૂ જનરેશન Hyundai i20 નવી સ્ટાઇલિંગ, નવાં ઇન્ટિરિયર અને લેટેસ્ટ ફીચર્સ સાથે આવશે.

શાર્પ લુક
નવી હ્યુન્ડાઇ i20 કાર કરન્ટ મોડેલ કરતાં વધારે શાર્ક અને સ્પોર્ટી છે. કારના ફ્રંટમાં હેક્સાગોનલ ગ્રિલ, એન્ગ્યુલર ડિઝાઇન સાથે નવા હેડલેમ્પ, રિવાઇઝ્ડ બંપર, સ્લિક એર ઇન્ટેક અને નવા ફોગ લેમ્પ એસેમ્બલ કરવામાં આવ્યા છે. કાર LED બ્રેક લાઇટ, રિવાઇઝ્ડ વિંગ મિરર્સ, મોટા આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર અને નવા લોય વ્હીલ સાથે આવશે.

નવું મોડેલ વધારે લાંબું હશે
આ કારનું નવું મોડેલ કરન્ટ મોડેલ કરતાં 5mm વધારે લાંબું અને 30mm વધારે પહોળું છે. જોકે, કારની ઊંચાઈ 24mm ઓછી થઈ ગઈ છે. તેનું વ્હીલબેઝ 10mm વધી ગયું છે, જેનાથી કારમાં પાછળ બેસનારા પેસેન્જર્સને સારો લેગરૂમ મળશે. નવી હ્યુન્ડાઇ i20માં સામાન રાખવા માટે 351 લિટરની જગ્યા છે, જે કરન્ટ મોડેલ કરતાં 25 લિટર વધારે છે.

કેબિન

કંપનીએ થોડા સમય પહેલાં જ નવી કારની કેબિનના ફોટોઝ શેર કર્યા હતા. ન્યૂ જનરેશન i20નું ઇન્ટિરિયર એકદમ નવું બનાવવામાં આવ્યું છે. તેમાં મોટું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ અને એન્ડ્રોઇડ ઓટો-એપલ કારપ્લે સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
ફીચર્સ
આ કાર હ્યુન્ડાઇની બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી સાથે આવશે. આ ઉપરાંત, તેમાં એમ્બિઅન્ટ લાઇટિંગ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, કી-લેસ એન્ટ્રી, પુશ બટન અને પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ જેવાં ફીચરેસ હશે. સેફ્ટી માટે 6 એરબેગ્સ, EBD, ABS, રિઅર વ્યૂ કેમેરા અને રિઅર પાર્કિંગસેન્સર જેવાં ફીચર્સ મળશે. કેટલીક લીક થયેલી તસવીરોમાં કાર સનરૂફ સાથે પણ જોવા મળી રહી છે.

પાવરફુલ એન્જિન
નવી હ્યુન્ડાઇ i20માં 1.0 લિટર ટર્બો પેટ્રોલ, 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનના ઓપ્શન મળશે. 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન કંપનીની નવી કાર ઓરાનું હશે, જે 99bhp પાવર જનરેટ કરે છે. તેમજ, 1.2 લિટર પેટ્રોલ 83bhp પાવર અને 1.5 લિટર ડીઝલ એન્જિન 115bhp પાવર જનરેટ કરે છે. ગિયરબોક્સ માટે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટરના ઓપ્શન મળશે.