હ્યુન્ડાઇએ તેની લોકપ્રિય હેચબેક ગ્રાન્ડ i10 નિઓસની નવી કોર્પોરેટ એડિશન લોન્ચ કરી છે. મેગ્ના ટ્રિમ બેસ્ટ આ એડિશન પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં લોન્ચ કરવામાં આવી છે. તેમજ, કારમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલાક ફીચર્સ પણ અપગ્રેડ કરવામાં આવ્યાં છે.
કોર્પોરેટ એડિશનની કિંમત નોર્મલ એડિશન કરતાં વધારે છે. તેનાં ડીઝલ મોડેલની એક્સ શો રૂમ કિંમત 7.19 લાખ રૂપિયા છે, પેટ્રોલ મેન્યુઅલની એક્સ શો રૂમ કિંમત 6.11 લાખ રૂપિયા છે અને પેટ્રોલ ઓટોમેટિક વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 6.64 લાખ રૂપિયા છે.
કોર્પોરેટ એડિશનમાં નવું શું મળશે?
આ એડિશનમાં પાવર ફોલ્ડિંગ ORVMs સાથે ટર્ન ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યાં છે. કારમાં 15 ઇંચના એલોય વ્હીલ્સ મળશે. સ્ટાન્ડર્ડ એશનમાં 14 ઇંચના સ્ટીલ રિમ આપવામાં આવ્યા છે. તેમાં નવી 6.7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે આવે છે. આ કેટેગરીમાં આ પ્રથમ મોડેલ છે જે એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ (ABAF) સીટ્સ સાથે આવે છે.
3 એન્જિન ઓપ્શન મળશે
ગ્રાન્ડ i10 નિઓસની કોર્પોરેટ એડિશનમાં 3 એન્જિન ઓપ્શન મળશે. તેમાં 2 પેટ્રોલ અને 1 ડીઝલ એન્જિન સામેલ છે. પહેલું 1.2 લિટર પેટ્રોલ, બીજું 1.0 લિટર ટર્બો પેટ્રોલ અને ત્રીજું 1.2 લિટર ડીઝલ એન્જિન છે. પેટ્રોલ વેરિઅન્ટ પણ AMT યૂનિટ સાથે આવે છે. તેમજ, 1.2 લિટર ડીઝલ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવશે.
કોર્પોરેટ એડિશનનાં ફીચર્સ
તેમાં HEPA ફિલ્ટર સાથે પ્લગ-ઇન એર પ્યૂરિફાયર છે, જે વેન્યૂ સબ 4 મીટર SUVમાં આપવામાં આવેલાં ફિલ્ટર જેવું છે. રેગ્યુલર મોડેલથી અલગ લુક આપવા માટે નવી કારમાં નવું 'કોર્પોરેટ' બેજિંગ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય, કારમા 6.75 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે નેવિગેશન અને બેન્ડ ઇક્વેલાઇઝર સાથે આવે છે. તેમાં ટર્ન ન્ડિકેટર્સ સાથે પાવર-ફોલ્ડિંગ રિઅરવ્યૂ મિરર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.