ન્યૂ કાર:હ્યુન્ડાઈ માર્કેટમાં ટોપ પર પહોંચવા નવી એન્ટ્રી લેવલ SUV લાવી રહી છે, કોડનેમ રખાયું Ai3 CUV

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈ ક્રેટા તેનાં સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી SUV બની ગઈ છે. ક્રેટાએ હ્યુન્ડાઈને નવી સફળતા અપાવી છે. હ્યુન્ડાઈનું કહેવું છે કે ક્રેટા સતત બીજા વર્ષે દેશની ફર્સ્ટ ફેવરિટ SUV બની ગઈ છે. માર્ચ 2020માં ક્રેટા લોન્ચ થઈ ત્યારથી હ્યુન્ડાઈએ ક્રેટાના 1,25,437 યૂનિટનું વેચાણ કર્યું છે, જ્યારે ફેસલિફ્ટેડ ક્રેટાએ 2,15,000 યૂનિટનું વેચાણ કર્યું છે. ક્રેટાને વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી ત્યારથી કંપનીએ તેના છ લાખ યૂનિટ વેચ્યાં છે. પરંતુ હ્યુન્ડાઈ માટે દુઃખદ સમાચાર એ છે કે લગભગ એક દાયકા પછી પણ તે દેશની બીજી સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની નથી રહી. પરંતુ હવે તેનું સ્થાન ટાટા મોટર્સે લીધું છે. એટલે હવે હ્યુન્ડાઈ હવે ટાટા મોટર્સને ટક્કર આપવા માટે નવી SUV લાવવાની તૈયારી કરી રહી છે.

કંપનીએ અત્યાર સુધીમાં વેન્યૂના 2.60 લાખ યૂનિટ વેચ્યાં છે
કંપનીએ અત્યાર સુધીમાં વેન્યૂના 2.60 લાખ યૂનિટ વેચ્યાં છે

5 વર્ષમાં 8.34 લાખ SUV વેચાઈ
હ્યુન્ડાઈના જણાવ્યા અનુસાર, કંપનીએ છેલ્લાં પાંચ વર્ષમાં 8.34 લાખ SUVનું વેચાણ કર્યું છે. હ્યુન્ડાઈ વેન્યુએ પણ આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કંપનીનું કહેવું છે કે મે 2019માં લોન્ચ થયા બાદ કંપનીએ અત્યાર સુધીમાં વેન્યૂના 2.60 લાખ યૂનિટ વેચ્યાં છે. તેમજ, 2021માં કંપનીએ ફક્ત વેન્યૂના જ 1.08 લાખ યૂનિટ વેચ્યાં. તેમજ, હ્યુન્ડાઈની લેટેસ્ટ SUV અલ્કાઝર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં કંપની તેનાં 17,700 યૂનિટ વેચી ચૂકી છે.

કોડનેમ Ai3 CUV
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, હ્યુન્ડાઈ માર્કેટમાં પોતાની પકડ જાળવી રાખવા માંગે છે. એટલે તે તેની એન્ટ્રી-લેવલ SUV માટે ફંડિંગ કરી રહી છે. કંપનીએ તેનું કોડનેમ Ai3 CUV (Compact Utility Vehicles) રાખ્યું છે, જેને કંપની 2023માં લોન્ચ કરી શકે છે. હ્યુન્ડાઈની આ SUV ટાટા પંચને ટક્કર આપશે, જેણે માર્કેટમાં આવતાની સાથે જ ગ્રાહકોને તેના ફેન બનાવી દીધા છે. આ ઉપરાંત, હ્યુન્ડાઈ 2022માં તેના ગ્લોબલ પોર્ટફોલિયોમાંથી નવી ઇલેક્ટ્રિક SUV Ioniq લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહી છે.

સેન્ટ્રો પ્લેટફોર્મ પર આધારિત નવી માઇક્રો SUV હ્યુન્ડાઇના પોર્ટફોલિયોમાં સૌથી નાનું મોડેલ હશે
સેન્ટ્રો પ્લેટફોર્મ પર આધારિત નવી માઇક્રો SUV હ્યુન્ડાઇના પોર્ટફોલિયોમાં સૌથી નાનું મોડેલ હશે

સેન્ટ્રોના પ્લેટફોર્મ પર બેઝ્ડ
એવું માનવામાં આવી રહ્યું છે કે હ્યુન્ડાઈની આ નવી SUV સબ-4 મીટર સેગમેન્ટમાં હશે. આ માઇક્રો SUV સાઉથ કોરિયામાં કાસ્પર નામથી વેચાય છે. સેન્ટ્રો પ્લેટફોર્મ પર આધારિત નવી માઇક્રો SUV હ્યુન્ડાઇના પોર્ટફોલિયોમાં સૌથી નાનું મોડેલ હશે. એવું માનવામાં આવે છે કે નવી SUV લોકલ લેવલે જ બનાવવામાં આવશે અને તે કાસ્પરનું મોડિફાઇડ વર્ઝન હશે. કાસ્પર લંબાઈમાં 3595mm, પહોળાઈ 1595mm અને ઊંચાઈ 1575mm છે. તેનું વ્હીલબેઝ 2.4mm હશે. કોરિયન બેઝ્ડ કાસ્પર બે એન્જિન ઓપ્શનમાં આવશે. તે 1.0 લિટર કુદરતી રીતે એસ્પિરેટેડ એન્જિન સાથે આવે છે, જે 76 bhpનો પાવર આપે છે. તેમજ, 1.0 લિટર ટર્બો ચાર્જ્ડ એન્જિન 100bhp પાવર આપે છે. બંને એન્જિનમાં 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે.

અન્ય સમાચારો પણ છે...