ઈ-કાર / હોન્ડાએ સાઇડ મિરરની જગ્યાએ કેમેરાવાળી ઈ-કાર રજૂ કરી, પ્રારંભિક કિંમત 23 લાખ રૂપિયા

Honda introduced e-car with camera in place of side mirror, starting at Rs 23 lakh

Divyabhaskar.com

Sep 16, 2019, 10:44 AM IST

ઓટો ડેસ્કઃ હોન્ડાએ ઈલેક્ટ્રિક વ્હીકલ હોન્ડા ઈ-કાર ફ્રેંકફર્ટ મોટર શોમાં સત્તાવાર રીતે રજૂ કરી દીધી છે. આ કાર વર્ષ 2020માં લોન્ચ કરવામાં આવશે. તેને ઝીરો એમિશન વ્હીકલ દ્વારા કંપની વર્ષ 2025 સુધી તેનાં લાઇન-અપને ઈલેક્ટ્રિફાય કરવાની યોજના બનાવી રહી છે. યુકે, જર્મની, ફ્રાંસ અને નોર્વે જેવા દેશોમાં તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેનું શિપમેન્ટ વર્ષ 2020માં શરૂ થઈ જશે.

કારમાં કુલ 5 સ્ક્રીન

  • હોન્ડાએ આ કાર પ્રથમ જીનેવા મોટર શોમાં કોન્સેપ્ટ મોડેલ તરીકે રજૂ કરી હતી. ઓફિશિયલ વર્ઝનમાં કંપનીએ કોન્સેપ્ટ મોડેલમાં અનેક ફીચર્સ આપ્યાં છે, જેમાં પોપ-આઉટ ડોર હેન્ડલ્સ અને ડિજિટલ કી સામેલ છે.
  • તેમાં સાઇડ માઉન્ટેડ કેમેરા લાગ્યા છે. જેના દ્વારા કંપનીએ ટ્રેડિશનલ મિરરને રિપ્લેસ કર્યો છે. તેનાં ડેશબોર્ડની બંને બાજુ 6 ઈંચની ડિસપ્લે લાગી છે, જેમાં ડ્રાઇવરને બહારનો સાઇડ વ્યૂ મળશે. તેમાં ડેશબોર્ડમાં કુલ 5 સ્ક્રીન લાગેલી છે.
  • તેમાં લાગેલી 12.3 ઈંચની બે LCD ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ ડિસ્પ્લેનું કામ કરશે. તેમજ 8.8 ઈંચના સ્ક્રીન ડ્રાઇવર માટે ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનું કામ કરશે.
  • કારને માય હોન્ડા પ્લસ સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા કન્ટ્રોલ કરી શકાશે, જેમાં ચાર્જિંગ પોઇન્ટ નેવિગેશન, ક્લાયમેટ કન્ટ્રોલ અને વ્હીકલ કન્ડિશન રિપોર્ટ જેવાં ફીચર્સ સામેલ છે. આ ફંક્શનને યુઝર ઘરેબેઠાં માત્ર ‘ઓકે હોન્ડા’ બોલીને એપ દ્વારા કન્ટ્રોલ કરી શકશે.
  • કંપનીએ આ કારમાં હાઈ-પાવર ઈલેક્ટ્રિક મોટર લગાવી છે, જે 2 પાવર આઉટપુટ (134 હોર્સ પાવર અને 151 હોર્સ પાવર) જનરેટ કરે છે. તેમાં 315 Nm ટોર્ક મળે છે.
  • આ કારમાં લાગેલી 35.5kWh બેટરી ફુલ ચાર્જ થવા પર 220 કિમીનું અંતર કાપે છે. આ માત્ર 30 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે. તેને 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોચવામાં માત્ર 8 સેકંડનો સમય લાગે છે.
  • તેની 134 હોર્સ પાવરવાળાં વર્ઝનની કિંમત 23 લાખ રૂપિયા છે, જ્યારે 151 હોર્સ પાવરવાળાં વર્ઝનની કિંમત 25 લાખ રૂપિયા સુધીની છે.
X
Honda introduced e-car with camera in place of side mirror, starting at Rs 23 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી