તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Automobile
 • Honda's Activa And Bike Are Getting An Exchange Bonus Of Up To ₹ 2,000 And A Cashback Of Up To ₹ 5,000, With Financing Also Available.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યર એન્ડ ઓફર:હોન્ડાના એક્ટિવા અને બાઇક પર ₹2,000નું એક્સચેન્જ બોનસ અને ₹5,000 સુધીનું કેશબેક મળી રહ્યું છે, ફાઇનાન્સની સુવિધા પણ અવેલેબલ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપની એક્ટિવા 6G અને હોન્ડા CB શાઇન 125 પર ઓફર આપી રહી છે
 • હોન્ડા કંપની સરકારી કર્મચારીઓને અન્ય લાભ પણ આપી રહી છે

હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ ભારતમાં તેના બે બેસ્ટ સેલિંગ મોડેલ્સ હોન્ડા એક્ટિવા 6G અને હોન્ડા CB શાઇન 125 પર યર એન્ડ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર અંતર્ગત કંપનીએ ખરીદદારોને આકર્ષવા માટે અનેક સ્કીમ્સની જાહેરાત કરી છે. જો કે, આ ઓફર ફક્ત મર્યાદિત સમયગાળા માટે માન્ય છે.
અહીં એવી ઓફર્સનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે અત્યારે હોન્ડા એક્ટિવા 6G અને હોન્ડા CB શાઇન 125 સાથે આપવામાં આવી રહી છે

 • 2,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ
 • 100% ફાઇનાન્સની ઉપલબ્ધતા
 • વ્યાજ દર 7.99%થી શરૂ થાય છે
 • પેટીએમ દ્વારા 2,500 રૂપિયા સુધીનું કેશબેક
 • કાર્ડ EMI પર 5,000 રૂપિયા સુધીનું કેશબેક
 • આ ઓફર્સ સિવાય હોન્ડા CSD માટે એક વિશેષ યોજના પણ ઓફર કરી રહી છે, જેમાં 2,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
 • આ સિવાય, કંપની સરકારી કર્મચારીઓ માટે અન્ય ફાયદા પણ આપી રહી છે.
 • હોન્ડા એક્ટિવા 6Gની કરન્ટ પ્રાઇસ 65,892 રૂપિયા છે, જે ટોપ-એન્ડ 20th એનિવર્સરી એડિશન DLX માટે 68,892 રૂપિયા (બંને કિંમતો, એક્સ-શો રૂમ દિલ્હી) સુધી જાય છે.

એક્ટિવા 6G/CB શાઇન 125 કી એન્જિન વિગતો

 • બીજીબાજુ, CB શાઇન હાલમાં બે અલગ અલગ વેરિઅન્ટમાં આપવામાં આવી રહી છે, ડ્રમ અને ડિસ્ક, જેની કિંમત અનુક્રમે રૂ. 69415 અને રૂ. 74,115 રૂપિયા (એક્સ-શો રૂમ દિલ્હી) છે.
 • બાઇકને પાવર બનાવવા માટે, તેમાં 124cc, સિંગલ-સિલિન્ડર, ફોર સ્ટ્રોક એન્જિન છે, જે 7500rpm પર 10.7PSનો મેક્સિમમ પાવર આપે છે. તેમજ, 6000rpm પર 11Nmનો પીક ટોર્ક આપે છે. એન્જિનને 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.
 • બીજીબાજુ, એક્ટિવા 6G 109.5cc ફેન-કૂલ્ડ, 4 સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર મોટરથી સજ્જ છે, જે 8000rpm પર મેક્સિમમ 7.8PS અને 5250rpm પર 8.8Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

નવેમ્બરમાં કંપનીનું કુલ વેચાણ 4.13 લાખ યૂનિટ હતું
નવેમ્બર 2020માં એક્ટિવા 6G હોન્ડાનું દેશમાં સૌથી વધુ વેચાયેલું સ્કૂટર હતું, જ્યારે CB શાઇન તે જ મહિનામાં કંપનીની સૌથી વધુ વેચાયેલી બાઇક હતી. બંને પ્રોડક્ટને હોન્ડાએ ગયા મહિને હોન્ડાને ભારતનો બીજો સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની બનવામાં મદદ કરી હતી, જેનું કુલ વેચાણ લગભગ 4.13 લાખ યૂનિટ હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો