કન્ફર્મ / હ્યુન્ડાઇ i20 જૂન મહિનામાં લોન્ચ થશે, ગાડીમાં સ્પેશિયલ ફીચર તરીકે સનરૂફ મળશે

Hyundai i20 will launch in June, with sunroof as special feature
Hyundai i20 will launch in June, with sunroof as special feature

Divyabhaskar.com

Jan 13, 2020, 11:55 AM IST

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇ ઇન્ડિયા આ વર્ષે ભારતમાં અનેક મોડેલ્સ રજૂ કરવા જઈ રહી છે. કંપની ઓટો એક્સ્પો 2020માં સેકન્ડ જનરેશન ક્રેટા રજૂ કરશે. આ સિવાય, કંપની આ વર્ષે નવી i20 કાર પણ લોન્ચ કરશે. હવે એક રિપોર્ટમાં આ વાત કન્ફર્મ થઈ છે કે, ભારતમાં નવી i20 જૂન મહિનામાં ભારતમાં લોન્ચ થશે. કંપનીની આ હેચબેક કાર ભારતમાં ખૂબ પ્રખ્યાત છે.

ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી
નવી i20 ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ચૂકી છે. તેની તસવીરોથી ઘણી ડિટેલ્સ સામે આવી છે. આ કારનું સ્પેશિયલ ફીચર તેનું સનરૂફ છે. લીક થયેલા લેટેસ્ટ ફોટોઝથી એ સ્પષ્ટ થયું છે કે નવી જનરેશન i20માં સનરૂફ હશે એટલે કે, આ તેના સેગમેન્ટની પહેલી કાર હશે, જેમાં આ ફીચર મળશે.

ફીચર્સ
લીક થયેલા ફોટોઝથી એ જાણકારી બહાર આવી છે કે, નેક્સ્ટ જનરેશન હ્યુન્ડાઇ i20માં પ્રોજેક્ટર હેડલેમ્પ, LED DRL, રેન સેન્સિંગ વાઇપર્સ, ઓટો હેડલેમ્પ, ટર્ન ઇન્ડિકેટર્સ સાથે ઇલેક્ટ્રિક અડજસ્ટેબલ આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર્સ, નવી ગ્રિલ, મોટાં ટાયર્સ સાથે નવાં એલોય વ્હીલ્સ અને LED ટેલલાઇટ વગેરે ફીચર્સ મળશે.

પહેલાં કરતાં વધુ સ્પેસ
હ્યુન્ડાઇ i20ના કરન્ટ મોડેલની નવી i20માં વધુ જગ્યા હશે. આ સિવાય, આ પ્રીમિયમ કારમાં નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્રુઝ કન્ટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર અને સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ વગેરે ફીચર્સ પણ મળશે.

એન્જિન
નવી હ્યુન્ડાઇ i20માં BS-6 પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળશે. આ સિવાય, કારમાં વેન્યૂ SUVનું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ આપવામાં આવી શકે છે. જો કે, કંપની તરફથી આ વિશે હજી ઓફિશિયલ જાણકારી આપવામાં નથી આવી.

X
Hyundai i20 will launch in June, with sunroof as special feature
Hyundai i20 will launch in June, with sunroof as special feature

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી