તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હ્યુન્ડાઇ સેન્ટ્રોના BS-6 મોડેલની કિંમત લીક, કિંમતમાં 27 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિંમત 4.57 લાખ રૂપિયાથી લઇને 6.25 લાખ રૂપિયા વચ્ચે રહેશે
  • સેન્ટ્રોનું નવું ઓટોમેટિક વેરિઅન્ટ Asta AMT પણ રજૂ કરશે

ઓટો ડેસ્કઃ ઓટોમોબાઇલ કંપનીઓ 1 એપ્રિલની ડેડલાઇન પહેલાં BS-6 કમ્પ્લાયન્ટ મોડેલ લાવવાની તૈયારી કરી રહી છે. હ્યુન્ડાઇ તેની એન્ટ્રી લેવલ કાર સેન્ટ્રોનું BS-6 ટૂંક સમયમાં જ લાવવાની છે ત્યારે લોન્ચિંગ પહેલાં જ આ કારની કિંમત લીક થઈ ગઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, BS-6 માન્ય હ્યુન્ડાઇ સેન્ટ્રોની કિંમત BS-4 કરતાં આશરે 27 હજાર રૂપિયા વધારે હશે.

કિંમત
લીક રિપોર્ટ અનુસાર, BS-6 સેન્ટ્રોની કિંમત 4.57 લાખ રૂપિયાથી લઇને 6.25 લાખ રૂપિયા વચ્ચે હશે. ખાસ વાત એ છે કે BS-6 એન્જિન સાથે કંપની સેન્ટ્રોનું એક નવું ઓટોમેટિક વેરિઅન્ટ Asta AMT પણ રજૂ કરશે, જ્યારે BS-4 મોડેલમાં ફક્ત મિડ લેવલ વેરિઅન્ટ Magna અને Sportzમાં જ AMT ગિયરબોક્સનો ઓપ્શન છે. 

એન્જિન
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ્રોના BS-6 કમ્પ્લાયન્ટ 1.1 લિટર પેટ્રોલ એન્જિન BS-4 વર્ઝનવાળું જ રહેશે. સેન્ટ્રોમાં આપવામાં આવેલું એન્જિન 69hp પાવર અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ ઓપ્શન્સ આપવામાં આવ્યાં છે. જો કે, કરન્ટ મોડેલની સરખામણીએ BS-6 સેન્ટ્રોની એવરેજમાં કોઈ ફેરફાર થશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. અપગ્રેડેડ એન્જિન અને નવા AMT વેરિઅન્ટ સિવાય BS-6 સાન્ટ્રોમાં અન્ય કોઈ ફેરફાર થવાની અપેક્ષા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો