ન્યૂ લોન્ચ / હોન્ડા Grazia 125 સ્કૂટરનું BS6 મોડેલ બે વેરિઅન્ટમાં લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 73,912 રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

Jun 26, 2020, 01:45 PM IST

દિલ્હી. હોન્ડાએ ઇન્ડિયન માર્કેટમાં BS6 Honda Grazia 125 સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને ડીલક્સમાં માર્કેટમાં આવ્યું છે. તેની કિંમત અનુક્રમે 73,912 રૂપિયા અને 80,978 રૂપિયા છે. નવા Honda Grazia સ્કૂટરમાં અપડેટેડ એન્જિન સાથે ઘણાં નવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. આ સાથે તેની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

શાર્પ લુક
હોન્ડાએ BS6 Grazia 125 સ્કૂટરના ડિઝાઇનમાં ફેરફાર કરીને તેને વધારે શાર્પ લુક આપ્યો છે. સ્કૂટરમાં હવે LED DC હેડલેમ્પ આપવામાં આવ્યો છે, જે સ્લિક છે. તેમાં Dio સ્કૂટરથી ઇન્સ્પાયર્ડ LED DRL આપવામાં આવ્યા છે. શાર્પ લાઇન્સ અને એજ સાથે હેન્ડલબાર કાઉલ પણ થોડું નવી ડિઝાઇનનું આપવામાં આવ્યું છે. સાઇડની બોડી પેનલ્સ વધારે શાર્પ જોવા મળે છે અને સ્કૂટરના ટેલ સેક્શન અને બ્રેક લાઇટ અસેમ્બલી ડિઝાઇનમાં પણ ફેરફાર થાય છે. નવું ગ્રાઝિયા સ્કૂટર ચાર કલર ઓપ્શન મેટ સાઇબર યલો, પર્લ સ્પાર્ટન રેડ, પર્લ સાઇરન બ્લુ અને મેટ એક્સિસ ગ્રેમાં અવેલેબલ છે.

ફીચર્સ
હોન્ડાના અન્ય સ્કૂટર્સની જેમ BS6 Grazia 125માં પણ પાસ લાઇટ સ્વિચ અને એક્સટર્નલ ફ્યુલ ફિલર કેપ આપવામાં આવી છે. તેમાં અપડેટેડ ડિજટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ આપવામાં આવ્યું છે, જેમાં સ્પીડ અને rpm સિવાય એવરેજ, રિઅલ ટાઇમ એવરેજ, ડિસ્ટન્ટ ટુ એમ્પ્ટી અને 3 સ્ટેપ ઇકો ઇન્ડિકેટર જેવી જાણકારી જોવામળે છે. સ્કૂટરમાં એન્જિન સ્ટાર્ટ સ્ટોપ સ્વિચ અને એન્જિન કટ ઓફ સાથે સાઇડ સ્ટેન્ડ જેવાં ફીચર્સ પણ છે.

વધારે સ્ટોરેજ સ્પેસ
હોન્ડાનો દાવો છે કે નવા ગ્રાઝિયા સ્કૂટરમાં અંડર સીટ સ્ટોરેજ અને ગ્લવ બોક્સ ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી તેમાં વધારે સ્ટોરેજ સ્પેસ મળશે. સ્કૂટર એલોય વ્હીલ્સ સાથે 12 ઇંચના ફ્રંટ અને 10 ઇંચના રિઅર ટાયર સાથે આવે છે. આ સ્કૂટરમાં ફ્રંટમાં 190mm ડિસ્ક અને રિઅરમાં 130mm ડ્રમ બ્રેક આપવામાં આવી છે. સ્કૂટર CBS (કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે. અપડેટેડ ગ્રાઝિયામાં નવું ટેલિસ્કોપિક સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જેનઆથી તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 16 mm વધી ગયું છે.

એન્જિન ડિટેલ્સ
2020 Honda Graziaમાં BS6 કમ્પ્લાયન્ટ 124cc, સિંગલ સિલિન્ડર એન્જિન છે. અપડેટેડ એન્જિન હોન્ડા ઇકો ટેક્નોલોજી (HET) અને eSP (ઇન્હેન્સ્ડ સ્માર્ટ પાવર) સાથે આવે છે. તેમાં ACG સાથે સાઇલન્ટ સ્ટાર્ટ અને આઇડલિંગ સ્ટોપ સિસ્ટમ પણ આપવામાં આવી છે. એન્જિન 8.14 hp પાવર અને 10.3 Nm ટોર્ક જનરેટ કરે છે. હોન્ડાનો દાવો છે કે, જૂનાં મોડેલ કરતાં અપડેટેડ એન્જિનની એવરેજ 13% વધારે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી