ઓટો ડેસ્કઃ કોરોના વાઇરસનો ભય વિશ્વભરમાં ફેલાયેલો છે. આ વાઇરસને કારણે નવી ગાડીઓનું લોન્ચિંગ પણ પાછળ ધકેલાઈ રહ્યું છે. કોરોનાને કારણે હ્યુન્ડાઇની બે નવી ગાડીઓ હવે મોડી લોન્ચ થશે. આ કાર્સમાં વર્ના અને ટૂસોનના ફેસલિફ્ટ મોડેલ સામેલ છે. વર્ના ફેસલિફ્ટ 26 માર્ચ અને ટૂસોનનું ફેસલિફ્ટમોડેલ એપ્રિલ મહિનાની શરૂઆતમાં લોન્ચ થવાનું હતું. પરંતુ દેશવ્યાપી લોકડાઉનને કારણે આ ગાડીઓની લોન્ચિંગ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી છે.
એન્જિન ડિટેલ્સ
હ્નુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે. તેમાં 1.5 લિટર પેટ્રોલ, 1.5 લિટર ડીઝલ અને 1.0 લિટર GDI ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે. 1.5 લિટરવાળા પેટ્રોલ-ડીઝલ એન્જિનનું પાવર આઉટપુટ 113bhp છે. તેમજ, ટર્બો પેટ્રોલ એન્જિન 118bhp પાવર અને 172Nm ટોર્ક જનરેટ કરે છે.
બીજીબાજુ, ટૂસોન ફેસલિફ્ટમાં 2.0 લિટર ડીઝલ અને 2.0 લિટર પેટ્રોલ એન્જિનના ઓપ્શન મળશે. તેમાં ત્રણ ડ્રાઇવિંગમોડ ઇકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ મળશે. હ્યુન્ડાઇની આ SUV ત્રણ વેરિઅન્ટ GL 2WD, GLS 2WD અને GLS 4WDમાં આવશે.
કનેક્ટેડ કાર ટેક્નોલોજી
આ બંને ફેસલિફ્ટ ગાડીઓમાં હ્યુન્ડાઇની બ્લુલિંક કનેક્ટેડ કાર ટેક્નોલોજી મળશે. તેમાં વ્હીકલ રિલેશનશિપ મેનેજમેન્ટ, લોકેશન બેઝ્ડ સર્વિસ, સેફ્ટી, સિક્યોરિટી, અલર્ટ સર્વિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિમોટ એક્સેસ જેવાં અનેક ફીચર્સ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.