તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:હવે કંપની હોન્ડા હાઈનેસ CB400ને પોર્ટફોલિયોમાં જોડશે, માર્ચ 2021માં લોન્ચિંગ થઇ શકે છે

4 મહિનો પહેલા

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા(HMSI)એ સપ્ટેમ્બર 2020ના અંતમાં હાઈનેસ CB350 લોન્ચ કર્યું હતું. તેના DLX વેરિઅન્ટની કિંમત 1.85 લાખ રૂપિયા છે, જે ટોપ DLX Pro વેરિઅન્ટની કિંમત 1.90 લાખ રૂપિયા છે. ભારતમાં તેની ટક્કર રોયલ એનફિલ્ડના એન્ટ્રી લેવલ મોડલ સાથે છે અને કંપની અત્યાર સુધી તેના 1000 યુનિટનું પ્રોડક્શન કરી ચૂકી છે.

CB350 પર બેસ્ડ કેફે રેસર પણ પાઈપલાઈનમાં
હાઈનેસ CB350ને સારી શરુઆત સાથે હોન્ડા CB350 પર બેસ્ડ કેફે રેસર લોન્ચ કરી કંપની આગળ પણ આવો જ ઉત્સાહ કાયમ રાખવાની આશા કરી રહી છે. આવનારા એક-બે વર્ષમાં બિગવિંગ પોર્ટફોલિયોને ચારથી પાંચ નવા મોડલ જોડાય તેવી આશા છે.
Bs4 કમ્પ્લીટ CB300R સૌથી પહેલાં આવે તેવી શક્યતા છે અને જાપાની નિર્માતા સબ-500cc સેગમેન્ટ આગળ વધારશે. આ સાથે જ મિડલવેટ કેટેગરીમાં હોન્ડા, રોયલ એનફિલ્ડ બાઈકને વધુ ટક્કર આપશે. એક અન્ય રિપોર્ટમાં અમે જણાવ્યું હતું કે, હાઈનેસ રેંજ, જે હાલ બિગવિંગના એન્ટ્રી પોઈન્ટ પર છે અને તેનો વિસ્તાર કરવામાં આવશે.

ખાસ ફીચર્સ
મોટા એન્જિન અને હાલ CB350થી વધારે કિંમતની સાથે, હોન્ડા હાઈનેસ 400 માર્ચ 2021માં લોન્ચ થઇ શકે છે. આ ઉપરાંત તેમાં સીબી 350ની જેમ ફીચર લિસ્ટ જોવા મળશે, જેમાં હોન્ડા સ્માર્ટફોન વોઈસ કંટ્રોલ સિસ્ટમ, હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ, અસિસ્ટન્ટ/સ્લિપર ક્લચ, ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ અને એક્સેસ ફીચર્સ જેવા મ્યુઝિક, ફોન કોલ, ઇનકમિંગ મેસેજિઝ અને નેવિગેશન સામેલ છે.

CB400માં વધારે પાવરફુલ એન્જિન મળશે
CB350માં 348cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે, જે 20.8 હોર્સ પાવર અને 30Nmનો ટોર્ક જનરેટ કરે છે અને આશા છે કે CB400માં વધારે પાવર અને ટોર્ક આઉટપુટની સાથે મોટું એન્જિન પણ હશે.

હોન્ડા CB400 પોતાનું એક અલગ સ્થાન બનાવવાની ક્ષમતા રાખે છે. બ્રાંડે બિગવિંગ આઉટલેટ્સને માત્ર એક મહિનામાં ડબલ કર્યા છે અને ફૂટ પ્રિન્ટ વિસ્તારવામાં આવશે કારણકે એક મહિનાના અંતમાં દેશભરમાં વધુ 25 ડીલરશિપ ખોલવાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો