ન્યૂ લોન્ચ / હોન્ડાએ BS-6 માન્ય SP 125 બાઇક લોન્ચ કર્યું, 16% વધુ એવરેજ આપશે

Honda launches BS-6 approved SP 125 bike, giving 16% more average

Divyabhaskar.com

Nov 15, 2019, 04:06 PM IST

ઓટો ડેસ્કઃ હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ન્યૂ એક્ટિવા 125 પછી ભારતમાં તેનું બીજું BS-6 માન્ય ટૂ-વ્હીલર SP 125 બાઇક લોન્ચ કર્યું છે. હોન્ડા SP 125 એ કંપનીની પ્રથમ BS-6 અનુરૂપ 125cc બાઇક છે. હોન્ડા SP 125 ની પ્રારંભિક કિંમત 72,900 રૂપિયા છે. હોન્ડા આ બાઇક પર 6 વર્ષનું વોરંટી પેકેજ આપી રહ્યું છે. હોન્ડાની આ મોટરસાયકલ ડ્રમ અને ડિસ્ક બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. હોન્ડા SP 125 બાઇક ચાર જુદા જુદા રંગો (સ્ટ્રાઇકિંગ ગ્રીન, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, પર્લ સિરેન બ્લુ અને ઇમ્પિરિયલ રેડ મેટાલિક) ઓપ્શન્સમાં આવે છે. એક્ટિવા 125 સ્કૂટરની જેમ હોન્ડાની આ બાઇક સાઇલન્ટ એસીજી સ્ટાર્ટર અને EPS (ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ)ટેક્નોલોજીથી સજ્જ છે.

હોન્ડાનો દાવો છે કે નવી હોન્ડા SP 125 બાઇક 16% વધુ એવરેજ અને ઇકો-ફ્રેન્ડલી રાઇડ આપશે. SP 125માં નવી ફ્રેમ, ઓલ LED હેડલેમ્પ, FI ઇન્ડિકેટર સાથે ક્લાસ લીડિંગ ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

X
Honda launches BS-6 approved SP 125 bike, giving 16% more average

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી