તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:હોન્ડાએ સૌથી સસ્તી બાઇક Honda CD 110 Dreamનું BS6 મોડેલ લોન્ચ કર્યું, કિંમત 64,505 રૂપિયા

દિલ્હીએક વર્ષ પહેલા

હોન્ડાએ તેની સૌથી સસ્તી બાઇક Honda CD 110 Dreamનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. Honda CD 110 Dream BS6 બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં માર્કેટમાં આવી છે. BS6 એન્જિન સિવાય બાઇકમાં બીજી પણ ઘણી અપડેટ આપવામાં આવી છે, જે બાઇકને ફ્રેશ લુક આપે છે.

નવી સ્ટાઇલિંગ

હોન્ડાએ આ BS6 બાઇકને નવી સ્ટાઇલિંગ આપી છે. તેના બોડીવર્કમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અપડેટેડ બાઇક નવાં ગ્રાફિક્સ, ક્રોમ એક્ઝોસ્ટ શિલ્ડ, બોડી કલર મિરર્સ અને સિલ્વર ફિનિશ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. કંપનીનું કહેવું છે કે, તેની સીટ પણ હવે 15mm વધારે લાંબી છે.

એન્જિન ડિટેલ્સ

હોન્ડા CD 110 Dreamમાં સૌથી મોટો ફેરફાર તેના એન્જિનમાં કરવામાં આવ્યો છે. બાઇકમાં હવે BS6 કમ્પ્લાયન્ટ 109.51cc, ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7500 rpm પર 8.6hp પાવર અને 5500 rpm પર 9.30 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. હોન્ડાના અન્ય BS6 ટૂ-વ્હીલર્સની જેમ CD 110 Dreamમાં પણ સાઇલન્ટ સ્ટાર્ટ ફીચર આપવામાં આવ્યું છે.

ફીચર્સ

હોન્ડાની આ સૌથી સસ્તી બાઇકમાં એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સ્વિચ, DC હેડલેમ્પ, ઇન્ટિગ્રેટેડ હેડલેમ્પ બીમએન્ડ પાસિંગ સ્વીચ, ટ્યૂબલેસ ટાયર, લાંબી અને કમ્ફર્ટેબલ સીટ, ઇક્વિલાઇઝર સાથે CBS અને સીલ ચેન જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ બાઇક હોન્ડાની એન્હેન્સ્ડ સ્માર્ટ પાવર(eSP) ટેક્નોલોજીથી સજ્જ છે, જેને લઇને કંપની દાવો કરે છે કે, આ ફ્રિક્શન ઘટાડીને પર્ફોર્મન્સ અને એવરેજ વધારે છે.

બ્રેકિંગ અને કલર ઓપ્શન

BS6 કમ્પ્લાયન્ટ CD 110 Dreamના ફ્રંટ અને રિઅરમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. બાઇક 8 કલર ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં 4 કલર સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ અને 4 કલર ઓપ્શન ડીલક્સ વેરિઅન્ટમાં મળે છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ બાઇક બ્લુ સાથે બ્લેક, કેબિન ગોલ્ડ સાથે બ્લેક, રેડ સાથે બ્લેક અને ગ્રે સાથે બ્લેક કલરમાં અવેલેબલ છે. બાઇકના ડીલક્સ વેરિઅન્ટમાં બ્લેક, એથલેટિક બ્લુ મેટાલિક, જિની ગ્રે મેટાલિક અને એમ્પિરિયલ રેડ મેટાલિક કલર ઓપ્શનમાં આવે છે.

કિંમત

BS6 Honda CD 110 Dream બાઇક બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં આવે છે. તેની કિંમત અનુક્રમે 64,505 રૂપિયા અને 65,505 રૂપિયા છે. હોન્ડાની આ સૌથી સસ્તી બાઇકની માર્કેટમાં ટક્કર હીરો સ્પ્લેન્ડર i-Smart, હીરો પેશન પ્રો, TVS Radeon, TVS સ્ટાર સિટી પ્લસ, બજાજ CT 110 અને પ્લેટિના 110 H-Gear વગેરે બાઇક્સ સાથે થશે.