તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનોવેશન:હોન્ડાએ બાઇક માટે રીડિંગ ટેક્નોલોજીની પેટન્ટ કરાવી, આ ઇનોવેશન કેવી રીતે કામ કરશે જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્મેટ પર લાગેલા ઇલેક્ટ્રોડ રાઇડરના મગજનું સિગ્નલ વાંચી લેશે
  • બ્રેન મશીન ઇન્ટરફેસ (BMI)માં મગજથી સંકેત પહોંચશે

એકબાજુ જ્યાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી તેનાં વાહનો પર હાઈ લેવલ ઓટોનોમસ ડ્રાઇવિંગ ફીચર્સ જોડવામાં બિઝી છે, ત્યાં હોન્ડાએ આગળ વધીને ટેક્નિકલ રીતે વિવિધ પ્રકારની ટેક્નોલોજી માટે પેટન્ટ ફાઇલ કરી છે. જાપાની ટૂ-વ્હીલર ઓટોમોબાઇલ કંપનીના લોસ એન્જલસ સ્થિત રિસર્ચ એન્ડ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરે તાજેતરમાં તેની અપકમિંગ બાઇક્સ માટે માઇન્ડ રીડિંગ ટેક્નોલોજી માટે પેટન્ટ ફાઇલ કરાવી હતી.

બાઇકનું ઓનબોર્ડ કમ્પ્યૂટર સાઇનને સમજશે

  • આ ટેક્નોલોજીથી હેલ્મેટ પર લાગેલા બિલ્ટ ઇન ઇલેક્ટ્રોડ માધ્યમથી રાઇડરને બાઇક, ટેલિપેથિક રીતે કન્ટ્રોલ કરવાની પરમિશન આપશે, જે BMI (બ્રેન મશીન ઇન્ટરફેસ)માં મગજ સુધી સંકેતો પહોંચાડશે.
  • બાઇકનું ઓનબોર્ડ કમ્પ્યૂટર આ સંકેતોનું અર્થઘટન કરશે અને ઇનપુટ તરીકે તેનો ઉપયોગ કરશે. આ અન્ય સિસ્ટમ્સ જેવી કે, ABS, ટ્રેક્શન કન્ટ્રોલ, થ્રોટલ અને IMU અને યોગ્ય કાર્યવાહી નક્કી કરવા માટે બધી માહિતીનો ઉપયોગ કરે છે. આ રીતે સુરક્ષામાં પણ સુધારો થવાની શક્યતા છે.

પેટન્ટ ઇમેજથી માહિતી જાણવા મળી

  • પેટન્ટની ઇમેજમાં રાઇડરે તેના મગજનો ઉપયોગ કરીને વ્હીલિંગ કરતા દર્શાવવામાં આવ્યો છે. જો કે, આ ફક્ત એક પેટન્ટ ફાઇલિંગ છે અને આવી પ્રવૃત્તિઓમાં સક્ષમ પ્રોટોટાઇપ જોવા માટે આપણે કદાચ એક કે બે વર્ષ રાહ જોવી પડશે. જો કે, આ સાથે સંકળાયેલા ખર્ચ બહુ વધારે હોઈ શકે છે, અને આપણને એ ખાતરી નથી કે ટૂંક સમયમાં જ આવી ટેક્નોલોજી પ્રોડક્શન બાઇક્સ માટે શક્ય બનશે.
  • જો કે, હોન્ડા બાઇકની દુનિયામાં આ પ્રકારના ઇનોવેશન અજાણ્યા નથી. વર્ષ 2017માં કંપનીએ સેલ્ફ બેલેન્સિંગ બાઇક શોકેસ કરી હતી, જે રાઇડ વગર સીધી ઊભી રહી શકતી હતી. આ માઇન્ડ રીડિંગ ટેક્નોલોજી અત્યારે થોડી દૂર ભલે લાગે છે પરંતુ તે ભવિષ્યમાં થોડા દાયકાઓમાં એક આદર્શ ટેક્નોલોજી બની શકે છે.

ટેક્નોલોજી રાઇડરના અનુભવના અભાવની ભરપાઈ કરશે

  • જો કે, પેટન્ટ સૂચવે છે કે આ ટેક્નોલોજીનો હેતુ ઓલ આઉટ ડ્રાઇવિંગ ફીચર માટે નહીં પણ રાઇડરના અનુભવના અભાવની ભરપાઈ કરવા માટે છે. એક ટેલિપથિક સ્ટિયરિંગ અને થ્રોટલ ઇનપુટ મશીનને બદલે પ્રારંભિક રાઇડર્સ માટે ટ્રેનિંગ વ્હીલ્સ જેવું લાગે છે.
  • ભલે આપણી પાસે માઇન્ડ રીડિંગ મશીન છે. પરંતુ તેનો ઉપયોગ મોટાભાગે તબીબી હેતુ માટે થાય છે. વૈજ્ઞાનિકો વ્યવસાયિક ઉપયોગ માટે તેનો વિકાસ કરવામાં વ્યસ્ત છે. પરંતુ તેમાં થોડો સમય લાગશે. જો કે, એ જોવું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે હોન્ડા તેનો પેટન્ટ ઓટોમોબાઈલ વિશ્વની બહાર ઉપયોગ કરશે કે નહીં.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો