ન્યૂ લોન્ચ / હ્યુન્ડાઇ વર્ના 2020 કાર લોન્ચ થઈ, ટર્બો એન્જિન સાથે અપડેટેડ ફીચર્સ મળશે

X

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 06:17 PM IST

દિલ્હી. હ્યુન્ડાઇએ ઇન્ડિયામાં તેની લોકપ્રિય સિડેન વર્નાનું નવું મોડેલ ભારતમાં લોન્ચ કરી દીધું છે. 2020 વર્નાની પ્રારંભિક કિંમત 9.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારને BS6 કમ્પ્લાયન્ટ ટર્બો પેટ્રોલ એન્જિન સાથે કુલ 5 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. નવાં મોડેલ કરતાં નવી વર્ના બોલ્ડ લુક સાથે પર્ફોર્મન્સ અને અપડેટેડ ફીચર્સથી સજ્જ છે.

એન્જિન ડિટેલ્સ

2020 વર્નામાં BS6 ડીઝલ અને પેટ્રોલ એન્જિનનો ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં 1.5 લિટર ડીઝલ, 1.5 લિટર લિટર ડીઝલ અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ સામેલ છે, જેમાં 1.5 લિટર ડીઝલ એન્જિનને 6 સ્પીડ AMT અને AMT સાથે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિનને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સાથે રજૂ કર્યું છે. આ ટર્બો એન્જિન સાથે પેડલ શિફ્ટર્સની પણ સુવિધા આપવામાં આવી છે, જે અન્ય વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ નહીં થાય.

એલોય સ્પોર્ટી વ્હીલ મળશે

નવી વર્નામાં આઉટગોઇંગ મોડેલ જેટલું જ ડાયમેન્શન આપવામાં આવ્યું છે. એટલે આ કાર હજી પણ 2,600mmના વ્હીલબેઝ સાથે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, લંબાઈ 1,475mm, પહોળાઈ 1,729mm અને ઉંચાઈ 4,440mm હશે. એક્સટિરિયરમાં હવે આગળની બાજુ LED હેડલાઇટ્સ સાથે એક ડાર્ક ક્રોમ રેડિએટર ગ્રિલ આપવામાં આવી છે, જ્યારે ટર્બો વેરિઅન્ટમાં ટ્વીન-ટિપ મફલર, ગ્લોસી બ્લેક ગ્રિલ અને ઓલ બ્લેક ઇન્ટિરિયર્સ સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ ડ્યુઅલ ટોન સ્ટાઇલ સ્ટીલ વ્હીલ અને નવા ડાયમંડ કટ એલોય સ્પોર્ટી વ્હીલનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

ફીચર્સ

2020 વર્નામાં 12 સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યાં છે, જેમાં બ્લુ લિંક કનેક્ટિવિટી, ફ્રંટ વેન્ટિલેટેડ સીટ્સ, 10.67 સેમીના કલર TFT સાથે ડિજિટલ ક્લસ્ટર, વાયરલેસ ફોન ચાર્જર, સ્માર્ટ ટ્રંક, આર્કમાઇસ સાઉન્ડ સિસ્ટમ, રિઅર વ્યૂ મોનિટર, ECO કોટિંગ વગેરે સામેલ છે. આ ઉપરાંત. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ પણ સામેલ કરવામાં આવ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી