તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિપની અછતની સાઈડ ઈફેક્ટ્સ:હ્યુન્ડાઇ અને કિઆ આગામી અઠવાડિયે પ્લાન્ટ બંધ રાખશે, કોવિડના કારણે પ્રોડક્શન અને સપ્લાય પર અસર થઈ

3 મહિનો પહેલા

કોવિડ-19ના લીધે ઓટો ઈન્ડસ્ટ્રીને પણ અસર થઈ છે. આવી સ્થિતિમાં સેમીકન્ડક્ટર્સ ચિપની અછતના કારણે વ્હીકલ પ્રોડક્શનની ગતિ ધીમી પડી ગઈ છે. હવે તેની અછતના કારણે હ્યુન્ડાઈ અને કિઆ મોટર્સ આગામી સપ્તાહ પોતાનો પ્લાન્ટ બંધ કરવા જઈ રહી છે. પહેલા પણ ઘણી કંપનીઓને સેમીકન્ડક્ટર્સના સપ્લાયના લીધે ખરાબ રીતે અસર થઈ હતી. કોવિડ અને કુદરતી આફતને કારણે ચિપના પ્રોડક્શન અને સપ્લાયને અસર થઈ છે. એક નાના ડિવાઈસના કારણે કાર ડિલિવરીનો વેઈટિંગ પિરિઅડ 6 મહિનાથી પણ વધુ થઈ ગયો છે.

હ્યુન્ડાઈ મોટરે સોમવારથી મંગળવાર સુધી ટક્સન સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ અને નેક્સો હાઈડ્રોઝન ફ્યુઅલ-સેલ ઈલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન કરનારા નંબર 5 ઉલ્સાન પ્લાન્ટ, અને મંગળવારે અવંતે કોમ્પેક્ટ અને વેન્યુ સબ-કોમ્પેક્ટનું પ્રોડક્શન કરનારા નંબર 3 ઉલ્સાન પ્લાન્ટમાં કામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કંપની અગાઉ પણ પ્લાન્ટ બંધ કરી ચૂકી છે
હ્યુન્ડાઈની તરફથી 7થી 14 એપ્રિલની વચ્ચે કોના સબ-કોમ્પેક્ટ SUV અને આઈકોનિક 5 (IONIQ) ઓલ-ઈલેક્ટ્રિક કાર બનાવનાર નંબર 1 ઉલ્સાન પ્લાન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત નંબર 4 ઉલ્સાન પ્લાન્ટ, જે પોર્ટર પિકઅપ ટ્રકને રોલ આઉટ કરે છે, તેને પણ ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની અછતના કારણે 6થી 7 મે સુધી બંધ કરવો પડ્યો હતો.

શું છે સેમીકન્ડક્ટર્સ?
તે સામાન્ય રીતે સિલિકોનની ચિપ્સ હોય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટર, સેલફોન, ગેજેટ્સ, વ્હીકલ અને માઈક્રોવેવ ઓવન જેવા ઘણા પ્રોડક્ટ્સમાં થાય છે. તે પ્રોડક્ટના કંટ્રોલિંગ અને મેમરી ફંક્શનને ઓપરેટ કરે છે.

કોરોનાકાળમાં ગેજેટ્સની ડિમાન્ડમાં તેજી વધી ગઈ છે. આવી સ્થિતિમાં સેમીકન્ડક્ટર્સનો સપ્લાય ગેજેટ્સ કંપનીઓને વધારે કરવામાં આવી રહ્યો છે. વર્ક ફ્રોમ હોમ માટે ડેસ્કટોપ અને લેપટોપ વધારે વેચાઈ રહ્યા છે. તો બીજી તરફ ઓનલાઈન સ્ટડી માટે મોબાઈલ અને ટેબલેટની માગ વધારે જોવા મળી. ફિટ રહેવા માટે ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ અને સેમીકન્ડક્ટર્સનો ઉપયોગ થાય છે.

સમગ્ર વિશ્વમાં હ્યુન્ડાઈના 17 પ્લાન્ટ
યોનહાપ સમાચાર એજન્સીના અનુસાર, સોનાટા અને ગ્રાંડિયર સેડાનને એસેમ્બલ કરનારા આ પ્લાન્ટને 12-13 એપ્રિલ અને ફરીથી 19-20 એપ્રિલે ચિપની અછતના કારણે બંધ કરવામાં આવ્યા હતા. હ્યુન્ડાઈના 7 ઘરેલુ પ્લાન્ટ છે, જેમાં ઉલ્સાનમાં 5, અસાનમાં એક અને જેઓંજુમાં એક પ્લાન્ટ સામેલ છે. તે સિવાય કંપનીના 10 વિદેશી પ્લાન્ટ છે. જેમાંથી 4 ચીનમાં અને સંયુક્ત રાજ્ય અમેરિકા, ચેક ગણરાજ્ય, તુર્કી, રશિયા, ભારત અને બ્રાઝિલમાં એક-એક પ્લાન્ટ છે. આ તમામ પ્લાન્ટની ક્ષમતા 55 લાખ ગાડીઓ તૈયાર કરવાની છે.

કિઆના સમગ્ર વિશ્વામાં 15 પ્લાન્ટ
હ્યુન્ડાઈની પેટાકંપની કિઆ પણ સેમીકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહી છે. કિઆના કોરિયામાં 8 પ્લાન્ટ છે. તે સિવાય તેના 7 પ્લાન્ટ વિદેશોમાં છે. જેમાંથી 3 ચીનમાં અને સંયુક્ત રાજ્ય અમેરિકા, સ્લોવાકિયા, મેક્સિકો, અને ભારતમાં એક-એક છે. તેની કુલ ક્ષમતા 38.5 લાખ યુનિટ છે.

બીજા ક્વાર્ટરમાં પણ પ્લાન્ટ બંધ થઈ શકે છે
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ચિપની અછતને કારણે કાર બનાવતી કંપનીઓની આવક પર પણ અસર થશે. બીજા ક્વાર્ટરમાં પ્લાન્ટને બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. કેમ કે, કુદરતી આપત્તિઓ અને આગ લાગવા જેવી ઘટનાઓ બાદ ચિપ મેન્યુફેક્ચર્સને પ્રોડક્શન શરૂ કરવામાં સમય લાગી શકે છે.