અપકમિંગ:હોન્ડા સિવિક ડીઝલનું BS6 મોડેલ આ અઠવાડિયે લોન્ચ થશે, કિંમતમાં ₹60 હજારનો વધારો થવાની શક્યતા

દિલ્હી2 વર્ષ પહેલા
  • હોન્ડા સિવિક ડીઝલની એક્સ શો રૂમ કિંમત 21 લાખ રૂપિયાથી 23 લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે
  • સિવિકના પેટ્રોલ વેરિઅન્ટની એક્સ શો રૂમ કિંમત 17.93 લાખ રૂપિયાથી 21.24 લાખ રૂપિયા વચ્ચે છે

ગયા વર્ષે માર્ચ મહિનામાં હોન્ડાએ સિવિકનું BS6 કમ્પ્લાયન્ટ 1.8 લિટરનું પેટ્રોલ એન્જિન અને BS4 કમ્પ્લાયન્ટ 1.6 લિટરનું ડીઝલ એન્જિન એકસાથે લોન્ચ કર્યું હતું. જો કે, પેટ્રોલ પાવરટ્રેન પહેલેથી જ નવા એમિશન નોર્મ્સ અનુરૂપ હતું. તેથી, એ ચાલુ રહ્યું, જ્યારે BS6 એમિશન સ્ટાન્ડર્ડ લાગુ થયા બાદ ડીઝલ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું હતું.

આખરે હવે હોન્ડા આ અઠવાડિયે ભારતમાં BS6 કમ્પ્લાયન્ટ 1.6 લિટરના ડીઝલ એન્જિનથી સજ્જ સિવિક લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ કાર માટે પ્રિ-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો કે, કંપનીએ અપડેટેડ ડીઝલ વેરિઅન્ટની કિંમત હજી જાહેર નથી કરી. પરંતુ કારની અન્ય ડિટેલ્સ સામે આવી ચૂકી છે.

BS6 સિવિકમાં કંપની અગાઉની જેમ જ 1.6 લિટરનું i-DTEC ટર્બો ડીઝલ એન્જિન આપશે, જે સ્ટાન્ડર્ડ રીતે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. આ એન્જિન 120PS પાવર અને 300Nm ટોર્ક જનરેટ કરે છે. જો કે, તેમાં અન્ય કોઈ ફેરફાર જોવા નહીં મળે અને તે પહેલાની જેમ જ સિંગલ ટ્રાન્સમિશનમાં મળશે.

કિંમતમાં 60 હજાર રૂપિયા સુધીનો વધારો થવાની શક્યતા

  • કંપની સિવિકના BS6 ડીઝળ વેરિઅન્ટની કિંમતમાં લગભગ 60 હજાર રૂપિયા સુધીનો વધારો કરે એવી શક્યતા છે. એટલે કે સિવિક ડીઝલની કિંમત 21 લાખ રૂપિયાથી લઇને 23 લાખ રૂપિયા વચ્ચે હશે.
  • બીજીબાજુ, BS6 1.8 લિટર i-VTEC પેટ્રોલ એન્જિન પર કામ કરે છે. કારના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત એન્ટ્રી લેવલ V-ટ્રિમ માટે 17.93 લાખ રૂપિયા અને ટોપ એન્ડ ZX વેરિઅન્ટ માટે 21.24 લાખ રૂપિયા વચ્ચે છે.
  • 1.8 લિટર i-VTEC એન્જિન 141PS પાવર અને 174Nm ટોર્ક આપે છે. પેટ્રોલ વેરિઅન્ટમાં ટ્રાન્સમિશન ડ્યુટીઝ માટે CVT ઓટો ગિયરબોક્સ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે.
  • સિવિકમાં લેનવોચ કેમેરા, રિમોટ એન્જિન સ્ટાર્ટ, 8 વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, ક્રૂઝ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ અને એમ્બિઅન્ટ લાઇટિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

હ્યુન્ડાઇ એલાન્ટ્રા સાથે ટક્કર
અત્યાર સુધી હોન્ડા સિવિક ઇન્ડિયન માર્કેટમાં હ્યુન્ડાઇ એલાન્ટ્રાને ટક્કર આપે છે, જ્યારે સ્કોડા ઓક્ટેવિયા સાથે સ્પર્ધા આવતા વર્ષે ઇન્ડિયામાં નવા જનરેશન મોડેલ લોન્ચ થયા બાદ થશે.