Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અપકમિંગ સેડાન:હોન્ડાએ તેની નવી ન્યૂ જનરેશન સિવિક પ્રોટોટાઈપનો વીડિયો શેર કર્યો, 17 નવેમ્બરે લોન્ચ થશે
- કારની ડિઝાઈન જૂના મોડેલની તુલનામાં ઘણી સારી બનાવવામાં આવી છે
- વીડિયોમાં ન્યૂ સિવિકમાં એંગુલર LED ડે-ટાઈમ રનિંગ લાઈટ જોવા મળી રહી છે
હોન્ડા તેની ન્યૂ જનરેશન સેડાન સિવિકનું પ્રોટોટાઈપ મોડેલ 17 નવેમ્બરે લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ પ્લેટફોર્મ પર તેની એક ક્લિપ શેર કરી છે, જેમાં લોન્ચિંગ ડેટ આપવામાં આવી છે. ક્લિપમાં કારના પાર્ટ્સને ઝડપથી દેખાડવામાં આવ્યા છે. કારની ડિઝાઈનને જૂના મોડેલની તુલનામાં વધારે સારી બનાવવામાં આવી છે. વીડિયોના અનુસાર, તેમાં નવી LED લાઈટિંગની સાથે મલ્ટી-સ્પોક અલોય મળશે.
ન્યૂ હોન્ડા સિવિક ડિઝાઈન ડિટેઈલ
- કારની ડિઝાઈન થોડા મહિના પહેલા લીક થયેલી ઈમેજથી મળતી આવે છે. વીડિયોને જોઈને એવું લાગે છે કે ન્યૂ સિવિક તેના આઈકોનિક મોડેલ કરતા થોડી અલગ હશે. તેની ડિઝાઈનનો અમુક હિસ્સો 5th જનરેશન હોન્ડા સિટી અને હોન્ડા એકોર્ડથી મળતો આવે છે.
- વીડિયોમાં ન્યૂ સિવિકમાં એંગુલર LED ડે-ટાઈમ રનિંગ લાઈટ, ગનમેટલ ફિનિશવાળા મલ્ટી-સ્પોક અલોય વ્હીલ, હોન્ડા ડિઝાઈન મોટિફ્કસ, રેપ-અરાઉન્ડ ટેલ લાઈટ્સમાં સ્લિમ LED એલિમેન્ટ્સ અને બૂટ લિપ સ્પોઈલર જોવા મળી રહ્યા છે.
- આ વીડિયો ક્લિપમાં કારનું ઈન્ટિરિયર નથી બતાવવામાં આવ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે, એક્સટીરિયરની જેમ કારનાં ઈન્ટિરિયરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા હશે. તે ઉપરાંત તેમાં ઘણી એડવાન્સ ટેક્નોલોજી અને ફીચર્સ મળશે.
- તેના એન્જિનને લઈને કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, તેને એક 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિનની સાથે લોન્ચ કરવામાં આવશે, જેને વિવિધ ટ્યુનની સાથે ઉપયોગ કરી શકાય છે.
- 10th જનરેશન હોન્ડા સિવિકને કંપનીએ 2019માં લોન્ચ કરી હતી, જેની એક્સ-શોરૂમ કિંમત 17.94થી 22.35 લાખ રૂપિયા સુધી છે. કંપની અત્યારે તેના પર 2.66 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને બેનિફિટ્સ આપી રહી છે.