ન્યૂ લોન્ચ:હોન્ડાએ 130 કિમી રેન્જથી સજ્જ U-GO સ્કૂટર લોન્ચ કર્યું, ટોપ સ્પીડ 53km/h અને કિંમત 85,342 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોન્ડાએ પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર U-GO લોન્ચ કર્યું છે. તેનું પ્રોડક્શન ચીનના વુયાંગ-હોન્ડા યૂનિટમાં કરવામાં આવ્યું છે. આ સ્કૂટરને બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પાવરની બેટરી આપવામાં આવી છે. હાલ તે માત્ર ચીનના માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ તે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

ચીનમાં તેની પ્રારંભિક કિંમત CNY 7,499 (લગભગ 85,342 રૂપિયા) રાખવામાં આવી છે. તેમજ, તેનાં સ્ટાન્ડર્ડ મોડેલ 1.2kW રેટિંગની કિંમત CNY 7,999 (લગભગ 91,501 રૂપિયા) છે. ચીની બજારમાં તેની કિંમત અન્ય ઈ-સ્કૂટર કરતાં ઘણી ઓછી છે. જ્યારે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવશે ત્યારે તે ઓલા ઇ-સ્કૂટરને ટક્કર આપશે.

સ્કૂટર સિંગલ ચાર્જ પર 65 કિમી અને બંને બેટરી પર 130 કિમી સુધી ચાલશે
સ્કૂટર સિંગલ ચાર્જ પર 65 કિમી અને બંને બેટરી પર 130 કિમી સુધી ચાલશે

સિંગલ ચાર્જમાં 130 કિમી ચાલશે

  • U-GOનું લો સ્પીડ મોડેલ 800-વોટની કન્ટિન્યૂઅસ હબ મોટર ચલાવે છે, જે 1.2 kWના પીક પાવરને સપોર્ટ કરે છે. તેની ટોપ સ્પીડ 43 kmph છે.
  • તેનું સ્ટાન્ડર્ડ મોડેલ 1.2 kW કન્ટિન્યૂઅસ રેટેડ હબ મોટર સાથે આવશે. આ મોટર 1.8 kWનું પીક આઉટપુટ બનાવી શકે છે. આ વર્ઝનની ટોપ સ્પીડ 53 kmph છે.
  • બંને મોડેલ 1.44 kWhની કેપેસિટી સાથે 48V અને 30Ah રિમૂવેબલ લિથિયમ-આયન બેટરી સાથે આવે છે. સિંગલ ચાર્જ પર 65 કિમી અને બંને બેટરી પર 130 કિમી સુધી ચાલી શકે છે.

ફીચર્સ

સ્કૂટરમાં LCD સ્ક્રીન મળશે
સ્કૂટરમાં LCD સ્ક્રીન મળશે

સ્કૂટરમાં LCD સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં સ્પીડ, અંતર, ચાર્જ અને રાઇડિંગ મોડ જેવી માહિતી મળે છે. તેના ફ્રંટ એપ્રોન પર ટ્રિપલ બીમ સાથે LED હેડલાઇટ આપવામાં આવી છે. તેમાં LED DRLs સ્ટ્રીપ પણ સામેલ છે. તેમાં 12-ઇંચના રિઅર એલોય વ્હીલ સાથે 26-લિટરનું અંડર-સીટ સ્ટોરેજ મળે છે.

અન્ય સમાચારો પણ છે...