ભાવવધારો:હોન્ડાએ ગાડીઓના ભાવ વધારવાની જાહેરાત કરી, આવતા મહિનાથી નવી કિંમત લાગુ થશે

2 વર્ષ પહેલા

ઓટો સેક્ટરની વિશાળ કંપની હોન્ડાએ ભારતમાં તેની ગાડીઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દર ઓગસ્ટથી લાગુ થશે. કિંમતમાં વધારો કરવા પર કંપનીએ સ્ટીલ સહિતની અન્ય મેટલ્સ મોંઘી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.

કાચા માલના ભાવમાં વધારાને લીધે નિર્ણય લેવાયો
હોન્ડા કાર્સ ઈન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) રાજેશ ગોયલે જણાવ્યું કે, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત અન્ય મેટલ્સની કિંમતમાં વધારાને કારણે કારના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, મોંઘા મેટલ્સથી અમારો ખર્ચ વધી રહ્યો છે. કંપની ઇન્ડિયન માર્કેટમાં હોન્ડા સિટી, અમેઝ સહિત અનેક મોડેલ્સ વેચે છે. કંપની કઇ કારના ભાવ વધારશે તે અંગે હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગાડીઓના ભાવ કેટલા વધશે તે હજી નક્કી નથી
રાજેશ ગોયલે જણાવ્યું કે, કંપની હાલમાં પ્રાઇસહાઇકની વિગતો પર કામ કરી રહી છે, જે ઓગસ્ટથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમારો હેતુ ગ્રાહકો માટે ખરીદીની કિંમત ઓછી રાખવાનો છે. અત્યારે અમે એ વાત પર વિચાર કરી રહ્યા છીએ કે વધારાનો ખર્ચ કેટલો સહન કરવો અને ગ્રાહકો પર કેટલો નાખવો.

આ પહેલા મારુતિ ઇન્ડિયાએ પણ પોતાની ગાડીઓના ભાવમાં વધારો કર્યો હતો. 2021માં કંપનીએ ત્રીજી વખત કિંમતમાં વધારો કરતી વખતે વિવિધ મોડેલ્સ પર ગાડીઓના ભાવમાં લગભગ 34 હજાર રૂપિયા વધારો કર્યો.

અન્ય સમાચારો પણ છે...