ન્યૂ લોન્ચ:હ્યુન્ડાઈ i20 N-Line લોન્ચ થઈ, ફક્ત 9.9 સેકંડમાં 100 કિમી સુધીની સ્પીડ પકડી શકતી આ કારની પ્રારંભિક કિંમત ₹9.84 લાખ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઈએ તેના પોર્ટફોલિયોમાં i20 N-Line ઉમેરી દીધી છે. તાજેતરમાં જ લોન્ચ થયેલી આ કારની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 9.84 લાખ રૂપિયા છે. આ કંપનીની પ્રીમિયમ હેચબેકનું સ્પોર્ટિયર વર્ઝન છે. આ કાર ફક્ત 9.9 સેકંડમાં કલાક દીઠ 0-100 કિમી સુધીની ઝડપ પકડી શકે છે. ગ્રાહક આ કારનું બુકિંગ 25,000 રૂપિયા આપીને કરાવી શકે છે.

નવી i20 N-Lineના એક્સટિરિયર અને ઇન્ટિરિયરમાં સ્પોર્ટિયર કોસ્મેટિક ડિઝાઇન સાથે સસ્પેન્શન સેટઅપ અને એક્ઝોસ્ટ નોટ આપવામાં આવી છે. ફોગ લેમ્પ હાઉસિંગ અને સ્પોર્ટી રેડ એક્સેન્ટ સાથે સ્પોર્ટિયર ડ્યુઅલ ટોન ફ્રંટ બંપર મળે છે. તેમાં સ્પોર્ટિયર દેખાતાં ગ્રિલ ચેકર્ડ ફ્લેગ જેવી ડિઝાઇન અને N-Line લોગો આપવામાં આવ્યો છે.

આ કાર નવી ડિઝાઇનના 16 ઇંચના એલોય વ્હીલ્સથી સજ્જ છે, જે રેગ્યુલર મોડેલ કરતાં અલગ દેખાય છે. તેમાં રેડ ઇન્સર્ટ સાથે સાઇડ સિલ ગાર્નિશ પણ છે. કારમાં ફ્રંટ બ્રેક કેલિપર્સને પણ રેડ કલર ફિનિશ આપવામાં આવ્યું છે અને રિઅરમાં ડિફ્યુઝર અને ટ્વીન એક્ઝોસ્ટ પાઇપ સાથે સ્પોર્ટિયર બંપર, સાઇડ વિંગ્સ સાથે ટેલ ગેટ સ્પોઇલર અને બે ટેલલેમ્પ યૂનિટ જોડનારું ડાર્ક ક્રોમ ગાર્નિશ આપવામાં આવ્યું છે.

4 કલર ઓપ્શન મળશે
આ નવી સ્પોર્ટિયર કારને થંડર બ્લુ, ફાયરી રેડ, ટાઇટન ગ્રે અને પોલર વ્હાઇટ જેવા 4 કલ ઓપ્શન મળે છે. જેમાં ફેન્ટમ બ્લેક રૂફ સાથે થંડર બ્લુ અને ફેન્ટમ બ્લેક રૂફ સાથે ફાયરી રેડ ડ્યુઅલ ટોન પેઇન્ટ ઓપ્શન મળે છે.

ડેશબોર્ડ લેઆઉટ રેગ્યુલર વેરિઅન્ટ જેવું જ હશે
કેબિનમાં ઓવરઓલ ડેશબોર્ડ લેઆઉટ રેગ્યુલર વેરિઅન્ટ જેવું જ છે. પરંતુ ઓલ-બ્લેક ઇન્ટિરિયરને રેડ હાઇલાઇટ્સ અને રેડ એમ્બિઅન્ટ લાઇટિંગથી સજાવવામાં આવી છે. તેમાં લેધર સીટ્સ માટે N લોગો સાથે એક નવી ચેકર્ડ ફ્લેગ ડિઝાઇન, સ્પોર્ટી મેટલ પેડલ, થ્રી-સ્પોક સ્ટિયરિંગ વ્હીલ અને N બ્રાંડેડ લેધર ગિયર નોબ પણ આપવામાં આવ્યું છે.

સેફ્ટી માટે 6 એરબેગ્સ આપવામાં આવી
કારમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ફોન ચાર્જિંગ સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત, ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, સિંગલ-પેન સનરૂફ અને 7-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ અને નવું વોઇસ રેકગ્નિશન ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ કારમાં 6 એરબેગ્સ, રિયર વ્યૂ પાર્કિંગ કેમેરા, ઓટો હેડલેમ્પ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિલ આસિસ્ટ કંટ્રોલ જેવાં સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...