ન્યૂ બાઈક / હોન્ડા પ્રીમિયમ બાઈક માર્કેટમાં રોયલ એનફીલ્ડને ટક્કર આપશે

Honda will hit Royal Enfield in the premium bike market

  •  હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર્સે અહીં પ્રીમિયમ મોટરસાયકલ માર્કેટમાં પ્રવેશ કરવાની યોજના
  • કંપની આગામી 18 મહિનામાં ડિવિઝનનું અલગ નેટવર્ક તૈયાર કરશે
  •  22 લોકેશન પર 100 આઉટલેટ ખોલવામાં આવશે

Divyabhaskar.com

Oct 10, 2019, 12:39 PM IST

ઓટો ડેસ્ક. જાપાનની સૌથી મોટી ટુ-વ્હીલર કંપનીનું ભારતીય એકમ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર્સે અહીં પ્રીમિયમ મોટરસાયકલ માર્કેટમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે. કંપની આવતા 18 મહિનામાં અલગ બિઝનેસ ડિવિઝન અને નવી પ્રોડક્ટ પોર્ટફોલિયો દ્વારા મિડ-સાઈઝ મોટરસાયકલ સેગમેન્ટમાં રોયલ એનફીલ્ડને ટક્કર આપી શકે છે.

હોન્ડાએ ફેબ્રુઆરીમાં પ્રીમિયમ બાઈક ડિવિઝન 'બિગ વિંગ' શરૂ કરી હતી. તેમાં 15 સિનિયર એક્ઝિક્યુટિવની ટીમ કામ કરી રહી છે, જેમની પાસે મોંઘી અને મોટી બાઈકો પર કામ કરવાનો અનુભવ છે. જેઓ ‘ડુકાટી’ અને ‘હાર્લી ડેવિડસન’ જેવી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓની સાથે કામ કરી ચૂક્યા છે. હોન્ડા આ ટીમ દ્વારા મોટી બાઈકનું વેચાણ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને આફ્ટર સેલ પર વધારે ધ્યાન આપવા માગે છે. કંપની આગામી 18 મહિનામાં ડિવિઝનનું અલગ નેટવર્ક તૈયાર કરશે, જેના માટે 22 લોકેશન પર 100 આઉટલેટ ખોલવામાં આવશે.

હોન્ડા મોટરસાયકલ પ્રીમિયમ બાઈક બિઝનેસ પર વધારે ધ્યાન આપી રહી છે. ડીલર્સની સફળતા માટે વોલ્યુમ વધારવામાં કિંમતની મુખ્ય ભૂમિકા હોય છે. તેના માટે એવાં મોડલ જરૂરી છે જેનું ભારતમાં ઉત્પાદન થાય. વાર્ષિક 8 લાખ કરતા વધુ યૂનિટ્સના વેચાણવાળી પ્રીમિયમ બાઈક માર્કેટમાં રોયલ એનફીલ્ડનો દબદબો છે.

X
Honda will hit Royal Enfield in the premium bike market

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી