ન્યૂ લોન્ચ:હ્યુન્ડાઈ ક્રેટાનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ થયું, પેટ્રોલ એન્જિનથી સજ્જ આ ગાડીના ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં અનેક ફેરફાર જોવા મળશે

4 મહિનો પહેલા

સાઉથ કોરિયાની ઓટોમોબાઇલ કંપની હ્યુન્ડાઇએ તેની કાર ક્રેટાનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ SUVમાં પહેલા કરતાં વધુ સારો લુક અને પાવરફુલ એન્જિન આપ્યું છે. હ્યુન્ડાઇએ રશિયન માર્કેટમાં ક્રેટાનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ કર્યાં પછી તે ક્રેટાનું ફર્સ્ટ જનરેશન મોડેલ રિપ્લેસ કરશે. ઇન્ડિયન માર્કેટમાં ક્રેટાના કરન્ટ મોડેલ કરતાં આ નવી ગાડીમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કંપની તેની નેક્સ્ટ જનરેશન કારનું પ્રોડક્શન રશિયામાં 1 જુલાઈથી શરૂ કરશે, જેને આ વર્ષના અંત સુધીમાં રશિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

રશિયામાં લોન્ચ થયેલ ક્રેટાના નેક્સ્ટ જનરેશન મોડેલમાં કંપનીએ ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં વિશેષ ફેરફાર કર્યા છે. નવી SUVમાં કંપનીએ નવી ફ્રંટ ગ્રિલ અને નવી બૂટ લીડ આપવામાં આવી છે. આ SUVને એક પ્રીમિયમ સ્પોર્ટી લુક આપવા માટે કંપનીએ તેમાં નવી સ્કિડ પ્લેટ્સ પણ સામેલ કરી છે. તેમાં નવી ડિઝાઇનની ટેલલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, SUVની પ્રોફાઇલ કરન્ટ મોડેલ જેવી જ છે.

ઇન્ટિરિયર
ક્રેટાના નેક્સ્ટ જનરેશન મોડેલના ઇન્ટિરિયરને પ્રીમિયમ લુક આપવા માટે તેને ડ્યુઅલ ટોન બ્લેક અને બ્રાઇન કલર સ્કીમ આપવામાં આવી છે. કારમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લુલિંક કનેક્ટિવિટી, ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરમિક સનરૂફ, હીટ સીટ્સ અને મલ્ટિ ડ્રાઇવ મોડ, 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને 7 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ કારમાં 1.6-લિટર અને 2.0-લિટરના નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. કારનું 1.6 લિટર પેટ્રોલ એન્જિન 119bhp પાવર જનરેટ કરે છે, જ્યારે 2.0 લિટર પેટ્રોલ એન્જિન 148bhp પાવર જનરેટ કરે છે. કારના આ બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. ક્રેટાના આ નેક્સ્ટ જનરેશન મોડેલમાં ઓલ વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.