તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિ-સ્ટાર્ટ:હ્યુન્ડાઇએ 255 શોરૂમ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યા, ફક્ત 2 દિવસમાં 170 ગાડીઓની ડિલિવરી કરાઈ

દિલ્હી10 મહિનો પહેલા

દેશમાં કેટલીક જગ્યાઓ પર કોરોનાની મહામારી વચ્ચે હ્યુન્ડાઇ ઇન્ડિયાએ તેની ડીલરશિપ ખોલી દીધી છે. જો કે, કંપનીએ કોવિડ-19 દરમિયાન ફક્ત 255 શોરૂમ અને આઉટલેટ ખોલવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યાનુસાર, હ્યુન્ડાઇ ઇન્ડિયાના તમામ શોરૂમ અને વર્કર શોપને રાજ્ય અને લોકલ ગવર્મેન્ટ ગાઇડલાઇન્સ અનુસાર જ શરૂ કરવામાં આવ્યા છે.

જો કે, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, કંપનીએ આ જાહેરાત કરી છે કે, છેલ્લા બે દિવસમાં તેણે આશરે 4,000 ગ્રાહકોને ઇન્ક્વાયરી અને તેમના શોરૂમ્સની સાથે ઓનલાઇન પોર્ટલના માધ્યમથી 500 ગાડીઓનું બુકિંગ પણ મળી ચૂક્યું છે. આ ઉપરાંત, હ્યુન્ડાએ ફક્ત બે દિવસમાં 170 ગાડીઓ ડીલિવર પણ કરી દીધી છે. ગયા મહિને કંપનીનું વેચાણ ઝીરો રહ્યું હતું.

કંપનીએ ડીલરશિપ શરૂ કર્યા પહેલા તમામ શોરૂમ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી, જેમાં શોરૂમ અને વાહનોની નિયમિત રીતે સફાઈ, કર્મચારીઓ અને ગ્રાહકોની થર્મલ તામપમાન ટેસ્ટ અને તમામ આઉટલેટ્સ માટે હેન્ડ સેનિટાઇઝર સાથે 6.8 લાખ ફેસ માસ્ક વગેરે સામેલ હતા. માર્ચ 2020માં લોકડાઉનની શરૂઆત બાદ હ્યુન્ડાઇએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓનલાઇન પ્લેટફોર્મ ક્લિક ટૂ બાય પણ શરૂ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો