તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:હોન્ડાની સૌથી મોંઘી બાઇક Gold Wing Tour બાઇક ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 37.20 લાખ રૂપિયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ ભારતમાં તેની 2021 ગોલ્ડ વિંગ ટૂર બાઇક લેન્ચ કરી દીધી છે. આ ટૂરર બાઇકના લોન્ચિંગ પછી કંપનીએ ભારતમાં તેની પ્રીમિયમ બાઇકની રેન્જ વધારી દીધી છે. આ પ્રીમિયમ ટૂરર બાઇક બે વર્ઝન સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. 2021 ગોલ્ડ વિંગ ટૂર મેન્યુઅલ ટ્રાન્સમિશનની એક્સ શો રૂમ કિંમત 37.20 લાખ રૂપિયા છે. તેમજ, તેના DCT વાળા એરબેગ વર્ઝનની કિંમત 39.16 લાખ રૂપિયા છે. જૂના મોડેલની તુલનામાં આ બંને વર્ઝનના ભાવમાં 10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં આ ટૂરર બાઇક જાપાનથી કમ્પ્લિટ બિલ્ટ યૂનિટ (CBU) દ્વારા વેચવામાં આવશે. આ કંપનીનું ભારતમાં સૌથી મોંઘું ટૂ-વ્હીલર છે.

એન્જિન ડિટેલ્સ
2021 Honda Gold Wing Tourમાં BS6 કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે, જે Euro5 નોર્મ્સને પણ ફોલો કરે છે. આ બાઇકમાં 1833ccનું ઇન-લાઇન 6 સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 5,500rpm પર 124.7 bhpનો મેક્સિમમ પાવર અને 4,500rpm પર 170 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેની મોટર 2 ટ્રાન્સમિશનથી સજ્જ છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ DCT સામેલ છે.

ફીચર્સ
2021 Gold Wing Tourમાં નવું 7 ઇંચની TFT સ્ક્રીન આપવામાં આવી છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે. તેમાં અપગ્રેડેડ ઓડિયો અને સ્પીકર સિસ્ટમ, સ્માર્ટ કી-ઓપરેશન, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ વિંડસ્ક્રીન, ઓલ LED લાઇટિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. સેફ્ટી માટે તેમાં ABS, હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કન્ટ્રોલ, ડ્યુઅલ કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે. તેના DCT વેરિઅન્ટમાં ગ્રાહકોને હિલ સ્ટાર્ટ આસિસ્ટ, આઇડલિંગ સ્ટોપ અને એરબેગ આપવામાં આવી છે.

રાઇડિંગ મોડ્સ
સારા રાઇડિંગ એક્સપિરિયન્સ માટે તેમાં 4 મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં ટૂર, સ્પોર્ટ, ઇકોન અને રેન સામેલ છે. 2021 Gold Wing rangeનું વેચાણ કંપનીની પ્રીમિયમ ડીલરશિપ BigWing પરથી થશે.