તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીક:લોન્ચિંગ પહેલાં હ્યુન્ડાઇ વર્નાની કિંમત લીક થઈ, પ્રારંભિક કિંમત 9.30 લાખ રૂપિયા હશે

ઓટોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ઇન્ડિયા ભારતના ઓટોમોબાઇલ માર્કેટમાં તેની પોપ્યુલર કાર વર્નાનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર વિશે છેલ્લા ઘણા સમયથી અપડેટ્સ મળી રહી છે. હવે આ કારની પ્રારંભિક કિંમતનો ખૂલાસો થઈ ગયો છે. આ મિડસાઇઝ સિડેનની પ્રારંભિક કિંમત 9.30 લાખ રૂપિયા હશે. અપડેટેડ વર્ના 4 ટ્રિમ્સ અને 5 એન્જિન ગિયરબોક્સનાકોમ્બિનેશન સાથે આવશે. આ કાર કુલ 11 વેરિઅન્ટ્સ અવેલેબલ હશે. ફેસલિફ્ટ વર્ઝનમાં કેટલીક કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. આ ઉપરાંત, કારમાં કેટલાક નવા ઇક્વિપમેન્ટ્સ અને એન્જિન પણ ઉમેરાશે.

પેટ્રોલ વેરિઅન્ટ્સની કિંમત

1.5 લિટર પેટ્રોલ S - 9,30,585 રૂપિયા
1.5 લિટર SX- 10,70,389 રૂપિયા
1.5 લિટર SX(O)- 12, 59,900 રૂપિયા
1.0 લિટર ટર્બો પેટ્રોલ DCT SX(O)- 13,99,000 રૂપિયા

ડીઝલ વેરિઅન્ટ્સની કિંમત
1.5L ડીઝલ S- 10,65,585 રૂપિયા
1.5L ડીઝલ SX- 12, 05,389 રૂપિયા
1.5L ડીઝળ SX(O)- 13,94,900 રૂપિયા

ફીચર્સ
હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટના ફ્રંટમાં નવી ક્રોમ ફિનિશ ગ્રિલ, નવા LED હેડલેમ્પ, રિડિઝાઇન્ડ LED DRL અને નવું બંપર આપવામાં આવ્યું છે. સાઇડથી આ કાર કરન્ટ મોડેલ જેવી જ લાગે છે. જો કે, તેમાં નવા ડ્યુલ ટોન ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને સિલ્વર ડોર હેન્ડલ છે.
ફેસલિફ્ટ મોડેલમાં રિઅરમાં નવી ડિઝાઇનની બૂટ લીડ, નવા LED ટેલલેમ્પ, નવા રિઅર બંપર, શાર્પ ફ્રીઝ અને રિફ્લેક્ટર અને ડિફ્યૂઝરની ચારેબાજુ ક્રોમ એલિમેન્ટ્સ આપવામાં આવ્યાં છે. તેમજ, વર્ના ફેસલિફ્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે.

ઇન્ટિરિયર
નવી વર્નાની ઇન્ટિરિયરની તસવીરો હજી સામે નથી આવી. જો કે, આ નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવશે, જે બ્લુલિંક ટેક્નોલોજીથી સજ્જ હશે. બ્લુલિંગ ટેક્નોલોજીમાં સેફ્ટી, સિક્યોરિટી, રિમોટ એક્સેસ, વ્હીકલ રિલેશનશિપ મેનેજમેન્ટ, લોકેશન બેઝ્ડ સર્વિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેઠળ 45 કનેક્ટેડ કાર ફીચર્સ મળશે.
આ ઉપરાંત, કારમાં કલર TFT સાથે ડિજિટલ ક્લસ્ટર, ફ્રંટ વેન્ટિલેટેડ સીટ્સ, ઇમર્જન્સી સ્ટોપ સિગ્નલ, વાયરલેસ ફોન ચાર્જર, ઇકો કોટિંગ, રિઅર USB ચાર્જર અને Arkamys પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવાં ફીચર્સ હશે.

એન્જિન
હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટમાં BS6 કમ્પ્લાયન્ટ નવાં એન્જિન મળશે. કારમાં 1.5 લિટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન હશે, જે નવી ક્રેટામાંથી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક 1.0 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન મળશે. 1.5 લિટરવાળા બંને એન્જિનનો પાવર 113 bhp છે. 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 118 bhp પાવર અને 172 Nm ટોર્ક જનરેટ કરે છે.

ગિયરબોક્સ
ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ મળશે. 1.5 લિટરવાળા બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યાં છે. 1.5 લિટર પેટ્રોલ સાથે CVT અને ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે.