પ્રાઈઝ હાઈક:33 હજાર રુપિયા સુધી મોંઘી થઈ હ્યુન્ડાઈની તમામ કાર, જાણો નવું પ્રાઈસ લિસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રીમિયમ i20ની કિંમતમાં 7521 રૂપિયાનો વધારો થયો
  • હ્યુન્ડાઈ વરનાની કિંમતમાં સૌથી વધુ 32,880 રુપિયાની વૃદ્ધિ થશે

ભારતમાં મોટા ભાગના કાર મેન્યુફેક્ચર્સે 1 જાન્યુઆરી, 2021થી કારની કિંમતમાં ભાવવધારાની જાહેરાત કરી હતી. હ્યુન્ડાઈએ પણ ભાવવધારાની જાહેરાત કરી હતી. હવે કંપનીએ મોડેલ પ્રમાણે નવું પ્રાઈસ લિસ્ટ જાહેર કર્યું છે. હ્યુન્ડાઈની કાર 7521 રૂપિયાથી 32,880 રૂપિયા સુધી મોંઘી થઈ છે. રિવાઈઝ્ડ કિંમતો એ તમામ વાહનો પર લાગુ થશે જેની ડિલિવરી 31 ડિસેમ્બર 2020 સુધી નથી થઈ.

વર્ષની શરૂઆતમાં વાહનોની કિંમત વધવી એ સામાન્ય વાત છે તેનું કારણ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાનું છે. આ કારણથી વર્ષના છેલ્લા મહિનામાં ખૂબ વેચાણ થાય છે. ઘણા લોકો નવાં વર્ષની શરૂઆતમાં પાતોની કાર ડિલિવરી માટે રાહ જોવી પસંદ કરતા હોય છે કારણ કે તેનાથી રીસેલ વેલ્યુમાં થોડો સુધારો આવે છે.

મોડેલ પ્રમાણે કિંમતમાં વધારો

  • હ્યુન્ડાઈ વરનાની કિંમતમાં સૌથી વધારે 32,880 રૂપિયાનો ભાવવધારો થયો છે. ત્યારબાદ ક્રેટા 27,335 રૂપિયા અને વેન્યૂની કિંમતમાં 25,672 રૂપિયાનો ભાવવધારો થયો છે.
  • ઑરાની કિંમતમાં 11,745 રૂપિયાની વૃદ્ધિ થઈ છે જોકે તેનું CNG વેરિઅન્ટ 17,988 રૂપિયા મોંઘુ થયું છે.
  • ગ્રાન્ડ i10 નિઓસનાં CNG વેરિઅન્ટની કિંમત 14,556 રૂપિયા અને અન્ય વેરિઅન્ટની કિંમત 8652 રૂપિયા વધી છે.
  • એન્ટ્રી લેવલ સેન્ટ્રોની કિંમતમાં 9112 રૂપિયા અને પ્રીમિયમ i20ની કિંમતમાં 7521 રૂપિયાનો ભાવવધારો થયો છે.