• Gujarati News
  • Utility
  • Automobile
  • How To Know If There Is A Defect In Your Maruti Car? What Is The Process Of Fixing It? Learn What Expert View Is On Recall

ભાસ્કર એક્સપ્લેનર:તમારી મારુતિની ગાડીમાં ખામી છે કે નહીં તે કેવી રીતે જાણવું? તેને રિપેર કરાવવાની પ્રોસેસ શું છે? રિકોલ વિશે એક્સપર્ટ શું કહે છે જાણો...

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં વેચાયેલી 1,81,754 ગાડીઓ પરત મંગાવી છે. આ ગાડીઓનું પ્રોડક્શન 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ ગાડીઓનાં સેફ્ટી ફીચર્સમાં કેટલીક ખામી હોઈ શકે છે. આ લિસ્ટમાં કંપનીની લક્ઝરી સિડેન Ciaz, પ્રીમિયમ હેચબેક S-Cross, SUV Vitara Brezza, 7 સીટર Ertiga અને XL6નો સમાવેશ થાય છે. આમાંથી 3 મોડેલ નેક્સા અને 2 મોડેલ અરેના ડીલરશીપના છે.

મારુતિ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની છે. જે દર મહિને લાખો ગાડીઓનું વેચાણ કરે છે. આવી સ્થિતિમાં, આ કંપની માટે પણ મોટું રિકોલ છે. તો આ રિકોલ છે શું? શું તમારી ગાડી પણ રિકોલ થઈ શકે છે? તમારી ગાડીમાં જો ખામી હશે તો તેને સુધારવામાં કેટલો સમય લાગશે? કેટલો ખર્ચ થશે? તેને યોગ્ય કરવા માટે તમારે શું કરવાની જરૂર છે? આ બધા જ સવાલોના જવાબ તમને આ એક્સપ્લોરરમાં જાણવા મળશે.

સૌથી પહેલાં જાણીએ મારુતિ સુઝુકીના એ 5 મોડેલની કિંમત, જેને કંપનીએ રિકોલ કરી છે...

રિકોલ એટલે શું?
જ્યારે કોઈ કંપની તેની વેચેલી પ્રોડક્ટ પરત મગાવે તો તેને રિકોલ કહેવામાં આવે છે. કોઈ કંપની દ્વારા રિકોલનો નિર્ણય ત્યારે કરવામાં આવે છે જ્યારે તેની પ્રોડક્ટમાં કોઈ ખામી નીકળે છે. રિકોલની પ્રોસેસ દરમિયાન તે પ્રોડક્ટની ખામી દૂર કરવા માગે છે. જેથી, ભવિષ્યમાં પ્રોડક્ટને લઇને ગ્રાહકને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

મારુતિ સુઝુકીએ તેની ગાડીઓ શા માટે રિકોલ કરી?
આ વિશે ભોપાલ RMJ મોટર્સમાં સર્વિસ ગ્રુપના જનરલ મેનેજર, વિશાલ ગંગરેડે જણાવ્યું કે, કંપનીએ જે ગાડીઓ રિકોલ કરી છે તેનાં મોટર જનરેટર યૂનિટ (MGU) પાર્ટમાં ખામી જોવા મળી છે. આ પાર્ટની મદદથી ઇલેક્ટ્રિકલ પાવરને ફ્રીક્વન્સી, વોલ્ટેજ અથવા ફેસ પાવરમાં કન્વર્ટ કરવામાં આવે છે. વરસાદમાં પલળે તો આ પાર્ટમાં ખામી આવી શકે છે. તેથી ગાડીને પાણી ભરેલા વિસ્તારમાં ન લઈ જાઓ. કંપનીએ આ જ પાર્ટ બદલવા માટે ગાડીઓ પરત મગાવી છે.

ગ્રાહકને કેવી રીતે ખબર પડશે કે ગાડી રિકોલમાં સામેલ છે કે નહીં?
આના માટે ગ્રાહકે એક નાની પ્રોસેસ ફોલો કરવી પડશે. તમારી પાસે અરેના (બ્રેઝા અને અર્ટિગા) અથવા નેક્સા (S-Cross, સિયાઝ અને XL6) કોઇપણ મોડેલ હોય પ્રોસેસ લગભગ એકજેવી જ છે. સૌપ્રથમ વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર (VIN) કાઢો. તેમાં 17 કેરેક્ટર (નંબર-આલ્ફાબેટ) હોય છે. આ નંબર કારનાં ડેશબોર્ડ, વિંડશીલ્ડની અંદરની બાજુ, ડ્રાઇવર ડોરની અંદરની બાજુ, કારના ડોક્યૂમેન્ટ્સ, ઇન્શ્યોરન્સ અને સર્વિસ રેકોર્ડમાં હોય છે. હવે આગળની પ્રોસેસ સમજીએ...

અરેના મોડેલની પ્રોસેસ: ગ્રાહકે www.marutisuzuki.com/impferent-information-for-customers ઓપન કરવાનું રહેશે. અહીં ટોપ પર 1,81,754 ગાડીની રિકોલ લિંક હશે, તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે, તેમાં નીચેની બાજુ Click here પર ક્લિક કરો. હવે એક બોક્સ ઓપન થશે. તેમાં VIN નંબર દાખલ કરો. જો તમારી કારમાં કોઈ સમસ્યા હશે તો તમને તેના વિશે જાણ થઈ જશે.

નેક્સા મોડેલની પ્રોસેસ: ગ્રાહકે www.nexaexperience.com/impferent-information-for-customer ઓપન કરવાનું રહેશે. અહીં ટોપ પર 1,81,754 ગાડીની રિકોલ લિંક હશે, તેના પર ક્લિક કરો. તેમાં નીચેની બાજુ Click here પર ક્લિક કરો. હવે એક બોક્સ ખુલશે. તેમાં VIN નંબર દાખલ કરો. જો તમારી કારમાં કોઈ સમસ્યા હશે તો તમને તેના વિશે જાણ થઈ જશે.

જો ગ્રાહકની ગાડીમાં ખામી નીકળી તો તેણે શું કરવું? ગાડી ક્યાં સુધીમાં ઠીક થશે?

વિશાલ ગેંગરેડે કહ્યું કે, જે ગાડીઓના MGU પાર્ટ્સ ખામીયુક્ત છે તે બદલવાની પ્રોસેસ 1 નવેમ્બરથી શરૂ થશે. ગ્રાહકો તેમના નજીકના સર્વિસ સેન્ટર પર ફોન કરીને પાર્ટ્સ બદલવા માટે ટાઇમ લઈ શકે છે. પાર્ટ્સ બદલવામાં 2થી 3 કલાક લાગશે. જો સર્વિસ સેન્ટર પર પાર્ટ ઉપલબ્ધ ન હોય તો ગ્રાહકે થોડી રાહ જોવી પડી શકે છે. જો કે, આ કોઈ મોટી સમસ્યા નથી અને ગ્રાહકોએ તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી.

જો પાર્ટ બદલવામાં આવે તો શું ગ્રાહકે તેનું પેમેન્ટ કરવું પડશે?
ના, આ પાર્ટ મારુતિ દ્વારા સંપૂર્ણપણે મફતમાં બદલવામાં આવશે. તમારે સર્વિસ સેન્ટર દ્વારા આપેલા સમય પર તમારી કાર લઇ જવી પડશે. પાર્ટ્સ બદલવાની સાથે કંપની તમારી કારનું ક્લિનિંગ અને વોશિંગ પણ ફ્રીમાં કરી આપશે.

જ્યાં સુધી ગાડી નહીં મળે ત્યાં સુધી શું કંપની કોઈ બીજી ગાડી વાપરવા આપશે?
ના, કંપનીનું કહેવું છે કે પાર્ટ બદલવામાં માત્ર 2થી 3 કલાકનો સમય લાગશે. બધા ગ્રાહકોને જુદા જુદા દિવસો અને સમયે બોલાવવામાં આવશે. જેથી, તેમની કાર રિપેર કરી શકાય અને તે જ દિવસે સોંપી શકાય. આવી સ્થિતિમાં કંપની પાસેથી બીજી ગાડી મેળવવા જેવી કોઈ સુવિધા મળશે નહીં.

દેશમાં ગાડી રિકોલ થયાના મોટા કેસો
1. બલેનો અને વેગનઆર રિકોલ:
જુલાઈ 2020માં મારુતિએ વેગનઆર અને બલેનોના 1,34,885 યૂનિટ પાછા બોલાવ્યાં હતાં. આ મોડેલ્સ 15 નવેમ્બર, 2018 અને 15 ઓક્ટોબર, 2019 દરમિયાન બનાવવામાં આવ્યા હતા. ફ્યુલ પંપમાં ખામીના કારણે કંપનીએ ગાડીઓ પાછી બોલાવી હતી.
2. મારુતિ ઇકો રિકોલ: નવેમ્બર 2020માં કંપનીએ ઇકોના 40,453 યૂનિટ પાછા બોલાવ્યાં હતાં. ગાડીના હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ મિસિંગ હોવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. રિકોલમાં 4 નવેમ્બર, 2019થી 25 ફેબ્રુઆરી, 2020 વચ્ચે મેન્યુફેક્ચર કરવામાં આવેલી ઇકોનો સમાવેશ થાય છે.
3. મહિન્દ્રા પિકઅપ રિકોલઃ ગયા મહિને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના કોમર્શિયલ પીકઅપ ગાડીઓના 29,878 યૂનિટ પરત બોલાવ્યાં હતાં. કંપનીએ કહ્યું હતું કે જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચે મેન્યુફેક્ટર થયેલા કેટલાક પીકઅપ વ્હીકલમાં એક ફ્યુલ્ડ પાઇપ રિપ્લેસ કરવાની છે.
4. મહિન્દ્રા થાર રિકોલ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફેબ્રુઆરી 2021માં તેની ઓફરોડ SUV થારના ડીઝલ વેરિઅન્ટના 1577 યૂનિટ પરત બોલાવ્યાં હતાં. કંપનીએ કહ્યું હતું કે પ્લાન્ટના મશીનમાં ખામીને કારણે આ ભાગોને નુકસાન થયું છે. તમામ યૂનિટનું પ્રોડક્શન 7 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર, 2020ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
5. રોયલ એન્ફિલ્ડ રિકોલ: મે 2021માં શોર્ટ સર્કિટના ડરને કારણે રોયલ એન્ફિલ્ડે બુલેટ 350, ક્લાસિક 350 અને ઉલ્કા 350ના 2,36,966 યૂનિટ પરત બોલાવ્યાં. આ તમામ ડિસેમ્બર 2020થી એપ્રિલ 2021ની વચ્ચે બનાવવામાં આવ્યાં હતાં.

કંપનીના રિકોલ પર એક્સપર્ટની સલાહ
કાર એક્સપર્ટ અને યુટ્યુબર (Ask CarGuru) અમિત ખરેએ જણાવ્યું કે, જો કંપની કારમાં ખામીને કારણે રિકોલ કરવાનું નક્કી કરે તો તેનાથી ગ્રાહકોને જ ફાયદો થાય છે. કંપનીએ આ માટે સૌ પ્રથમ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ને ડેટા આપવો પડશે. જેમાં કેટલા ટકા લોકોને કારની ખામીની સમસ્યા છે તે જણાવવું પડશે. ત્યારબાદ સિયામ મંજૂરી આપે છે. ખામીને સુધારવા માટે કંપની સમયમર્યાદા નક્કી કરે છે. જો ગ્રાહકની કાર શહેરની બહાર હોય જ્યાંથી તેણે તેને ખરીદી હતી, તો તે અન્ય શહેરના નજીકના સર્વિસ સેન્ટરમાં પણ તેને રિપેર કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...