શોકેસ:હ્યુન્ડાઈ i20નું નવું મોડેલ N Line શોકેસ થયું, 2 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે, અંદાજિત કિંમત ₹11.40 લાખ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઇએ ઓફિશિયલી નવી કાર Hyundai i20 N Line શોકેસ કરી છે. કંપની આગામી સમયમાં ઘણા એનલાઈન મોડેલ લોન્ચ કરશે, આ તેમાંનું પહેલું છે. કંપની આ મોડેલ 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે. ગ્રાહકો 25,000 રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને આ કાર ઓનલાઇન અથવા હ્યુન્ડાઇ ડીલરશીપ પર જઇને બુક કરાવી શકે છે. કંપની 2 સપ્ટેમ્બરે કારની કિંમતની જાહેરાત કરી શકે છે.

હ્યુન્ડાઇ N Line મોડેલ ગ્લોબલ માર્કેટમાં પહેલેથી જ હાજર છે. પરંતુ i20 N Line ભારતમાં ફર્સ્ટ સિરીઝ હશે. N મોડેલ સ્ટાન્ડર્ડ હ્યુન્ડાઈનું હાઈ પર્ફોર્મન્સ વર્ઝન છે. N Lineના આગામી મોડલને ખાસ કરીને એક્સટિરિયર અને ઇન્ટિરિયર બંને કેબિનમાં પ્રીમિયમ લુક અને ડિઝાઇન આપવામાં આવી છે.

અંદાજિત કિંમત 11.40 લાખ રૂપિયા
i20 રેન્જમાં i20 N Line નવું ટોપ સ્પેક મોડેલ હશે. હાલ Asta (O) ટર્બો-DT વેરિઅન્ટ ટોપ મોડેલ છે, જેની દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 11.40 લાખ રૂપિયા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે N Lineની કિંમત આના કરતા 1 લાખથી 1.5 લાખ રૂપિયા વધારે હોઈ શકે છે.

વર્ષ 2012માં ભારતમાં એન્ટ્રી કરનારી હ્યુન્ડાઇ i20 આજે હેચબેક સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી કારમાં ત્રીજા નંબરે છે. આ ઉપરાંત, તે મારુતિ બલેનો, ટાટા અલ્ટ્રોઝને ટક્કર આપશે. ચાલો જાણીએ હ્યુન્ડાઇ i20 કેવી રીતે લોન્ચ કરવામાં આવી હતી અને 1 વર્ષમાં હ્યુન્ડાઇ i20નું કેટલા યૂનિટનું વેચાણ વધ્યું...

ભારતમાં ફર્સ્ટ હ્યુન્ડાઈ i20 વર્ષ 2012માં આવી
હ્યુન્ડાઇ i20ને હ્યુન્ડાઇએ વર્ષ 2008માં સુપર મિની હેચબેક તરીકે લોન્ચ કરી હતી. i20 કારને કંપનીએ તમામ માર્કેટમાં ગેટ્ઝ વેરિએન્ટની જગ્યાએ લાવી હતી. જ્યારે કે ઘણી કંપનીઓએ ગેટ્ઝને બદલીને એક્સેન્ટ/વર્ના હેચબેકને સામેલ કરી હતી.

i20નું અપગ્રેડેડ વર્ઝન iGen i20 વર્ષ 2012માં ભારતમાં વેચાણ પર આવ્યું, જેમાં હેડલેમ્પ, નવી ફ્રંટ ગ્રિલ, ટેલલેમ્પ અને ફોગલેમ્પ્સ જેવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં હતાં. તેમજ, નેક્સ્ટ ન્યૂ જનરેશન મોડેલ Elite i20ને ભારતમાં 11 ઓગસ્ટ 2014ના રોજ પેરિસ મોટર શો દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.

સાઉથ કોરિયા, ઉત્તર અમેરિકા અને ફિલિપાઇન્સ દેશના માર્કેટમાં એક્સેન્ટ મોડલ હોવાથી i20 ત્યાં નહોતી વેચાઈ.

હ્યુન્ડાઈ i20નાં સેફ્ટી ફીચર્સ
પેસેન્જરની સેફ્ટી માટે આ 5 સીટર કારમાં 6 એરબેગ, રિઅર પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
1. ફોરવર્ડ કલિજન - અવોઇડન્સ આસિસ્ટ - આ ફીચર ગાડી, રાહદારીઓ અને સાઇકલ સવારોને શોધી કાઢે છે. તેનાથી કાર તેની સાથે અથડાય એ પહેલા ડ્રાઇવરને અલર્ટ કરે છે અને જો અલર્ટ આપ્યા બાદ કોઈ મેન્યુઅલ એક્ટિવિટી ન થાય તો તે ઓટોમેટિક બ્રેક મારવાનું શરૂ કરી દે છે.
2. લીડિંગ વ્હીકલ ડિપાર્ચર અલર્ટ (LVDA) - આ ડ્રાઈવરને ત્યારે અલર્ટ કરે છે જ્યારે સામે આગળ રહેલું વાહન આગળ વધવાનું શરૂ કરે છે અને તમે ઝડપથી પ્રતિક્રિયા નથી આપી શકતા.
3. ઇન્ટેલિજન્ટ સ્પીડ લિમિટ આસિસ્ટ (ISLA) - જ્યારે સ્પીડ લિમિટ ઓળંગાઈ જાય ત્યારે તે અલર્ટ આપે છે. મેન્યુઅલ સ્પીડ લિમિટરની મદદથી આ ફીચર કારની સ્પીડથી ઓટોમેટિકલી કન્ટ્રોલ કરી શકે છે.
4. લેન ફોલોઇંગ આસિસ્ટ (LFA) - જ્યારે નેશનલ હાઇવે પર કારની સ્પીડ 0થી 180 કિમી/કલાક હોય ત્યારે આ ફીચર એક્ટિન થશે અને કારને તેની લેનમાં રાખશે.
5. બ્લાઇન્ડ-સ્પોટ કલિજન અવોઇડન્ટ આસિસ્ટ (BCA) - નીચેના રિઅર બંપર અને ફ્રંટ કેમેરામાં રડાર સેન્સરનો ઉપયોગ કરવાથી સિસ્ટમ તમને બ્લાઇન્ડ સ્પોટ એરિયા ટ્રાફિક વિશે અલર્ટ કરે છે. આવી સ્થિતિમાં, કાર અથડાય નહીં એ માટે તે ટર્ન ઇન્ડિકેટર એક્ટિવ કરીને એક સાઉન્ડ અલર્ટ અને અથડામણ રોકવા માટે ઓટોમેટિક બ્રેક લાગે છે.