હ્યુન્ડાઈ કાર મેકર કંપની નવી SUV માર્કેટમાં લોન્ચ કરવાની છે. આ કાર હ્યુન્ડાઈ બ્રાંડની સૌથી નાની SUV હશે. તેને માઈક્રો SUV નામ આપવામાં આવશે. નવી SUV સૌપ્રથમ વેચાણ માટે કોરિયામાં લોન્ચ થશે એ પછી ભારતીય માર્કેટમાં આવશે. તેની લંબાઈની વાત કરીએ તો ટાટા નેનોના 3099 mmથી પણ નાની હશે.
હ્યુન્ડાઈએ કોરિયામાં SUVનું નામ કેસ્પર રાખ્યું છે. જો કે, અમુક રિપોર્ટ પ્રમાણે, કોરિયન માર્કેટમાં તેનું નામ AX1 માઈક્રો-SUV હશે.
SUVનું નામ કેસ્પર હશે
હ્યુન્ડાઈ પોતાની કારને માર્કેટમાં યુનિક નામ આપે છે. જેમ કે ક્રેટાને ix25 અમુક દેશોમાં વર્નાને સોલારિસ કે એક્સેન્ટ પણ કહેવામાં આવે છે. આથી કોરિયામાં માઈક્રો-SUVનું નામ કેસ્પર ( Casper) હશે.
સબ-ફોર-મીટર વેન્યુ કોમ્પેક્ટ SUVથી નાની હશે
રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બર સુધી આ કાર ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. એ પછી જ તેને અન્ય માર્કેટ અને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કેસ્પર હુન્ડાઈની સૌથી નાની SUV હશે, એટલે કે સબ-ફોર-મીટર વેન્યુ કોમ્પેક્ટ SUVથી નાની હશે.
ભારતમાં સબ-ફોર-મીટર વેન્યુ કોમ્પેક્ટ SUVમાં ટાટા નેક્સન ( 7.19 થી 13.23 લાખ રૂપિયા),મારુતિ વિટારા બ્રેઝા ( 7.51 થી 11.41 લાખ) અને હ્યુન્ડાઈ વેન્યુ ( 6.92 - 11.78 લાખ) જેવી કાર આવે છે.
ગાડીનો આકાર
હ્યુન્ડાઈ કેસ્પર આશરે 142 ઇંચ (3,595mm)લાંબી, આશરે 63 ઇંચ (1,595mm) પહોળી અને 62ઇંચ (1,575mm) ઊંચી છે. આ સાઈઝ પરથી કહી શકાય કે, હુન્ડાઈની સૌથી નાની SUV થોડી નાની અને સાંકળી હશે, પરંતુ તે સેન્ટ્રો હેચબેકથી લાંબી હશે, તે 3,610mm લાંબી, 1,645mm પહોળી અને 1,560mm ઊંચી છે.
સ્પેસિફિકેશન
કેસ્પરમાં 1.2-લીટર, ચાર સિલિન્ડર એસ્પિરેટેડ એન્જિન આપવામાં આવશે, જે ગ્રાન્ડ i10 Nios(83 hp અને 114 Nm ટોર્ક જનરેટ કરે છે)માં હતું. કોરિયન મેન્યુફેક્ચરે ખર્ચ ઓછો રાખવા માટે સેન્ટ્રોના 1.1-લીટર, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે માઈક્રો -SUVના નીચેના વેરિઅન્ટમાં રજૂ કરી શકે છે.
હ્યુન્ડાઈ કેસ્પરની ટક્કર ટાટા HBX માઈક્રો-SUV, મારુતિ સુઝુકી ઇગ્નિસ અને મહિન્દ્રા KUV 100 જેવી હાઈ-રાઈડિંગ હેચબેક સાથે થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.