તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Hyundai Alcazar Passed The Durability Test, The Car Proved To Be Able To Drive In Asymmetrical, Pitted And Mountainous Areas

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટિંગ:હ્યુન્ડાઈ અલ્કાઝરે ડ્યુરેબિલિટી ટેસ્ટ પાસ કરી, આ કાર અસમાંતર, ખાડાવાળા અને પહાડી ક્ષેત્રમાં ચલાવવામાં સક્ષમ સાબિત થઈ

12 દિવસ પહેલા

હ્યુન્ડાઇએ જાહેરાત કરીને જણાવ્યું કે, તેની નવી SUV હ્યુન્ડાઇ અલ્કાઝરે ડ્યુરેબિલિટી ટેસ્ટ પૂરી કરી દીધી છે. જેમાં કંપનીએ આ કારને દેશના જુદા-જુદા હવામાન અને અસમાંતર, ખાડાવાળા વિસ્તારમાં અને પર્વતીય ક્ષેત્રમાં ટેસ્ટ કરી હતી. આ ટેસ્ટમાં હ્યુન્ડાઇ અલ્કાઝરે સારું પ્રદર્શન કર્યું છે. હ્યુન્ડાઇએ આ કારને તેની મોસ્ટ પોપ્યુલર SUV ક્રેટા જેવી ડિઝાઇન કરી છે અને કંપની ટૂંક સમયમાં તેને લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર નવી ટાટા સફારી અને એમજી હેક્ટર સાથે સ્પર્ધા કરશે.

SUVમાં યૂનિક ફ્લોર માઉન્ટેડ, સેન્ટ્રલ આર્મરેસ્ટ અને વાયરલેસ ચાર્જર જેવાં ફીચર્સ મળશે
SUVમાં યૂનિક ફ્લોર માઉન્ટેડ, સેન્ટ્રલ આર્મરેસ્ટ અને વાયરલેસ ચાર્જર જેવાં ફીચર્સ મળશે

લુક અને ફીચર્સ
હ્યુન્ડાઈ અલ્કાઝરમાં ડાયમંડ કટના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ આ SUVમાં ડ્યુઅલ ટોન એક્ઝોસ્ટ અને રેપરાઉન્ડ ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. તેમજ, આ SUVના હેડલેમ્પ્સ લગભગ હ્યુન્ડાઈ ક્રેટા જેવા જ છે. હ્યુન્ડાઈ અલ્કાઝરના ટેસ્ટિંગ દરમિયાન કરવામાં આવેલા સ્પાઈ શૂટથી જાણવા મળ્યું છે કે, આ SUVમાં થ્રી રોમાં સીટ આપવામાં આવી છે. તેમજ, તેમાં લક્ઝરી ગાડીઓમાં આવતાં ફીચર્સ જેવાં કે યૂનિક ફ્લોર માઉન્ટેડ, સેન્ટ્રલ આર્મરેસ્ટ અને વાયરલેસ ચાર્જરની સુવિધા આપવામાં આવી છે.

ડિઝાઇન ડિટેલ્સ
હ્યુન્ડાઈની આ SUVમાં ફ્લેટર રૂફ, રિઅર સાઇડમાં એક્સ્ટ્રા બૂટ સ્પેસ અને ફ્રંટમાં યૂનિક રેડિએટર ગ્રિલ આપવામાં આવી શકે છે. આ સાથે જ આ SUVમાં રિ-ડિઝાઇન્ડ સી-પિલર અને લાર્જર રિઅર ઓવરહેંગ મળશે.

આ કાર ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે
આ કાર ત્રણ એન્જિન ઓપ્શનમાં આવશે

એન્જિન ડિટેલ્સ
હ્યુન્ડાઈ આ SUVને ત્રણ એન્જિન ઓપ્શનમાં લોન્ચ કરી શકે છે, જેમાં 1.5-litre NA પેટ્રોલ એન્જિન હશે, જે 115 ps પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ 1.5-litreનું ડીઝલ એન્જિન હશે, જે 115 PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, ત્રીજું એન્જિન 1.4-litre ટર્બો પેટ્રોલ એન્જિન હોઈ શકે છે, જે 140 ps પાવર અને 242 Nm ટોર્ક જનરેટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો